Showing posts with label ગુજરાત. Show all posts
Showing posts with label ગુજરાત. Show all posts

28 September 2016

Gujarati Quetion & Answer



સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? 
Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર 

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર 

મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી 

ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર 

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા 

મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો 

ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત 

અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર 

પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી 

અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર 

મોહેં-જો-દડો અને હડપ્પા બાદ ગુજરાતમાં કઇ હડપ્પીય સાઇટ સૌથી વધુ સંખ્યામાં હડપ્પા સભ્યતાની ઓળખ સમાન મુદ્રાઓ ધરાવે છે? Ans: લોથલ 

ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી 

પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી 

નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર 

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું 

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ 

સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. 
Ans: ઈન્ડિયા હાઉસ 

ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ 

ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર

ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ 

સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર 

એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા. 

સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? 
Ans: નમન પારેખ 

ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ

હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે 

ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ 

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ 

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત 

સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? Ans: ભોળાભાઇ ખોડીદાસ પટેલ 

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ 

ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: જેસોર 

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના 

બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ 

ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી 

કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઇ કઇ સંસ્થાઓ સ્થાપી? 
Ans: ગ્રામદક્ષિણામૂર્તિ-આંબલા અને લોકભારતી-સણોસરા 

કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ 

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા 

અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ 

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ 

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ 

ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે? Ans: કચ્છ 

નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા 

વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩ 

ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? Ans: અંકલેશ્વર 

સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો. Ans: બુદ્ધિપ્રકાશ 

નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી 

મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના 

ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? 
Ans: વિનોદીની નીલકંઠ 

હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્

ડેરી- જીલ્લો

ડેરી- જીલ્લો

૧. દૂધસાગર- મેહસાણા

૨. અમુલ- આણંદ (એશિયા ની સૌથી મોટી ડેરી)

૩. સાબર- સાબરકાંઠા

૪. બનાસ- પાલનપુર

૫. મધર- ગાંધીનગર

૬. મધુર- ગાંધીનગર

૭. દુધસરીતા- ભાવનગર

૮. માધાપર- ભુજ

૯. અજોડ- અમદાવાદ

૧૦. આબાદ- અમદાવાદ

૧૧. સુમુલ- સુરત

૧૨. દુધધારા- ભરુચ

25 March 2016

quiz

 chigs prajapati:
📚પ્રભાસપાટણનો યાત્રાળુવેરો કોણે માફ કરાવ્યો હતો?




✔ : મીનળદેવીએ

📚B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?

✔ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન

📚શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે સ્થળ ક્યા નામથી ઓળખાય છે
✔કાયાવરોહણ

📚હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?

✔ કૃષિ ઉત્પાદન

📚સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

✔મૂળરાજ સોલંકીએ
chigs prajapati:
📚સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવયો

✔રા'ખેંગારને

📚દોહિત્રી' કોને કહેવાય છે?

✔પુત્રીની પુત્રીને

📚સરદાર વલ્લભભાઈ કયા સત્યાગ્રહમાં સફળ આગેવાનીને લીધે 'સરદાર' કહેવાયા?

✔ બારડોલી સત્યાગ્રહ

📚ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?
✔દિલ્હીમાં

📚ભારતના કયા ફિલ્મ દિગ્દર્શકને ખાસ ઑસ્કાર ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે?

✔સત્યજિત રે

27 May 2015

ગુજરાતની પુરાણ પ્રસિદ્ધ નદીઓ



નર્મદા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષક નદી તે નર્મદા-ઋક્ષ પર્વતમાંથી નીકળી તે ‘રેવા‘ નામે વિંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પર્યાયરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્‍ણી પછી વૈડૂર્ય પર્વત પછી નર્મદાને ગણાવી છે. સ્કંદપુરાણમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળોનાં ગુણગાન કર્યાં છે. જૈન સાહિત્યમાં પણ ‘નર્મદા‘નો ઉલ્લેખ થયેલો મળે છે. આચાર્ય હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિંતામણિ‘માં, ‘વિવિધ તીર્થકલ્પ‘માં એનો નિર્દેશ જોવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે.

મહી : મહાભારતના આરણ્યક પર્વમાં ચર્માણ્યવતી પછી ‘મહી‘ કહી છે તે ક્યાંની તે સ્પષ્‍ટ નથી. એમાં એના પછી નર્મદા અને ગોદાવરી કહે છે. ‘મહતી‘ તરીકે પુરાણોમાં નોંધાયેલી નદી મહી હોય એવો સંભવ છે. માર્કેન્ડેય બ્રહ્મ અને વામન પુરાણોમાં ‘મહી‘ અને બ્રહ્માંડ પુરાણમાં ‘મહી‘ નદી કહી છે. પાર્જિટર નામે વિદ્વાન ‘મહીતા‘ અને ‘મહતી‘ને મહી કહે છે. મહી નદી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી ડુંગરપુર-વાંસવાડા વચ્ચે પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશી ખેડા જિલ્લામાં થઈ ખંભાતના અખાતમાં પડે છે જ્યાં એને ‘મહીસાગર‘ કહે છે.

સરસ્વતી : ગુજરાતમાં બે સ્થળોએ ‘સરસ્વતી‘ નામની નદીઓ છે. તેમાંની એક અંબાજી નજીક ઉદ્દભવ પામી સિદ્ધપુર પાસે પૂર્વવાહિની બની લાંબો પંથ કાપી કચ્છના રણમાં લુપ્‍ત થાય છે. જ્યારે બીજી દ‍ક્ષિ‍ણ ગીરના ડુંગરોમાંથી નીકળતી પ્રભાસ પાસે હીરણ નદીમાં મળે છે. સ્કંદપુરાણમાં એ ‘હરિણી‘, ‘વજ્રિણી‘, ‘ન્યંકુ‘, ‘કપિ‍લા‘, અને ‘સરસ્વતી‘ એવાં પાંચ નામે પ્રગટ થયેલી કહી છે.

પર્ણાશા (બનાસ) : મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા‘ નદી છે. તેનું પાંઠાતર ‘પૂર્ણાશા‘ અને પુરાણોમાં ‘વર્ણાશા‘ તરીકે મળે છે. ‘વર્ણાશા‘ને માર્કંડેય પુરાણમાં ‘વેણાસા‘ કહેલી છે એ હાલની બનાસ નદી છે. આમ તો બે બનાસ નદીઓ જોવા મળે છે. તેમાં એક ચંબલની શાખા છે ને પૂર્વગામીની છે. બીજી ગુજરાત બનાસ છે તે પશ્ચિમગામિની છે. ઇસ્વીસનની પહેલી સદીમાંના નાસિકના અભિલેખમાં નહપાનના જમાઈ ઉષવશતે ‘બાર્ણાશા‘ નદીથી પોતાના દાનપુણ્યનો આરંભ કરેલો. ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં ‘બર્ણાસા‘ એ જ ગુજરાતની બનાસ છે, જેને જૈન સાહિત્યમાં ‘બન્નાસ‘ કહી છે. આ બનાસ નાથદ્વારા (મેવાડ)ની પશ્ચિમની પહાડીઓથી નીચે ઊતરી આબુ રોડ ખાતે ખરેડીથી બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે.

તાપી : તાપીનું નામ રામાયણ-મહાભારતમાં જોવા મળતું નથી પણ પુરાણોમાં મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ અને માર્કંડેયમાં એનો નિર્દેશ મળે છે. ઉપર જણાવ્યું તેમ ઉષવદાતના નાસિકના અભિલેખમાં બનાસ પછી તાપી વગેરે નદી જણાવેલી છે. રાજશેખરે તેને નર્મદા અને પયોષ્‍ણી વચ્ચે આવેલી કહી છે. તાપી વિંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની તે એક છે. નર્મદાની પેઠે વેપાર માર્ગ તરીકે તેનો ઉપયોગ થતો. સુરત એ તાપીને કાંઠે આવેલું પ્રખ્યાત બંદર છે.

શ્વભ્રવતી : આ શ્વભ્રવતી એ જ આપણી સાબરમતી. મેવાડમાંથી ઉતરી આવી કોતરોમાં વહેતી તે આજના સાબરકાંઠાના ‘શ્વભ્ર‘ પ્રદેશમાં વહેતી જૂના આસાવલ અને કર્ણાવતી-અમદાવાદ પાસેથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે, તે પદ્મપુરાણની ‘સાબરમતી‘ કે સાભ્રમતી નદી છે. સ્કંદપુરાણ અનુસાર વિશ્વામિત આવતાં વશિષ્‍ઠે વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું. જેમાંની એક ‘સરસ્વતી‘ અને ‘સંભ્રમ‘ થી જોતાં નીકળ્યું તે નદી ‘સાભ્રમતી‘. પદ્મપુરાણ સત્યયુગમાં એનું નામ ‘કૃતવતી‘, ત્રેતામાં ‘ગિરિકર્ણિકા‘, દ્વાપરમાં ‘ચંદના‘ અને કલિયુગમાં ‘સાભ્રમતી‘ હોવાનું કહે છે. તેમાં સાબરમતીનાં બેઉ કંઠ પ્રદેશનાં અનેક તીર્થોની નામાવલિ પણ આવેલી છે. તેમાં ચન્દ્રભાગા-સંગમ પાસે દધીચિ ઋષિએ તપ કરેલું. જે આજે દધીચિ કે દૂધેશ્વરના આરા તરીકે ઓળખાય છે.

હસ્તિમતી (હાથમતી) : સાબરકાંઠામાં સાબરમતી નદીને ‘હાથમતી‘ નામે નદી મળે છે. પદ્મપુરાણમાં તેને ‘હસ્તમતી‘ કહી છે. ‘સાબ્રમતી મહાત્મ્ય‘ અનુસાર સાબરકાંઠાની ઈશાને આવેલી ગિરિમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધો આંટો મારી, ત્યાંથી હિંમતનગર પાસે થઈ પશ્ચિમવાહિની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. જો કે પદ્મપુરાણમાં એને ‘શુષ્‍કરૂપા‘ એટલે કે સૂકી નદી કહી છે.

વાર્તદની : મધ્ય ગુજરાતમાં આવેલી વાત્રક નદીને ‘પદ્મપુરાણ‘માં ‘વાર્તધ્ની‘ કહી છે. એના પહેલાના પુરાણોમાં તેને ‘વૃત્રધ્ની‘ તેમજ વ્રતધ્ની‘ પણ કહી છે. વૃત્રને ઇંદ્રે મારી નાખેલો તેથી ઇંદ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું. આ બ્રહ્મહત્યાનું નિવારણ ‘વાત્રધ્ની‘ અને સાભ્રમતીના સંગમતીર્થ-આજનું વૌઠામાં નહાવાથી થયું હતું. આ નદી માળવામાંથી નીકળી પશ્ચિમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણ એનું બીજું નામ ‘વૈત્રવતી‘ જણાવે છે. મહાભારતમાં નોંધાયેલી ‘વેવતી‘ તે જુદી છે.

સેટિકા (શેઢી) : પદ્મપુરાણમાં મહી અને વાત્રકના વચગાળાના પ્રદેશમાં પશ્ચિમાભિમુખ વહેતી ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે સાભ્રમતીને મળે છે. સ્તંભનક તીર્થાવતાર પ્રબંધ અનુસાર પાર્શ્વનાથના બિંબને કાંતીનગરના એક ધનપતિના મહાલયમાંથી શાતવાહનની પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ ‘સેડી‘ નદીના કિનારે કરાવે છે. ‘સેટિકા‘ નદી કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યું છે ત્યાં તેને ‘સેટી‘ પણ કહે છે.

વલ્કલિની ને હિરણ્યમય : પદ્મપુરાણમાં આ બંનેને નજીક નજીક કહી છે. એમાંની વલ્કલિની ઇડર પાસેથી નીકળી હોવાની શક્યતા છે. જ્યારે હિરણ્યમયી ખેડબ્રહ્મા પાસે વહેતી હરણાવ-હિરણ્યા છે, જે આગળ જતાં સાબરમતીને મળે છે. હિરણ્યા નદી પાણિનિના ગણપાઠમાં પણ નોંધાયેલી છે. એક હીરણ કે હિરણ્યા પ્રભાસપાટણ પાસે પણ મળેલી છે.

વિશ્વામિત્રી : મહાભારતના ભીષ્‍મપર્વમાં ‘વિશ્વામિત્રા‘ નદી છે તે કદાચ પારિયાત્રામાંથી નીકળતી ‘પારા‘ નદી હોય. એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનું સમજાય છે. એ રીતે વિચારતાં વડોદરા પાસેથી વહેતી ‘વિશ્વામિત્રી‘ વિંધ્યના સાતપુડા-પાવાગઢ પર્વતમાંથી આવે છે. એનો મેળ ચ્યવનના આશ્રમ પાસેની ‘વિશ્વામિત્રા‘ સાથે મળી શકે.

ગોમતી અને ચંદ્રભાગા : સ્કંદપુરાણમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્‍મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ પાંચ નદીઓનો સંગમ કહ્યો છે. આજની દ્વારિકાની પૂર્વ તરફથી આવતો વહેળો તે ‘ગોમતી‘ અને દક્ષિ‍ણ તરફનો બરડિયા ગામ તરફ નીચાણવાળો પટ તે ચંદ્રભાગા-પાણિનિના ત્રણ પાઠમાં પણ એનો ઉલ્લેખ મળે છે. તેમાં ચંદ્રભાગાને નદી કહી છે. ગોમતીનો ઉલ્લેખ પણ મહાભારતમાં મળે છે. પદ્મપુરાણમાં તેને દધીચિના આશ્રમ પાસે ‘સાભ્રમતી‘ને મળતી કહી છે.

પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પાસેની ‘દમણગંગા‘ અને ‘કરબેણા‘ એ બિલિમોરા પાસેની અંબિકાને મળતી કાવેરી દક્ષિ‍ણ ભારતની કાવેરી કરતાં જુદી છે. ‘દાહાનુકા‘ એ થાણા જિલ્લાની ‘દહાણું‘ નામે નાનકડી નદી. આ ઉપરાંત ‘કાપી‘ નામ પણ મળે છે તે કઈ નદી હશે તે સ્પષ્‍ટ થતું નથી.

સુવર્ણસિકતા, વિલાસિની, પલાસિની : આમાં સુવર્ણસિક્તા, સુવર્ણરેખા કે સોનરેખ. તેનું અને પલાશિનીનું પાણી એકત્ર થઈ જૂનાગઢનના "સુદર્શન" તળાવમાં પડતું. સ્કંદગુપ્‍તના લેખ અનુસાર પલાશિની, સિકતા અને વિલાસિની ત્રણ નદીઓના નામ મળે છે. આમાંથી સિકતા તે ‘સુવર્ણસિકતા‘, ‘વિવિધ તીર્થકલ્પ‘માં સિકતાને ‘સુવણ્ણારેહા‘ કહી છે તે ‘સોનરેખ‘ હોવા સંભવ છે.

અન્ય નદીઓના ઉલ્લેખો : અન્ય નદીઓમાં ગુર્જર નૃપતિવંશના દધ બીજાના ઈ. સ. ૪૯૫-૪૯૬ના દાન શાસનમાં અકુલેસ્વર(અંકલેશ્વર)વિષયમાંની ‘વરંડા‘ નદી, ઘરસેન બીજાના ઈ. સ.૫૭૧ ના દાનશાસનમાં આવેતી ‘વત્સવહક‘, સૌરાષ્‍ટ્રમાં થાન પાસેની કોઈ ‘પપ્રિમતિ‘ નદી, કતારગામના ૧૧૬ ગામોના સમૂહમાં ઉલ્લેખાયેલી ‘મદાવિ‘ (મીંઢોળા), ઘરાય વિષયમાંની ‘નેરાછ‘ નદી, શીલાદિત્ય ત્રીજાના ઈ.સ. ૬૬૬ના દાનશાસનમાં ઉલ્લેખિત ‘વંશિટકા‘ નદી તથા ઈ. સ. ૬૬૯ના દાનશાસનમાં આવતી ‘મધુમતીદ્વાર‘ પાસેની ‘મધુમતી‘ નદી, તેમજ ‘માણછજ્જિકા‘ એટલે કે ‘માલણ‘ નદી વગેરે નદીઓ ગણાવી શકાય.
આ અને એ ઉપરાંતની અન્ય નદીઓ કદાચ આજે પણ સૂકાઈ ગયેલી કે વહેતી હશે. આ નદીઓએ ગુજરાતના જીવનમાં એક જમાનામાં પોતાની જીવંત છાપ ઊભી કરેલી. આજે પણ લોકજીવનમાં એમનાં નામ ઘણે સ્થળે કોઈને કોઈ રૂપે સચવાઈ રહ્યાં છે.

ગુજરાતનું ભૂપૃષ્‍ઠ



પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા :
(1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ
(2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દ‍ક્ષિ‍ણનો ભાગ
(3) ‘સુરાષ્‍ટ્ર‘ : હાલના સૌરાષ્‍ટ્રનો દ્વિપકલ્પીય ભાગ
ભૂપૃષ્‍ઠ : ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે :
(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર
(2) ગુજરાતનાં મેદાનો
(3) સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો.


(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર :
દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો પિરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10? થી 13 કિ.મી. પહોળો પશ્ચિમ તથા દક્ષિ‍ણનો કિનારો કાદવ-કીચડવાળો છે. અહીં કેટલીક જગ્યાએ ‘લગૂન‘ની રચના થયેલી છે.
રણવિસ્તાર : કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, તેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિ.મી. છે. કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂમિભાગો આવેલા છે.
(2) ગુજરાતનાં મેદાનો :
(i) ઉત્તર ગુજરાતનું મેદાન : સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
(ii) મધ્ય ગુજરાતનું મેદાન : આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.
(iii) દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય છે.
(3) સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશ : આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો વગેરે ડુંગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દક્ષિ‍ણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.?
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો :
(i) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો : દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ‘ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ‘ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નર્મદાની દક્ષિ‍ણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષિ‍ણે સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ જિલ્લાનું સાપુતારા (960 મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
(ii) કચ્છનો ડુંગરાળ પ્રદેશ : કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂજિયો, લીલિયો વગેરે ડુંગરો છે. દક્ષિ‍ણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્યે વરાર (349 મીટર) ડુંગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ‘કંઠીના મેદાન‘ તરીકે ઓળખાય છે.?
(iii) સૌરાષ્‍ટ્રનો ડુંગરાળ પ્રદેશ : ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (437 મીટર) છે. દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ગિરનાર (1153.2 મીટર ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલિતાણા નજીક શેત્રુંજો (697.5 --? મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્‍ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્‍ટ્રમાં શેત્રુંજો ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

ગુજરાતનાં સ્થાન, સીમા અને વિસ્તાર



સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
અક્ષાંશ : 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
રેખાંશ : 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
કર્કવૃત્ત : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
કટિબંધ : રાજ્યનો મોટો ભાગ ઉષ્‍ણ કટિબંધમાં
ક્ષેત્રફળ : 1,96,024 ચોરસ કિ.મી.
ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ : 590 કિ.મી.
પૂર્વ-પશ્ચિમ પહોળાઈ : 500 કિ. મી.
સીમા : ઉત્તર સરહદે કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્‍ટ્રીય સરહદ, ઈશાન સરહદે રાજસ્થાન રાજ્ય, પૂર્વ સરહદે મધ્ય પ્રદેશ રાજ્ય, અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે મહારાષ્‍ટ્ર રાજ્ય અને પશ્ચિમ સરહદે અરબ સાગર.
દરિયાઈ સીમા : 1,600 કિ.મી.
અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત
મહાબંદર : કંડલા (મુક્ત વ્યાપારક્ષેત્ર)
મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
વિકસતાં બંદરો : વાડીનાર, પીપાવાવ, દહેજ
આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક : અમદાવાદ
અન્ય હવાઈ મથકો : રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
રેલવે માર્ગ : 5, 656 કિ. મી.
સડક માર્ગ : 72,165 કિ. મી.
ઔદ્યોગિક વસાહતો : 171

ગુજરાતની આબોહવા



ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્‍ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે.
ઋતુઓ :
(1) શિયાળો: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષિ‍ણ ગુજરાતમાં તાપમાન વધુ નીચું જતું નથી. હિમાલયમાં હિમવર્ષા થતાં સમગ્ર ગુજરાતમાં સખત ઠંડીનો અનુભવ થાય છે. ક્યારેક હિમ પણ પડે છે. ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પણ પડે છે, જેને ‘માવઠું‘ કહે છે. ગુજરાતનો શિયાળો આરોગ્યપ્ર અને ખુશનુમા હોય છે.
(2) ઉનાળો : માર્ચથી મે માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઊચું રહે છે. મે માસ સૌથી વધુ ગરમ હોય છે. દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. ઉત્તર ગુજરાતમાં ક્યારેક ‘લૂ‘ ની પરિસ્થિતિ પણ અનુભવાય છે. ગુજરાતનો ગરમ અને સૂકો હોય છે.
(3) ચોમાસું : જૂનથી સપ્‍યેમ્બરનો સમયગાળો ‘ચોમાસાની ઋતુ‘ છે. ગુજરાતમાં ઘણોખરો વરસાદ જુલાઈ અને ઑગસ્ટમાં પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અરબ સાગર પરથી આવતા વંટોળ ભારે નુકસાન કરે છે. ગુજરાતમાં મોસમી પવનો દ્વારા મળતો વરસાદ ઘણી અનિયમિતતાઓ અને અનિશ્ચિતતાઓ ધરાવતો હોવાથી કેટલીક વાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે. કોઈક વાર સતત સાતથી દસ દિવસ સુધી વરસાદ પડે છે, જેને ‘હેલી કહે છે.
ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને તેનું વિસ્તરણ :
(i) 100 સેમીથી વધુ : વલસાડ, ડાંગ, નવસારી, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાનો પૂર્વનો વિસ્તાર
(ii) 80 થી 100 સેમી સુધી : ભરૂચ અને વડોદરા જિલ્લાનો પશ્ચિમનો વિસ્તાર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા અને સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર.
(iii) 40 થી 80 સેમી સુધી : અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓનો વિસ્તાર
(iv) 40 સેમીથી ઓછો : બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જિલ્લો
(4) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ : ઑક્ટોબર-નવેમ્બરના સમય ગાળાને ‘ઋતુ પરિવર્તનનો ગાળો‘ કહે છે. ઑક્ટોબરની ગરમી લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. નવેમ્બરના છેલ્લા એક સપ્‍તાહમાં ઠંડીનો અનુભવ થાય છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક




‘ગુજરાત સાહિત્‍ય પરિષદ’ના આદ્યસ્‍થાપક શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાની સ્‍મૃતિમાં ભાષા-સાહિત્‍ય, ઇતિહાસ, કલા અને સંસ્‍કૃતિના ક્ષેત્રે શ્રેષ્‍ઠ પ્રદાન કરનારને ઇ.સ. ૧૯૨૮થી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે.

ગુજરાતની ગ્રામ વિદ્યાપીઠો


૧. લોકભારતી, સણોસરા, જિ. ભાવનગર
૨. નૂતન ગ્રામ વિદ્યાપીઠ, ગઢડા, જિ. ભાવનગર
૩. જે.પી. કુમારખા ગ્રામ વિદ્યાપીઠ, ગઢડા, જિ. ભાવનગર
૪. સાબરગ્રામ વિદ્યાપીઠ, સનોસણ, જિ. બનાસકાંઠા
૫. લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ, રતનપુર , જિ. બનાસકાંઠા
૬. બનાસગ્રામ વિદ્યાપીઠ, અમીરગઢ, જિ. બનાસકાંઠા
૭. નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ, મડાણા ગઢ, જિ. બનાસકાંઠા
૮. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ, ચિત્રાસણી, જિ. બનાસકાંઠા
૯. સરસ્‍વતી વિદ્યાપીઠ, સમોડા, ગુણવાડા – ૩૮૪૧૩૦
૧૦. મંગળ ભારતી, ગોલગામડી, જિ. વડોદરા
૧૧. સમાજસેવા મહાવિદ્યાલય, વેડાછી, જિ. સુરત
૧૨. ઇ.ખો. ચાવડાગ્રામ વિદ્યાપીઠ, કુહાનવાડી, જિ. ખેડા
૧૩. શ્રી પીઠેશ્ર્વરી કૃષિગ્રામ વિદ્યાપીઠ, પીઠાઇ, જિ. ખેડા
૧૪ રંગભારતી વિદ્યાપીઠ, વાસણા મારગિયા, જિ. ખેડા
૧૫. ગ્રામસેવા મંદિર મહિલા વિદ્યાપીઠ, નારદીપુર, જિ. ગાંધીનગર
૧૬. પીપલ્‍સ વેલ્‍ફેર સોસાયટી, કુમિયાણી આશ્રમ, કુમિયાણી – ૩૬૦૪૪૦
૧૭. વનસેવા મહાવિદ્યાલય, બીલપુડી, જિ. વલસાડ
૧૮. બા. મો. શાહ ગ્રામ વિદ્યાપીઠ, ઝીલીઆ, જિ. મહેસાણા
૧૯. ભારત સરસ્‍વતી મંદિર સંસદ, ગ્રામ વિદ્યાપીઠ મહાવિદ્યાલય, શારદાગ્રામ, જિ. જૂનાગઢ
૨૦. આનંદ ગ્રામ ભારતી વિદ્યાપીઠ, હિલોલ – ૩૮૫૨૩૦૮
૨૧. અમરભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ, મોટી પાવઠી, જિ. અમદાવાદ
૨૨. ગ્રામસેવા મહાવિદ્યાલય, અમરાપુર – ૩૮૨૭૨૧


ગુજરાતી સાહિત્‍યના ગ્રંથભંડારો
૧. લા.દ. ભારતીય સંસ્‍કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ
૨. ભો. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ
૩. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૪. પંડિત રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ
૫. શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, પગથિયાંની પોળ, અમદાવાદ
૬. શ્રી વિજયને‍મિસૂરી જ્ઞાનભંડાર, પાંજરાપોળ ઉપાશ્રય, અમદાવાદ
૭. પ્રાચ્‍ય વિદ્યામંદિર, વડોદરા
૮. શ્રી મુકિતકમલ મોહન જ્ઞાનભંડાર, કોઠીની પોળ, વડોદરા
૯. શ્રી મહાવીર જૈન આરાધના કેન્‍દ્ર, કોબા
૧૦. ગુજરાતી ભાષાભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૧૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત
૧૨. જૈન આનંદ પુસ્‍તકાલય ગ્રંથભંડાર, સુરત
૧૩. ઇન્‍ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ,શારદાપીઠ (દ્વારકા)
૧૪. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, પંચાસરાની પાસે, પાટણ
૧૫. વિમલગચ્‍છ જૈન ગ્રંથભંડાર, ભાભાનો પાડો, પાટણ
૧૬. મુકતાબાઇ જૈન જ્ઞાનમંદિર, શ્રીમાળી વંડો, ડભોઇ

ગુજરાતનાં લોકનૃત્‍ય




ગુજરાતનાં લોકનૃત્‍ય
(૧) ગરબો : ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.
(૨) રાસ : હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે.
(૩) હાલીનૃત્‍ય : હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
(૪) ભીલનૃત્‍ય : પંચમહાલનાં ભીલનૃત્‍યો પૈકી યુદ્ઘનૃત્‍ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્‍ય પુરુષો કરે છે. ઉન્‍માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્‍ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્‍ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્‍ય કરે છે.
(૫) દાંડિયા રાસ : દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ઘ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્‍પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.
(૬) ગોફગૂંથણ : રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્‍છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્‍ય કરવામાં આવે છે. આ નૃત્‍યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્‍ય છે. આ નૃત્‍યમાં પુરુષો ભાગ લે છે.
(૭) ટિપ્‍પણી નૃત્‍ય : આ નૃત્‍ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્‍પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ઘ નૃત્‍ય કરે છે.
(૮) પઢારોનું નૃત્‍ય : નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્‍ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્‍યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્‍ય સાથે એકતારો, તબલાં, બગલિયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.
(૯) માંડવી અને જાગનૃત્‍ય : ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્‍થળોએ તથા અમદાવાદમાં ઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્‍ય કરે છે. એક બહેન ગવરાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્‍ય કરે છે.
(૧૦) રૂમાલનૃત્‍ય : મહેસાણા જિલ્‍લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્‍ય કરતા હોય છે. ઘોડા કે અન્‍ય પશુનું મહોરું પહેરીને પણ આ નૃત્‍ય કરાય છે.
(૧૧) હમચી કે હીંચનૃત્‍ય : સીમંત, લગ્‍ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાની સ્તુતિ કરતાં હમચી ખૂંદે છે કે હીંચ લે છે.
(૧૨) રાસડા : રાસડામાં લોકસંગીત મુખ્‍ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્‍ત્રી-પરુષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્‍ય છે.
(૧૩) કોળી નૃત્‍ય : કોળી સૌરાષ્‍ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્‍યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી સ્‍ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી સ્‍ત્રીને જોવી એ એક લહાવો છે.
(૧૪) મેરનૃત્‍ય : મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્‍યમાં આગવું સ્‍વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્‍ન ગંભીર છટા ઊભી કરે છે.
(૧૫) સીદીઓનું ધમાલનૃત્‍ય : જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્‍છનો ઝુડો ફેરવતો જાય છે.
(૧૬) મેરાયો : આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્‍ય જોનારને હ્રદય થંભી જતું હોય એમ લાગે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
(૧૭) ડાંગીનૃત્‍ય : ડાંગ જિલ્‍લાના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્ન ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્ર

મુખ્‍ય સાહિત્‍ય સંસ્‍થાઓ


મુખ્‍ય સાહિત્‍ય સંસ્‍થાઓ
(૧) ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) : આ સંસ્‍થાની સ્‍થાપના ૨૬ ડિસેમ્‍બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્‍થાએ ‘વરતમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્‍થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્‍તારમાં આવેલું આ પુસ્‍તકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્‍યાત છે.� ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ નું પછી ‘ગુજરાત વિદ્યાસભા’માં રૂપાંતર થયું. આ સંસ્‍થાએ લગભગ એક હજાર પુસ્‍તકોનું પ્રકાશન કરીને સાહિત્‍યવિકાસમાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે.
(૨) ગુજરાત સાહિત્‍ય સભા : ગુજરાતી ભાષા, સાહિત્‍ય અને સંશોધનને ઉત્તેજન આપવા માટે ઇ.સ. ૧૯૦૪માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં ‘ગુજરાત સાહિત્‍ય સભા’ ની સ્‍થાપના કરી. ગુજરાતી સાહિત્‍યનો વિસ્‍તાર કરવા અને તેને લોકપ્રીય બનાવવા વિવિધ પ્રવૃતિઓ શરૂ કરી. ઇ.સ. ૧૯૨૯ના રજત જયંતી વર્ષની ગુજરાતની અસ્મિતાને પોતાના કાર્ય અને કૃતિ દ્વારા પ્રગટ કરતા સાહિત્‍ય સર્જક કે કલાકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી પુરસ્‍કૃત કરવાનો નિર્ણય લેવાયો.
(૩) ગુજરાતી સાહિત્‍ય પરિષદ : સમસ્‍ત ગુજરાતી ભાષી પ્રજાને સાહિત્‍ય અને વિદ્યાના રસથી આંદોલિત કરી એને સાહિત્‍ય પ્રીત્‍યર્થે એકત્રીત કરવામાં ગુજરાતી સાહિત્‍ય પરિષદે મહત્‍વનો ફાળો આપ્‍યો છે. વિશાળ સંમેલનો, કલા સાહિત્‍ય, પુરાતત્‍વનાં પ્રદર્શનો, વ્‍યાખ્‍યાનો, કવિ સંમેલનો, નાટયપ્રયોગો અને લોકસંગીતના કાર્યક્રમો દ્વારા પરિષદે નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરી, સાહિત્યિક પ્રવૃતિનાં પાસાંને પલ્‍લવિત કર્યાં છે. આ ઉપરાંત પરિષદ સાહિત્‍ય પ્રવૃતિને પ્રેરણા આપતું સામયિક ‘પરબ’ પણ ચલાવે છે.
(૪) પ્રેમાનંદ સાહિત્‍ય સભા : ગુજરાતી ભાષા સાહિત્‍યના વિકાસ અને ઉન્‍નતિના ઉદ્દેશથી વડોદરામાં ઇ.સ. ૧૯૧૬માં ‘વડોદરા સાહિત્‍ય સભા’ ની સ્‍થાપના થઇ, જેણે ઇ.સ. ૧૯૪૪માં ‘પ્રેમાનંદ સાહિત્‍ય સભા’ નામ ધારણ કર્યું. સાહિત્‍યોપયોગી જ્ઞાનવર્ધક વ્‍યાખ્‍યાનો, સાહિત્યિક ગ્રંથોનું પ્રકાશન તેમજ સાહિત્‍યકારોની જયંતિઓની ઉજવણી આ સંસ્‍થા કરે છે.
(૫) નર્મદ સાહિત્‍ય સભા : ઇ.સ. ૧૯૨૩માં સુરતમાં ‘ગુજરાતી સાહિત્‍ય મંડળ’ ની સ્‍થાપના થઇ. ઇ.સ. ૧૯૩૯માં તેની સાથે નર્મદનું નામ સંકળાતા તે ‘નર્મદ સાહિત્‍ય સભા’ બની. આ સંસ્‍થાએ મહોત્‍સવ, સમારોહ જેવા કાર્યક્રમો અને ઉત્‍સવો યોજી ગુજરાતી સાહિત્‍ય અને કલાની આરાધના કરી છે. આ સંસ્‍થા ઇ.સ. ૧૯૪૦ થી ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરે છે.
(૬) ફાર્બસ ગુજરાતી સભા : ગુજરાતી ભાષાનાં પ્રાચીન હસ્‍તલિખિત પુસ્‍તકોના સંગ્રહના આશયથી ઇ.સ. ૧૮૬૫માં આ સંસ્‍થા સ્‍થપાઇ હતી. આ સંસ્‍થાને ધર્મ, સાહિત્‍ય, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ૭૫ જેટલાં પ્રકાશનો પ્રસિદ્ઘ કર્યાં છે. સંસ્‍થાને ઇ.સ. ૧૯૩૨થી પોતાના મુખપત્ર ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસીક પત્રનું પ્રકાશન� શરૂ કર્યું હતું, જે આજે પણ પ્રગટ થાય છે.
(૭) ગુજરાત સાહિત્‍ય અકાદમી : ગુજરાત રાજય સંચાલિત ‘ગુજરાત સાહિત્‍ય અકાદમી’ ની સ્‍થાપના ઇ.સ. ૧૯૮૨માં થઇ. વર્ષ દરમિયાન પ્રગટ થયેલી કૃતિઓમાંથી સારી કૃતિને અકાદમી પુરસ્‍કાર આપે છે અને સર્જકોનું બહુમાન કરે છે. આ ઉપરાંત સાહિત્‍ય સર્જન તથા સંશોધન માટે ફૅલોશિપ, પરિસંવાદ, કાર્યશિબિર, ગ્રંથપ્રકાશન વગેરે પ્રવૃતિઓ કરે છે. સંસ્‍થાનું મુખપત્ર ‘શબ્‍દસૃષ્ટિ’ નિયમિત પ્રગટ થાય છે.

મહાગુજરાત આંદોલન

મહાગુજરાત આંદોલન
ગુજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને વિચારીએ તો,  ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.
જૂના દ્વિભાષી રાજ્ય મુંબઇમાં મોરારજી દેસાઇએ ત્રણ ભૌગોલિક એકમ સૂચવ્યાઃ ગુજરાતી ભાષીઓનું કચ્છ-કાઠિયાવાડ સહિતનું ગુજરાત, મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર અને મુંબઇ શહેર. કેટલાક ધનિકોને બાદ કરતાં, મુંબઇને ગુજરાતમાં લેવું જોઇએ એવી વ્યાપક માગણી કે લાગણી ન હતાં.  એ રીતે અલગ ગુજરાત માટેની લડાઇ પ્રમાણમાં સ્પષ્ટ અને લાંબી દલીલબાજી વિનાની હતી, પણ મરાઠીભાષીઓની લડાઇ વધારે અટપટી હતી. તેમને ફક્ત મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર જ નહીં, મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર મેળવવાનું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, મુખ્ય સવાલ મહાગુજરાતનું અસ્તિત્ત્વ સ્વીકારવાનો નહીં, પણ મુંબઇ સહિતના મહારાષ્ટ્રને માન્યતા આપવાનો  હતો. તેને માન્યતા મળે તો ગુજરાત આપમેળે અલગ પડી જતું હતું. હકીકતે અલગ ગુજરાત, અલગ મહારાષ્ટ્ર અને અલગ મુંબઇનું અસ્તિત્ત્વ સ્વીકારતો કાયદો પણ ૧૯૫૬માં સંસદમાં પસાર થઇ ચૂક્યો હતો અને અમદાવાદમાં ગુજરાતનું પાટનગર તથા સચિવાલય બનાવવા માટે મુંબઇથી પ્રધાનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. લોહી રેડ્યા વિના અલગ ગુજરાત મળી ગયાનો આનંદોત્સાહ ગુજરાતમાં ફેલાયો હતો.
પછી શું થયું અને ત્યાર પહેલાં શું થયું હતું- અલગ ગુજરાતની ચળવળનાં મૂળીયાં ક્યાં હતાં અને તેમાંથી મહાગુજરાતના આંદોલનનું વટવૃક્ષ કેવી રીતે ફાલ્યું, તેની વાત માંડતાં પહેલાં આખા આંદોલનની કેટલીક વિશિષ્ટતાઓ અને ઐતિહાસિક વક્રતાઓ  જોઇ લેવા જેવી છે.
૧) ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં રહ્યા. ૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો, પણ ૧૯૫૬માં ઉત્તર પ્રદેશના કોંગ્રેસી રાજ્યપાલ મુનશીએ મુંબઇ પણ ગુજરાતમાં હોવું જોઇએ એવી અવ્યવહારૂ લાગણીથી દોરાઇને, છેક ૧૯૫૨માં મુંબઇ વગરનું ગુજરાત માગતી ‘મહાગુજરાત જનતા પરિષદ’નો વિરોધ કર્યો.
૨) અમદાવાદમાં લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું ‘ભાઇકાકા ભવન’ જેમના નામે છે તે ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા છે, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાતના નાયક ઈંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યું છે કે ‘મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી તે છેવટે સન ૧૯૬૦માં ગુજરાતના જુદા રાજ્યની સ્થાપના થઇ ત્યાં સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા.’ મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી.
૩) મહાગુજરાતની માગણીને છેક ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદે ઠરાવ દ્વારા ટેકો આપ્યો હતો. મોરારજી દેસાઇએ ડાંગની ભાષા મરાઠી હોવાનું જાહેર કર્યું ત્યારે પણ ગુજરાત સાહિત્ય સભાએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પ્રખર ગાયક પંડિત ઓમકારનાથે પણ પોતાના બુલંદ અવાજે આ નિર્ણયનો વિરોધ કર્યો.
૪) અસલી લડાઇ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્રની હતી. પણ કોંગ્રેસી કેન્દ્ર સરકારે ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એવા ત્રણ ભાગ પાડતાં મરાઠીભાષીઓને એવું લાગ્યું કે ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ પાડવામાં આવ્યું છે. એટલે મરાઠીઓએ મુંબઇના ગુજરાતીઓ પર હુમલા કર્યા અને તોફાનો દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકો ‘મહારાષ્ટ્રના શહીદ’ તરીકે ઓળખાયા.
૫) ૮ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ મહાગુજરાત માટેના દેખાવો દરમિયાન પોલીસ ગોળીબારમાં વિદ્યાર્થીઓ માર્યા ગયા, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઘટના વિશે અજાણ હતા. મહેમદાવાદ નજીક નેનપુર ગામે રહેતા ઇન્દુલાલે લખ્યું છે કે ‘નેનપુર સ્ટેશને જઇને ગુજરાત સમાચાર વાંચ્યું ત્યારે જ મને અમદાવાદના ભયંકર ગોળીબારની ખબર પડી.’ પણ અમદાવાદ પહોંચીને, વિનોદ કિનારીવાલાની ખાંભી આગળ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી જાહેર સભામાં તેમણે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી કે ‘મહાગુજરાત ન સ્થપાય, ત્યાં સુધી આપણે જંપીને બેસીશું નહીં.’
૬) ગુજરાતમાં સામ્યવાદી કે સમાજવાદી પક્ષો કદી ધબકતા હશે એવી આજે તો કલ્પના પણ ન આવે. છતાં, મહાગુજરાતના આંદોલન વખતે કેન્દ્રમાં સરકાર ધરાવતી કોંગ્રેસ વિલનની ભૂમિકામાં હતી, ત્યારે સામ્યવાદીઓ અને સમાજવાદીઓ સહિત તમામ રાજકીય રંગ ધરાવતા બિનકોંગ્રેસી લોકો મહાગુજરાતની તરફેણમાં રહ્યા.
૭) મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસના પ્રધાન તરીકે અમદાવાદમાં રહેતા બાબુભાઇ જશભાઇ પટેલને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેમના બંગલામાં ધૂસી જઇને લોકોએ તોડફોડ કરી હતી. આગળ જતાં બાબુભાઇ બે વાર ગુજરાતના બિનકોંગ્રેસી મુખ્ય પ્રધાન બન્યા!  એક વખત તેમના પક્ષનું નામ હતું ‘જનતા મોરચો’ અને બીજી વખત નામ હતું ‘જનતા પક્ષ’!
મહાગુજરાતના હેતુ માટે મોરારજી દેસાઇ સામે મોરચા માંડવા ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા નેતાઓએ ‘જનતા પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. વર્ષો પછી મોરારજી દેસાઇ બિનકોંગ્રેસી ‘જનતા પક્ષ’ના વડાપ્રધાન બન્યા!
૮) બીજા નેતાઓની સાથે જયંતિ દલાલ અને હરિહર ખંભોળજાની મહાગુજરાત આંદોલન વખતે ધરપકડ થઇ હતી. તેમને યરવડા જેલમાં રખાયા હતા. બન્ને નેતાઓએ યરવડા જેલમાંથી ૧૯૫૭ની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું. ત્યાર પછી તેમને છોડી મુકવામાં આવ્યા. ચૂંટણીમાં જયંતિ દલાલ જીત્યા અને હરિહર ખંભોળજાનો પરાજય થયો. મહાગુજરાત પછીના રાજકીય પ્રવાહોમાં ખંભોળજા કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસી મંત્રી બન્યા.
૯) મહાગુજરાતના નાયકોમાં સ્થાન પામતા પ્રબોધ રાવળ આંદોલન શરૂ થયાના એકાદ વર્ષમાં જ ‘જનતા પરિષદ’થી વિમુખ થઇ ગયા હતા. અલગ ગુજરાત મેળવવાના આશયથી રચાયેલી જનતા પરિષદ બિનરાજકીય સંસ્થા હતી. તેની સાથે સંકળાયેલા પ્રબોધ રાવળ અમદાવાદના ભૂતપૂર્વ મેયર ચીનુભાઇ શેઠના ‘નાગરિક પક્ષ’ના સભ્ય હતા.
ચીનુભાઇ ફક્ત અલગ ગુજરાત પર અટકવાને બદલે ત્રણ રાજ્યો- ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર-ની ફોર્મ્યુલાનું સમર્થન કરતા હતા. સ્થાનિક ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને જનતા પરિષદને નાગરિક પક્ષના ઉમેદવારોને ટેકો કર્યો. પણ ચૂંટણી જીત્યા પછી ચીનુભાઇ શેઠનું વલણ બદલાયું નહીં અને નાગરિક પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ત્રણ રાજ્યનો ઠરાવ પસાર કર્યો. તેનાથી જનતા પરિષદના હાર્દનો ભંગ થતો હતો. એટલે પરિષદ સાથે સંકળાયેલા નાગરિક પક્ષના કેટલાક સભ્યોએ પરિષદમાંથી રાજીનામાં આપ્યાં. ત્રણ રાજ્યોની યોજનાને ટેકો આપનાર પ્રબોધ  રાવળે જનતા પરિષદમાંથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો. એ વિશે ઇન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે,‘બીજાની જેમ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઠરાવ ચર્ચાયો ત્યારે તેમણે જરા ગરમ થઇને પોતાના વર્તનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે વ્યર્થ નીવડ્યો અને પોતાની કામગીરી પૂરી થયેલી સમજીને તેમણે પરિષદના કાર્યાલયમાં આવવાનું બંધ કર્યું.’
૧૦) મહાગુજરાતનું આંદોલન આખા ગુજરાત માટે હતું. છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ જેવાં, અંગ્રેજોના રાજ્યમાં અલગ રહેલાં એકમોમાં આ આંદોલનનો પ્રભાવ અને તેની અસર અત્યંત મર્યાદિત રહ્યાં.

gujarat in gk


ગુજરાતની વિવિધા
* ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ?
- ગુર્જર જાતિ પરથી
* ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર
- અરબી સમુદ્ર
* ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?
- ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
* ગુજરાતમાં કયા ર્મના લોકોની વસ્‍તી વધારે છે ?
- હિન્‍દુ
* ડાંગ શબ્‍દનો અર્થ શું ?
- જંગલ
* નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ?
- ચાંદોદ
* અમદાવાદની સ્‍થાપના કોણે, ક્યારે કરી હતી ?
- ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
* બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ?
- સરદાર વલ્‍લભભાઈ પટેલ
* માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ?
- હઠીસિંહ મંદિર
* અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
- પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
* સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ?
- ઈલાબહેન ભટ્ટે, 1972માં
* અક્ષરધામ શું છે ?
- ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.
* ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ?
- હીરા ઘસવાના ઉદ્યોગ
* ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ?
- પાટણ
* આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ?
- મંથન
* ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ?
- ડો. વી. કુરિયન
* ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ?
- સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
* ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ?
- ભાવનગર
* ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
* કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ?
- મેહમૂદ ગઝનવી
* આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ?
- ગિરની તળેટીમાં
* સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્‍ટ્રમાં કયાં મળી આવ્‍યા છે ?
- ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્‍ચે આવેલા વિસ્‍તારમાં
* ‘‘વૈષ્‍ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ?
- નરસિંહ મેહતા
* પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ?
- કીર્તિમંદિર
* જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ?
- બાલા હનુમાન
* વિસ્‍તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્‍લો કયો છે ?
- કચ્‍છ
* ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ?
- મધ્‍યપ્રદેશ
* ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
- ગિરનાર
* ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
- સાપુતારા
* ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ?
- પાકિસ્‍તાન
* ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ?
- કર્કવૃત
* ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ?
- મગફળી અને કપાસ
* ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ?
- કાંકરેજ,ગીર અને ડાંગી
* ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ?
- મહેસાણી,સુરતી અને જાફરાબાદી
* ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ?
- પાટણવાડી અને મારવાડી
* ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ?
- સુરતી અને ઝાલાવાડી
* ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ?
- જામનગર પાસેથી
* ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ?
- દસ ટકા
* કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ?
- ઘુડખર નામના
* ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ?
- સુરત અને વલસાડ
* ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ?
- ખેડા અને આણંદ
* ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ?
- ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
* ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં   વિકસ્‍યો છે ?
- આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
* ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ?
- રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
* ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ?
- ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
* ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે?
- વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
* ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ?
- જૂનાગઢ જિલ્‍લામાં
* ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ?
- વડોદરા જિલ્‍લામાં (ભરૂચ અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ  ઉત્તમ પ્રકારના કપાસના ઉત્‍પાદન માટે જાણીતો છે.)
* ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ?
- ખેડા જિલ્‍લામાં (અહીંનો ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.)
* ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?
- દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
* ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ?
- બાજરી
* ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ?
- ખેડા
* ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ?
- ગાંધીનગર
* ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ?
- ખેડા જિલ્‍લામાં
* ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ?
- સિંગખોળ અને મીઠું
* ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ?
- સિદ્ધપુરમાં (મુક્તિધામ)

21 May 2015

ગુજરાતમાં ત્રણ શક્તિપીઠ

����������
�����.������

➡૧. અંબાજી શક્તિપીઠ :

ગુજરાતની ઉત્તરમાં આવેલા અરાવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે.તેમા આરાશુરનુ શિખર છે.એવુ કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા
    આરાસુર નો સંહાર કર્યો હતો.આરાસુર ઉપરાંત માએ મહીષાસુર,ધુમ્રલોચન, અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો.અહીં અખંડ ઘી નો દીવો આજે પણ બળે છે.આ મંદીરનો વિસ્તાર ચાચર
    ચોકના નામથી પણ ઓળખાય છે.આ મંદીરમાં પગ મુકતા મનની મલીનતા દુર થઈ જાય છે એવુ કહેવાય છે.આ શક્તિપીઠમાં બાળક્રૃષ્ણની બાબરી ઉતારવાનો સંસ્કારવિધી થયેલી
    એવુ પુરાણોમાં લખેલુ છે.આમ આ શક્તિપીઠ શ્રીક્રુષ્ણના ચરણસ્પર્શ થી પણ પાવન થયેલી છે.ગબ્બર પર્વત ના આરાશુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરી ને પડ્યો હતો.
     એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે.ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે.

➡૨. પાવાગઢ શક્તિપીઠ :

અરવલ્લિની ગીરીમાળા ઉત્તરથી શરુ થઈ દક્ષિણ ગુજરાત સુધી છે.પૂર્વ ગુજરાત માં પાવાગઢ આવેલો છે.એક લોકવાયકા મુજબ આ ડુંગર જેટલો બહાર છે તેનાથી
ત્રણ ગણો જમીનમાં અંદર છે.એટલે એનુ નામ પાવાગઢ પડ્યુ છે.શંકુ આકાર ધરાવતા આ ડુંગર પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળિ અહીં પડી હતી.અહીંયા
     જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે.મંદીરમાં ગર્ભગ્રુહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે.બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે.આ મહાકાળી      સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.રક્તબીજને એવુ વરદાન હતુકે તેના લોહીના દરેક બિંદુ માથી તેન જેવાજ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય.મહાકાળીમાએ હાથમા ખપ્પર
     ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પ્રુથ્વી પર્ ના પડ્વા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો.આ ઉપરાંત્ માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો.
     પાવાગઢ માથી વિશ્વામીત્ર નામનુ ઝરણૂ નીકળે છે.જે આગળ જઈને વિશ્વામીત્ર નદી બને છે.

➡૩. બહુચરાજી શક્તિપીઠ
: ગુજરાતની મધ્ય ઉત્ત્તરે આવેલો પ્રદેશ ચુવાળ પંથક તરીકે જાણીતો છે.અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો.આથી આ સ્થળ
બાળા (બહુલા નુ ટૂકૂ રુપ) ત્રિપુરા સુંદરી નૂ પ્રસ્થાપન થયુ. આજે આ સ્થળ બહુચરાજી ના નામે ઓળખાય છે.આપના પુરાણો માં પૌરષત્વ આપનારી શક્તિ તરિકે માતા બહુચરા નો ઉલ્લેખ છે.������������

11 May 2015

પ્રથમ ગુજરાતી 

અનાથાશ્રમના  cસ્થાપક : મહીપતરામ રૂપરામ 1892


અંધશાળાના સ્થાપક :  નીલકંઠરાય છત્રપતિ 1894


ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક :  રણજિતરામ મેહ્તા 1905


છાપખાનું કાઢનાર :  ફુર્દુનજી મર્જબાન - મુંબઈ 1872

દુર્ગારામ મહેતાજી - સુરતમાં 1842

વડાપ્રધાન : મોરારજીભાઈ દેસાઈ  1977


નાયબ વડાપ્રધાન :  સરદાર પટેલ  1947


મુખ્યપ્રધાન (મંત્રી ): ડૉ . જીવરાજ મેહ્તા  1960

મુખ્ય પ્રધાન (મહિલા ):   ઇદુમતીબહેન ચી . શેઠ  1962

મહિલા સ્નાતક :  વિધાબહેન નીલકંઠ , શારદાબહેન મેહ્તા 1901


કાપડની મિલ :  રણછોડલાલ રેંટિયાવા ળા  1861


મેગસેસે અવોર્ડ :  ઈલાબેન ભટ્ટ 1977


રાજયપાલ :  મંગલદાસ પક્વાસા 1947


લોકસભાના અધ્યક્ષ :  દાદા માવળકર 1947


સર્વોચ્ચ ન્યાયમૂર્તિ :  શ્રી હરીલાલ કણિયા 1950


જ્ઞાનપીઠ અવૉર્ડ :  શ્રી ઉમાશંકર જોશી 1967


સોલિસીટર જનરલ : કિરીટ રાવલ 2002

07 May 2015

૧.      ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઇ?
    -  ૧ મેં ૧૯૬૦    
   
૨.      ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?
    -  રવિશંકર મહારાજ

૩.      ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
    -  ડો. જીવરામ મહેતા

૪.      ગુજરાતમાં પ્રથમ સ્ત્રી – પ્રધાન કોણ હતું?
    -  ઇન્દુમતીબેન શેઠ

૫.      ગુજરાતના કયા મુખ્યમંત્રીનો શાસનકાળ સૌથી ઓછો છે?
    -  દિલીપભાઈ પરીખ

૬.      ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું?
    -  બળવંતરાય મહેતા

૭.      ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
    -  પાકિસ્તાન

૮.      ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
    -  વિદ્યાગૌરી નીલકંઠ

૯.      ગુજરાત રાજયની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું?
    -  અમદાવાદ

૧૦.    ગુજરાતનું પાટનગર હાલમાં કયું છે?
    -  ગાંધીનગર

૧૧.    ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે?
    -  પશ્ચિમ

૧૨.    કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા?
    -  અરવિંદ ઘોષ

૧૩.    ગુજરાત રાજ્યનું ઉત્તર-દક્ષિણ અંતર કેટલું છે?
    -  ૫૯૦ કિમી

૧૪.    ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે?
    -  અમદાવાદ

૧૫.    ગુજરાત રાજયમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે?
    -  દાહોદ

૧૬.    ભારતના કયા રાજયમાં સૌથી વધુ દરીયાકીનારો આવેલો છે?
    -  ગુજરાત

૧૭.    ગુજરાત ભૂમિમાર્ગ અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે?
    -  ૩

૧૮.    ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કોને કરી?
    -  શંકરસિંહ વાઘેલા

૧૯.    ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે?
    -  અમદાવાદ

૨૦.    ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે?
    -  ૧૯૬૦૨૪ ચો.કિમી

૨૧.    ગુજરાતનો અશોક એટલે કોણ?
    -  કુમારપાળ

૨૨.    મહાગુજરાતની ચળવળના પ્રણેતા કોણ હતું?
    -  ઇન્દુલાલ યાજ્ઞિક

૨૩.    જય જય ગરવી ગુજરાત – કાવ્ય રચના કોની છે?
    -  કવિ નર્મદ

૨૪.    હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો?
    -  ઈ.સ.પૂર્વે ૨૪૦૦ માં

૨૫.    ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટેનું જાણીતું સ્થળ કયું છે?
    -  સિદ્ધપુર

04 May 2015

અમદાવાદ શહેર :- Ahmedabad History

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે 70,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું, અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરિકે ઓળખવામાં આવતું હતું.

ahmedabad ahmedshah bad shah e vesav you che..


પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદી થી વસે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ થી ઓળખાતું.

એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળ દ્વારા કરવામાં આવ્યું અને ૧૪૧૧માં કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો, અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે " જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા".
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.

ઈ.સ. ૧૫૫૩ માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થાય ગયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-મગતું ઓદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહાલ બનાવડાવ્યું. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.

સન્ ૧૪૧૧ માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ 'અહમદાબાદ' તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદ્ભવ થયો કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા".

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું 'માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦ થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.
આગામી વર્ષૉમાં સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજનાથી શહેરની રોનક બદલાશે તથા આ જિલામાં હાલમા બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ ગયેલ છે. જેને લીધે શહેરમા રોનક આવી ગઇ છે.
નાના મોટા ધન્ધા ને લિધે અમદાવાદ એક માર્કેટ સમાન બની ગયુ છે.


અમદાવાદ બી.આર.ટી.એસ

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે. આ સેવાનો પેહલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ અક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.

મહત્વ

સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.

મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.

ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.

કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.

ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્‍મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.

અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી(દિલ્હી), કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.

જોવાલાયક સ્થળો

ગાંધી આશ્રમ

સાબરમતી આશ્રમ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.
ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનુ રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ સાબરમતી આશ્રમ કે હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ ગાંધી આશ્રમની મુલકત લે છે.અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.


સરદાર પટેલ સ્મારક ભવન

સરદાર પટેલ સ્મારક ભવન એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમર્પિત છે.તે મોતી શાહી મહેલ ,શાહીબાગ, અમદાવાદ, ગુજરાત માં સ્થિત થયેલ છે.આ મોતી શાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાયેલ છે.સરદાર ઓપન એર થીયેટરમાં પ્રસંગે બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે.ત્યાં મહેલની સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા છે.
કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન ઐબકે બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું. આ તળાવનો પરિઘ આશરે ૨.૩ કિલોમીટર છે. આ તળાવમાં પહેલા પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા પણ હતી જે સમયની સાથે નાશ પામી છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો ઉર્દુમાં અર્થ સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે.

રૂ. ૩૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૮ તારીખે યોજવામાં આવ્યો હતો. કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો જેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું.

અટલ એક્સપ્રેસ

અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે તે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ ટ્રેન તળાવની ફરતે ૪.૫ કિલોમીટર ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા.

હઠીસિંહનાં દેરા

હઠીસિંહનાં દેરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના એક સમયના રાજધાની શહેર અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.

સાયન્સ સીટી

સરખેજ ગાંધીનગર હાઈવેની પાછળ આવેલું, સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં સાયન્યસીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા, અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.

તાજેતરમાં 3ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન અને સ્ટીમ્યુલેશન રાઈડો ઉમેરાઈ છે. ઉદ્યાન બપોરના ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.


અડાલજની વાવ

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

સ્થાપત્ય

આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે "જયા" પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલ આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલ કૂવાની ઊંડાઇ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે
 ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.
શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

ધાર્મિક મહત્વ

ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું [[ગણેશ|ગણેશજી]નું શિલ્પ દેખાય છે, જે પવિત્રયાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.


સીદીસૈયદની જાળી

સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.[૧]


સીદી સૈયદની મસ્જીદ
આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે.અને ત્યા બીજી જાળી પણ આવેલી છે,એ પણ એટલી સુંદર અને રમણીય છે. આવી કુલ ૪ જાળીઓ છે. ત્યા આજુબાજુ સરસ બગીચો છે.હોટેલો પણ નજીકમાં ઉપ્લબ્ધ છે.બાજુમા લોકલ બસનુ મેઇન સ્ટેશન છે, જ્યાંથી અમદાવાદના કોઇ પણ ખુણે આસાનીથી જઇ શકાય છે.
પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે તે સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.
સીદી સઈદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩માં બનાવાયેલી સીદી સઈદની જાળી સહૃદયતાના પ્રતીકસમાન હતી. આ જાળી સીદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ શીદી સઈદની જાળી છે.
ચોરસ રેતિયા પથ્થર પર જુદી જુદી કોરતણી કરી જિગસો પઝલની જેમ ગોઠવી અદ્ભુત કોતરણીકામ ઊભું કરવું કેટલું મુશ્કેલ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે. સૂક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ આ જાળી દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં ઉતરે એમ છે. ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે આ જાળીમાંથી ચળાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે.
રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજસુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગૂંથણી એટલી સફાઈદાર અને નાજુક છે કે નજર પણ અટવાઈ જાય. [૨] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.
એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સીદી સઈદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યોતે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે.
જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઊભા રહીને થોડીવાર સુધી તેને જોતાં તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સોંદર્ય ધરાવે છે.
[ફેરફાર કરો]ત્રીજી જાળી હોવાની માન્યતાઓ
સીદી સઈદની જાળીમાં બે કલાત્મક કોતરણીવાળી જાળી છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવાય છે. જેને અંગ્રેજો તેમના સમયે બ્રિટન લઈ ગયા હતા તેમ કહેવાય છે. એક વાત એવી પણ છે કે ન્યૂયોર્કમાં એક જાળી લઈ જવાઈ છે. જો કે સાચી વાત એ છે કે સીદી સૈયદની મસ્જિદનું કેટલુંક કામ તેમાં પણ મિનારા અને કમાનો અધૂરાં બનાવાયા હોય તેવું લાગે છે.
તે પાછળનું કારણ એવું છે કે, સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે.અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. અમદાવાદમાં અનેક જૂનાં સ્મારકો છે. માણેક બુરજ, રાણીનો હજીરો, ઝૂલતા મિનારા જેવી અનેક પુરાતત્ત્વીય ઇમારતો છે, પરંતુ તેમાં કલાત્મક રીતે ફકત સીદી સઈદની જાળી જ વિખ્યાત છે. આટલાં વર્ષ સુધી મૂળ સ્વરૂપમાં ટકી રહી છે તે પણ કદાચ એક મહત્ત્વનું કારણ છે.સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે સીદી સઈદે આ જાળી બનાવડાવી હતી. તેનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો તે પણ વિધિની વક્રતા છે.

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ (સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં. સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતા ગુજરાતને આવી કલાત્મક કોતરણીવાળી જાળી મળી. જે તેના નામે જ પ્રચલિત બની. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શકય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સાંધીને બનાવાઈ છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષોપૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકતિ બનાવાઈ હતી.આશ્વર્યની વાત એ પણ છે કે, તે સમયે એવું કયું ગુંદર કે એડ્હેસિવ હતું જેના ઉપયોગના કારણે આટલાં વષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા છતાં તેને ઉની આંચ આવી નથી. જાળી નાનકડો બગીચો તેમાં કંડારી દીધો હોય તેટલી હદે કલાત્મક અને આબેહૂબ લાગે છે. તેમાં ખજૂર કે નાળિયેરનાં ઝાડનાં પાંદડાં જેવી કોતરણીને એટલી સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે કે જોનારા ચકિત થઈ જાય છે.

રશિયાનો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સઈદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં.
ઇતિહાસકાર ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આ જાળી મૂળ જેવી જ લાગે છે, તેના પરથી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો.
મરાઠા અને અંગ્રેજોના સમયમાં એક તબક્કે આ જાળીને ચૂનાથી ધોળી નાખવામાં આવી હોવાથી તે સમયે તેને જોનારા આને આરસની મસ્જિદ હોવાનું પણ કહેતા હતા.
સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે આ જાળી તે સમયે સીદીઓ પ્રભાવશાળી અને શકિતશાળી હોવાનું કહેતા હતા તે સમયે બનાવાઈ હતી, પરંતુ કમનસીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંકો પડતાં સીદી સૈયદની જાળીનું કામ પૂરેપૂરું થઈ શક્યું નહોતું.


જામા મસજિદ


ઝૂલતા મિનારા

ઝૂલતા મિનારા ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.
ઇતિહાસ

અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું

મિનારા

એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હ

અન્ય મિનારા

રાજ બીબીની મસ્જિદમાં પણા આવા મિનારાઓ આવેલા છે, જેમાંનો એક બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પાડ્યો હતો, પરંતુ તેમનાં સંશોધનમાં તેઓ કશું જાણી ના શક્યા અને ના તો તેઓ તે મિનારાને પાછો ઉભો કરી શક્યા. આ ઉપરાંત ઇરાનનાં ઇસફહાનમાં પણ આ પ્રકારના મિનારા છે, જે મોનાર જોનબન તરીકે જાણીતા છે. મોનાર જોનબનનો શબ્દશ: અર્થ થાય છે, ઝૂલતા મિનારા.

ઈસરો


ઇસ્કોન મંદિર

ઇસ્કોન મંદિર, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરનુ ખરૂં નામ તો શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે. મંદિરનું ગર્ભગૃહ ૩ ખંડોમાં વહેચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ ભક્તિસિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે, બીજુ અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનાં નમુના રૂપ છે, જેમાં મુખ્ય મંડપનાં ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે.

ઇતિહાસ

ઇસ્કોન (આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ)- ISKCON (International Society for Krishna Conciousness)ની સ્થાપના ઇ.સ. ૧૯૬૬માં ન્યૂયોર્ક શહેરમાં એ.સી. ભક્તિ વેદાંત સ્વામિએ કરી જે તેમના અનુયાયીઓને કારણે લોકોમાં શ્રીલ પ્રભુપાદ તરીકે જાણીતા છે. શ્રીલ પ્રભુપાદ મૂળ કલકત્તા શહેરના વતની હતા. એમણે તેમની પાછલી ઉંમરે પોતાના ગુરૂની આજ્ઞા પાલન કરવા માટે વિદેશ પ્રયાણ કર્યું અને અમે‍રિકામાં શરૂઆતમાં થોડા ગોરા ભક્તો બનાવ્યા. તે સમયે પાશ્ચાત્ય જગતમાં હીપ્પી સંસ્કૃતિ ફેલાઇ રહી હતી, જેને કારણે ઘણા લોકોએ શ્રીલ પ્રભુપાદના આ હરે કૃષ્ણ આંદોલનને હીપ્પી ચળવળનો ભાગ સમજ્યું અને આ ગેર માન્યતાને વધુ વાચા આપી તે સમયે બનેલા એક હિન્દી ચલચિત્રના 'દમ મારો દમ ....' ગીતે.

પૃષ્ઠભૂમિ

અમદાવાદમાં ઇસ્કોનની શરૂઆત ૧૯૭૦ના દાયકાથી થઇ, જે દરિયાપુરમાં એક ઘરમાં શ્રી જશોમતિનંદન દાસ દ્વારા કરવામાં આવી હતી. શ્રી જશોમતિનંદન દાસ સુરત શહેરના વતની છે, જેઓ ભારતમાં ઇજનેરીનો અભ્યાસ કરી, અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાં જ તેઓ શ્રીલ પ્રભુપાદના સંપર્કમાં આવ્યા અને તેમના અનુયાયી બન્યા. તેઓ ગુજરાતી હોવાને નાતે તેમના ગુરુ મહારાજે તેમને ગુજરાતમાં કૃષ્ણ નામનો પ્રચાર કરવા કહ્યું અને અમદાવાદને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. હાલમાં જે મંદિર છે તે પહેલાં ઇસ્કોનનાં કેન્દ્રો દરિયાપૂર, ઓઢવ, આશ્રમ રોડ અને હાલના મંદિરની પાછળના ભાગે આવેલા સાદા મકાન (જ્યાં હજુ પણ શ્રી શ્રી ગૌર નિતાઇના કાષ્ઠ વિગ્રહો બીરાજે છે)માં ચાલતા હતા.

ગુજરાતમાં ઇસ્કોનના (કેન્દ્રો) મંદિરો

શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ, અમદાવાદ
અમદાવાદ - શ્રી શ્રી રાધાગોવિંદ ધામ, રાજપથ ક્લબ હાઈવે, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૧
ભાડજ (તા. દસ્ક્રોઇ),અમદાવાદ- હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજ ની સામે,ભાડજ-રણછોડપુરા રોડ, સાયન્સ સિટી પાસે, અમદાવાદ-૩૮૨૧૧૫
દ્વારકા - હરે કૃષ્ણ મંદિર, ભારતીય ભુવન, દેવી ભુવન રોડ, તીન બત્તી ચોક પાસે, દ્વારકા-૩૬૧ ૩૩૫
વડોદરા - હરે કૃષ્ણ મંદિર, હરિનગર પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા-૩૯૦ ૦૨૧
વલ્લભ વિદ્યાનગર - શ્રી શ્રી રાધા ગિરિધારી મંદિર, પોલીટેકનીક કોલેજની સામે,વલ્લભ વિદ્યાનગર
સુરત - શ્રી શ્રી રાધાકૃષ્ણ મંદિર, રાંદેર રોડ, જહાંગીરપુરા, સુરત-૩૯૫ ૦૦૫
રાજકોટ - શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, કંકોટ પાટીયાની સામે, કલાવાડ રોડ, મોટા માવા, રાજકોટ



સ્મૃતિ મંદિર, ઘોડાસર
વૈષ્ણોદેવી મંદિર
ભાગવત વિદ્યાપીઠ

વસ્ત્રાપુર તળાવ
વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં આવેલું એક સુંદર તળાવ છે. તળાવની ફરતે ચાલવા માટેની કેડી, નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધા છે. નર્મદા નદીની કેનાલમાંથી પાણી તળાવમાં પાઈપલાઇનથી લાવવામાં આવે છે. તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી સગવડ છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થીએટર પણ આવેલું છે.


કેમ્પ હનુમાન
ભદ્રકાલી મંદિર
આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ
સરખેજનો રોજો
કેલિકો મ્યુઝિયમ
માણેક ચોક
રાણીનો હજિરો
સાબરમતી રિવર ફ્રન્ટ

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે