Showing posts with label સાહિત્ય અને લેખકો. Show all posts
Showing posts with label સાહિત્ય અને લેખકો. Show all posts

22 February 2017

નરસિંહ મહેતા

🎯નરસિંહ મહેતા🎯

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા

જન્મની વિગત૧૪૧૪
તળાજા

મૃત્યુની વિગત૧૪૮૦

રહેઠાણ  - જૂનાગઢ, (ગુજરાત, ભારત)

હુલામણું નામ- નરસૈયો

વ્યવસાય- કવિ
વતન- ભાવનગર

ધર્મ હિંદુ-
જીવનસાથી માણેકબાઇ

સંતાન  -  શામળદાસ, કુંવરબાઇ

માતા-પિતા - દયાકુંવર, કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)

જીવન

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાંતળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછીજુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

સર્જન

નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

સન્માન

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાંનરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડઆદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

લોકપ્રિયતા

નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.

31 March 2016

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓબગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતરરાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.



ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓકોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલરણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણેગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

🔵સર્જન

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરાવ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

“શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.”

🔴દેહાંત

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

28 March 2016

સાહિત્યકારો અને તેમની કૃતિઓ


  • દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન
  • નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા)ઃ મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
  • નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
  • નંદશંકર મેહતાઃ કરણઘેલો
  • ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
  • મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
  • રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
  • અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
  • ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
  • અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
  • ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા
  • મણિલાલ દ્રિવેદીઃ કાન્તા, ન્રુસિંહાવતાર, અમર આશા
  • બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
  • કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચનટ
  • આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
  • નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
  • રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
  • મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન
  • સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ
  • નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
  • દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
  • ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
  • કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
  • કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
  • મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
  • નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
  • કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
  • રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
  • ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી
  • રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
  • ઝવેરચંદ મેઘાણી્: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
  • ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી
  • ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન
  • ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
  • ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
  • પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
  • રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
  • બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
  • ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
  • જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ
  • મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ
  • પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
  • ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
  • ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
  • શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
  • જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
  • ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન
  • ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
  • રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
  • પ્રહલાદ પારેખઃ બારી બહાર
  • રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
  • રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
  • નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ
  • પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ
  • હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય
  • નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨
  • બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલો
  • વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન
  • નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલય
  • જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ
  • હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી, નીરવ સંવાદ
  • હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર.
  • સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
  • પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા
  • હસિત બુચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ
  • હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ
  • દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ
  • મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી
  • મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ
  • નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

લેખક અને ઉપનામ

લેખક અને ઉપનામ

પ્રેમસખિપ્રેમાનંદ સ્વામી
અઝિઝધનશંકર ત્રિપાઠી
અદલઅરદેશર ખબરદાર
અનામીરણજિતભાઈ પટેલ
અજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસીભોગીલાલ ગાંધી
ઉશનસ્નટવરલાલ પંડ્યા
કલાપીસુરસિંહજી ગોહિલ
કાન્તમણિશંકર ભટ્ટ
કાકાસાહેબદત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામકનૈયાલાલ મુનશી
ગાફિલમનુભાઈ ત્રિવેદી
ચકોરબંસીલાલ વર્મા
ચંદામામાચંદ્રવદન મેહતા
જયભિખ્ખુબાલાભાઈ દેસાઈ
જિપ્સીકિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયોબકુલ ત્રિપાઠી
દર્શકમનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારીરામનારાયણ પાઠક
ધૂમકેતુગૌરીશંકર જોષી
નિરાલાસૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલમગનલાલ પટેલ
પારાશર્યમુકુન્દરાય પટણી
પ્રાસન્નેયહર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શીમધુસૂદેન પારેખ
પુનર્વસુલાભશંકર ઠાકર
પ્રેમભક્તિકવિ ન્હાનાલાલ
ફિલસુફચીનુભાઈ પટવા
બાદરાયણભાનુશંકર વ્યાસ
બુલબુલડાહ્યાભાઈ દેરાસરી
બેકારઈબ્રાહીમ પટેલ
બેફામબરકતઅલી વિરાણી
મકરંદરમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્તબાલશંકર કંથારિયા
મસ્તકવિત્રિભુવન ભટ્ટ
મૂષિકારરસિકલાલ પરીખ
લલિતજમનાશંકર બૂચ
વનમાળી વાંકોદેવેન્દ્ર ઓઝા
વાસુકિઉમાશંકર જોષી
વૈશંપાયનકરસનદાસ માણેક
શયદાહરજી દામાણી
શિવમ સુંદરમ્હિંમતલાલ પટેલ
શૂન્યઅલીખાન બલોચ
શૌનિકઅનંતરાય રાવળ
સત્યમ્શાંતિલાલ શાહ
સરોદમનુભાઈ ત્રિવેદી
સવ્યસાચીધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિયચુનીલાલ શાહ
સેહેનીબળવંતરાય ઠાકોર
સુધાંશુદામોદર ભટ્ટ
સુન્દરમ્ત્રિભુવનદાસ લુહાર
સોપાનમોહનલાલ મેહતા
સ્નેહરશ્મિઝીણાભાઈ દેસાઈ
સહજવિવેક કાણે

06 May 2015

ગુજરાતી વ્યાકરણ


1.       ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?  
-   ઉમાશંકર જોશી

2.       દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?    
-   શહીદ

3.       જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?  
-   અંત્યાનુંપ્રાસ

4.       હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
-   કાકાસાહેબ કાલેલકર

5.       સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?      
-   ઉપમા

6.       ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?      
-   લક્ષ્મી

7.       ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?    
-   કવિ નર્મદ

8.       તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?    
-   રૂપક

9.       વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
 -સુન્દરમ્

10.   વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?  
-૧૪ અક્ષ્રર
રજનીકાંત


૧.      રજનીકાંત એ કોણ છે?

   -  એ ભારતીય ફિલ્મ અભિનેતા છે.

૨.      રજનીકાંતનો જન્મ કયારે થયો?

   -  12 ડિસેમ્બર 1950

૩.      રજનીકાંતનો જન્મ ક્યાં થયો?

   -  બેંગલોર,મૈસૂર જિલ્લો ભારત

૪.      રજનીકાંતનું પૂરું નામ શું છે?

   -  શિવાજી રાવ ગાયકવડ

૫.      શિવાજી રાવ ગાયકવડનું પ્રસિદ્ધ નામ શું છે?

   -  રજનીકાંત

૬.      રજનીકાંતની પ્રથમ ફિલ્મ કઈ છે?

   -  રાગાંગલ (૧૯૭૫

૭.      રજનીકાંત ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?

   -  મેટ્રીક

૮.      રજનીકાંતનો વ્યવસાય શું છે?

   -  અભિનેતા નિર્માતા કથાલેખક

૯.      રજનીકાંતને કયો ખિતાબ મળ્યો છે?

  -  પદ્મભૂષણ-,  ઈ.સ.૨૦૦૦માં

૧૦.    રજનીકાંતનો ધર્મ કયો છે?

   -  હિંદુ

૧૧.    રજનીકાંતની માતાનું નામ શું છે?

   -  જીજાબાઇ

૧૨.    રજનીકાંતના જીવનસાથીનું નામ શું છે?

   -   લથા રંગચારી
મૈથિલીશરણ ગુપ્ત


૧.      મૈથિલીશરણ ગુપ્ત એ કોણ હતા?
   -   આધુનિક હિન્દી ભાષાના મુખ્ય કવિ છે.



૨.      મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ક્યારે થયો?
   -  ઓગસ્ટ 3, 1886

૩.      મૈથિલીશરણ ગુપ્તની જન્મ ભૂમિ કઈ છે?
   -   ચીરગાવ, ઝાંસી, ઉત્તર પ્રદેશ

૪.      મૈથિલીશરણ ગુપ્તના માતા – પિતાનું નામ શું છે?
   -  શેઠ રામચરણ, કાશીબાઈ

૫.      મૈથિલીશરણ ગુપ્તનું કર્મ-શેત્ર શું છે?
   -  નાટકકાર, લેખક, કવિ

૬.      મૈથિલીશરણ ગુપ્તની ભાષા કઈ છે?
   -  વ્રજભાષા

૭.      મૈથિલીશરણ ગુપ્તની મુખ્ય રચના કઈ છે?
   -  પંચવટી, સાકેત, જયદ્રથ, વધ, યશોધરા

૮.      મૈથિલીશરણ ગુપ્તને કઈ પુરસ્કાર ઉપાધી મળી છે?
   -  પદ્મભૂષણ અલંકાર, હિન્દુસ્તાની અકાદમી પુરસ્કાર, મંગલા પ્રસાદ પારિતોષિક

૯.      મૈથિલીશરણ ગુપ્તનું નિધન ક્યારે થયું?
   -  ૧૨ ડીસેમ્બર ૧૯૬૪

૧૦.    મૈથિલીશરણ ગુપ્તનું મૃત્યુ ક્યાં સ્થાન પર થયું?
   -  ચીરગામ, ઝાંસી
પંડિત મદન મોહન માલવીય


૧.      પંડિત મદન મોહન માલવીય એ કોણ હતા?
  -  મહાન સ્વતંત્રતા સેનાની, રાજનીતિજ્ઞ અને સમાજ સુધારક હતા.

૨.      પંડિત મદન મોહન માલવીયનું વિશેષ યોગદાન કેમાં છે?
  -  કાશી હિંદુ વિશ્વવિદ્યાલય ની સ્થાપના અને હિન્દી ભાષાનો વિકાસ

૩.      પંડિત મદન મોહન માલવીયનો જન્મ ક્યારે થયો?
  -  ૨૫ ડીસેમ્બર ૧૮૬૧

૪.      પંડિત મદન મોહન માલવીયની જન્મ ભૂમિ કઈ છે?
  -  ઇલાહાબાદ

૫.      પંડિત મદન મોહન માલવીયના માતા – પિતાનું નામ શું છે?
  -  બ્રજનાથ અને મુનાદેવી

૬.      પંડિત મદન મોહન માલવીયના જીવન સાથીનું નામ શું છે?
  -  કુંદન દેવી

૭.      પંડિત મદન મોહન માલવીયની પ્રસિદ્ધિ કઈ છે?
  -  સમાજ સુધારક

૮.      પંડિત મદન મોહન માલવીયએ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
  -  કોંગ્રેસે

૯.      પંડિત મદન મોહન માલવીયએ ક્યાં સુધી શિક્ષણ લીધું હતું?
  -  એફ. એ., બી.એ., વકાલત

૧૦.    પંડિત મદન મોહન માલવીયએ કઈ ભાષા જાણતા હતા?
  -  હિન્દી

૧૧.    પંડિત મદન મોહન માલવીયની મુખ્ય રચનાઓ કઈ – કઈ છે?
  -  અભ્યુદય, લીડર, હિન્દુસ્તાન ટાઈમ્સ, મર્યાદા,

૧૨.    પંડિત મદન મોહન માલવીયનું નિધન ક્યારે અને ક્યાં થયું?
  -  ૧૨ નવેમ્બર ૧૯૪૬ , ઇલાહાબાદ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 




1.      મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો? 
        -     પ્રેમાનંદ
2.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
         -     પદ્ય
3.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો? 
        -     ધર્મ
4.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?
         -     દયારામ 
5.      મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું? 
        -     પદ્યવાર્તા
6.      મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
         -     બાવળા
7.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે? 
        -     પ્રેમાનંદ
8.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે? 
        -     કવિ અખો
9.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?
         -     નરસિંહ મહેતા
10.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?
         -     શામળ
11.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? 
        -     શામળ
12.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે? 
        -     પ્રેમાનંદ
13.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
         -     પદ
14.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
         -     નરસિંહ મહેતા
15.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
         -     કવિ ભોજા ભગત
16.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
         -     અંગ્રેજો
17.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
         -     નરસિંહ મહેતા 
18.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
         -     પ્રેમાનંદ
19.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
         -     કવિ ભાલણ

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે