Showing posts with label ઈતિહાસ. Show all posts
Showing posts with label ઈતિહાસ. Show all posts

14 June 2015

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
1.          ફતેહપુર સીકરીની સ્થાપના કોને કરી?
        -           બાદશાહ અકબર

2.          ભારતમાં રામેશ્વર તીર્થ એ કયા રાજયમાં

27 May 2015

ગુજરાતનો ઇતિહાસ
ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.

·        ગુજરાતનો પ્રાચીન યુગ
ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.
સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

·        ગુજરાતનો મધ્‍યકાલીન યુગ
ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

·        ગુજરાતનો આધુનિક યુગ
ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં. 
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી. 
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી. 
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન. 
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા. 
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો. 
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. 
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો. 
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.
·         વર્ણવ્‍યવસ્‍થા, કાર્ય અને સાધન
બ્રાહ્મણ : વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, કથા, કર્મકાંડ : પંચાંગ
પટેલ : ખેતી, ઢોરઉછેર, ધરતીમાંથી ધાન્‍ય પેદા કરવાનું કામ : હળ, ખેતીનાં ઓજાર
વાણિયો : વેપાર, વ્‍યાજવટાવ, સદાવ્રતોનો વહીવટ : ત્રાજવાં, કાટલાં
સુથાર : લાકડાની બનાવટો, મકાન, બારીબારણાં, ફર્નિચર : વાંસલો-ફરસી
લુહાર : લોખંડનાં ખેતીના ઓજાર, જાળી-ઝાંપા, હથિયારો : ધમણ, હથોડો
સોની : સોના – ચાંદીના દાગીના બનાવવા, મીના કારીગરી કરવી : એરણ, હથોડી
સાળવી : કુદરતી અને કૃત્રિમ રેસામાંથી શાળથી કાપડ વણવું : શાળ, શટલ
કંસારા : ધાતુ ઓગાળવી, નવાં વાસણ બનાવવાં : એરણ, હથોડી, ભઠ્ઠા
દરજી : સુતર, ઊન વગેરે કાપડનું જાતજાતનું સિલાઈકામ : સોય, કાતર
કડિયો : માટી, સિમેન્‍ટ, ચૂનામાં ચણતર, પ્‍લાસ્‍ટર, મકાનો બનાવવાં : ઓળંબો
તરગાળા : ભવાઈવેશ, નાટક, રામલીલા કરવાં : ભૂંગળ
કુંભાર : માટીમાંથી જાતજાતના ઘાટનાં વાસણો બનાવી પકવવાં : ચાકડો, ટપલું
નાઈ (વાણંદ) : ગામની સુખાકારી સાચવવી, સારા – માઠા પ્રસંગે સેવા : હજામત, અસ્‍ત્રો
મોચી : મરેલ ઢોરનાં ચામડામાંથી ખેતીનાં સાધનો, ખાસડાં બનાવવાં : નખલી
ઘાંચી : તેલીબિયાંમાંથી (ઘાણીમાં પીસીને) તેલ કાઢવાનું કામ :બળદની ઘાણી
ધોબી : કપડાં અને કાપડ ધોવાનું, સુઘડ અને સ્‍વચ્‍છ રીતે રાખવાનું : પાણી, કુંડ
માળી : ફૂલછોડ અને ફળોની વાડીઓ ઉછેરવાનું ફૂલના હાર બનાવવાનું
રાવળ : ગધેડાં, ઊંટ ઉપયોગાર્થે પાળવાં, ઢોલ વગાડવો : ઢોલ ત્રાંસા, શરણાઈ
વાઘરી : તળાવડામાં વાડી કરી શાકભાજી પૂરી પાડવી, મરઘાં – બતકાં ઉછેરવાં
રાજપૂત : સમાજના રક્ષણની જવાબદારી એમની છે : તલવાર, ઢાલ, ભાલો
રબારી : ઘેટાં, બકરાં, ગાય વગેરે ઢોર ઉછેરવાં : દોરડું, દેઘડું
હરિજન : હાથવણાટ અને ચામડાંને કેળવવાનું કામ : શાળ
ઠાકરડા : રાજપૂતને પૂરક આ જ્ઞાતિ છે. હવે ખેતીકામ તરફ ધ્‍યાન દોર્યું છે.
સલાટ : પથ્‍થરને કોતરી મૂર્તિ, ઇમારતો બનાવવી : ટાંકણું, હથોડો
પિંજારા : રૂ પીંજીને ગાદલાં, રજાઈ બનાવવાં : પિંજણ
તપોધન : દેવમંદિરોમાં પૂજાકામ અને કડિયાકામ
ભાવસાર : કાપડ પરનું રંગાટી કામ, રંગરેજનું કામ : બીબું, ઘરેલું રંગ
બજાણિયા (સરાણિયા) : ભટકતી આ કોમ ઈંઢોણી, સાદડી, ટોપલી વગેરે બનાવે છે.
કોળી : ખેતી, ખેતમજૂરી
વણઝારા : એક વિચરતી જાતિ, પાલતુ પ્રાણી દ્વારા માલની હેરફેર, પોઠિયા
માછી : માછલાં પકડવાનું કામ કરે છે : જાળ
બારોટ : ભાષાનો કસબી, વાર્તાઓ દ્વારા મનોરંજન પીરસે છે.
નટ – બજાણિયો : વાંસની ઘોડી પર દોરડું બાંધી તેના પર મનોરંજક ખેલ કરનાર.



·        મહાજન – ઉદ્યોગ
જાજ્વલ્‍યમાન શ્રેષ્‍ઠીઓ – વસ્‍તુપાળ – તેજપાળ 
જન્‍મ : અનિર્ણિત 
મૃત્‍યુ : વસ્‍તુપાળ આશરે 
ઈ. સ. 1244 
તેજપાળ આશરે ઈ. સ. 1252 
જીવનકાર્ય : ગુજરાતના મંત્રીઓ તરીકે ગુજરાતને એક તંત્ર નીચે આણ્‍યું. શેત્રુંજ્ય અને ગિરનાર પરનાં દેવાલયોનું નિર્માણ કર્યું.

હિન્‍દના હાતિમતાઈ – સર જમશેદજી જીજીભાઈ 
જન્‍મ : 1783 
મૃત્‍યુ : 1859 
જન્‍મસ્‍થળ : નવસારી 
જીવનકાર્ય : પ્રમાણિક, દાનવીર ઉદ્યોગપતિ, એમના દાનમાંથી બંધાયેલી કેટલીક જાણીતી સંસ્‍થાઓ – સર જે. જે. હોસ્પિ‍ટલ, સર જે. જે. સ્‍કૂલ ઓફ આર્ટ, માહીમની ખાડી પર બાંધેલો કોઝવે.

ગુજરાતમાં મિલ ઉદ્યોગના સ્‍થાપક – રણછોડલાલ છોટાલાલ 
જન્‍મ : 29 – 4 – 1823 
મૃત્‍યુ : 26 – 10 – 1898 
જન્‍મસ્‍થળ : અમદાવાદ 
જીવનકાર્ય : 1861માં મે માસની 30 મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ અમદાવાદમાં શરૂ કરી, અમદાવાદમાં પાણીના નળ અને ગટર યોજનાની શરૂઆત કરી.

મહાન દાનેશ્વરી – પ્રેમચંદ રાયચંદ 
જન્‍મ : 1835 
મૃત્‍યુ : અપ્રાપ્‍ય 
જન્‍મસ્‍થળ : સુરત 
જીવનકાર્ય : શેર – સટ્ટામાં મોટી ઊથલપાથલ કરનારા સાહસિક વેપારી, તેમની દાન પ્રવૃત્તિ દેરાસર, ઉપાશ્રય સુધી સીમિત ન રહેતાં કેળવણી પાછળ લાખો રૂપિ‍યાનો ખર્ચ કર્યો હતો.

ભારતીય ઉદ્યોગના યુગપ્રવર્તક – જમશેદજી તાતા 
જન્‍મ : 3 – 3 – 1839 
મૃત્‍યુ : 19 – 5 – 1904 
જન્‍મસ્‍થળ : નવસારી 
જીવનકાર્ય : ભારતને ઔદ્યોગિક ક્રાંતિ આપી, 1907 માં 21 કરોડની પૂંજીએ જમશેદપુરમાં તાતા આયર્ન એન્‍ડ સ્‍ટીલ વર્કસ સ્‍થાપાય એ પહેલાં એમનું અવસાન થયું.





સાહસવીર શ્રેષ્‍ઠી,દાનવીર – નાનજીભાઈ કાલિદાસ મહેતા 
જન્‍મ : 1888 
મૃત્‍યુ : 25 – 8 – 1969 
જન્‍મસ્‍થળ : ગોરાણા (જામનગર રાજ્ય) 
જીવનકાર્ય : 1918 સુધીમાં યુગાન્‍ડામાં બાવીસ જીનિંગ ફેકટરીઓ ઊભી કરી, કંપાલાથી થોડેક દૂર એક ડુંગર પર ‘યુગાન્‍ડા સુગર ફેકટરી‘ સ્‍થાપી, રબર, ચા અને કોફીનાં ક્ષેત્રો ઉછેર્યાં, રાણાવાવ પાસે ‘સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડ‘ ની સ્‍થાપના કરી.

શીલભદ્ર શ્રેષ્‍ઠી – કસ્‍તૂરભાઈ લાલભાઈ 
જન્‍મ : 19 – 12 – 1894 
મૃત્‍યુ : 20 – 1 – 1980 
જન્‍મસ્‍થળ : અમદાવાદ 
જીવનકાર્ય : સાત કાપડની મિલ સ્‍થાપી ‘કસ્‍તૂરભાઈ ગ્રૂપ ઓફ મિલ્‍સ‘નું એક સંકુલ બનાવ્‍યું. એમાંની એક ‘અરવિંદ મિલ‘ હતી. ‘અનિલ સ્‍ટાર્ચ‘ અને પછી વલસાડ નજીક અતુલ પ્રોડક્ટ્સ – રંગ, રસાયણોનું જંગી કારખાનું સ્‍થાપ્‍યું. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્‍થાપના કરી. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઓફ મેનેજમેન્‍ટ, સ્‍કૂલ ઓફ આર્કિટેકચર તથા અટિરા જેવી સંસ્‍થાઓ સ્‍થાપવાનો યશ એમને જાય છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામ;દિર (ઇન્‍ડોલોજી) પ્રાચ્‍યવિદ્યાઓના અભ્‍યાસીઓ માટે એક વિદ્યાતીર્થ છે.

પુરુષ સમોવડી નારી – સુમતિ મોરારજી 
જન્‍મ : 13 – 3 – 1909 
મૃત્‍યુ : 27 – 6 – 1990 
જન્‍મસ્‍થળ : મુંબઈ 
જીવનકાર્ય : 23 વર્ષની ઉંમરે સિંધિયા સ્‍ટીમ નેવિગેશન કંપનીમાં ડાયરેકટર તરીકે ચૂંટાયા. વહાણવટા ઉદ્યોગનો એમણે તલસ્‍પર્શી અભ્‍યાસ કર્યો હતો.

અમદાવાદની કાયાપલટ કરનાર – ચીનુભાઈ ચીમનલાલ મેયર 
જન્‍મ : 1 – 11 - 1909 
મૃત્‍યુ : 27 – 6 - 1993 
જન્‍મસ્‍થળ : અમદાવાદ 

જીવનકાર્ય : 19 ફેબ્રુઆરી, 1949 માં ચીનુભાઈ અમદાવાદના પ્રથમ મેયર બન્‍યા. અમદાવાદની કાયાપલટ કરી આધુનિક અમદાવાદના નિર્માતા બન્‍યા.
       રાજ-રજવાડાં
અવિસ્મરણીય રાજવી – સિદ્ધરાજ જયસિંહ 
જન્‍મ : અનિશ્ચિત 
મૃત્‍યુ : આશરે ઈ. સ. 1143 
જન્‍મસ્‍થળ : અણહિલપુર પાટણ 
જીવનકાર્ય : ગુર્જર ભૂમિને સત્તા અને પ્રતિષ્‍ઠાની પરાકાષ્‍ઠાએ પહોંચાડ્યું, વિદ્યા અને કળાને ઉત્તેજન, સિદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવનું બાંધકામ, દાનવીર.

અમદાવાદનો સ્થાપક – અહમદ શાહ 
જન્‍મ : 18 – 11 – 1392 
મૃત્‍યુ : 1445 
જન્‍મસ્‍થળ : દિલ્‍લી 
જીવનકાર્ય : અમદાવાદનો પાયો નાંખ્‍યો, પવિત્ર જીવન, ભદ્રનો કિલ્‍લો, જુમ્‍મા મસ્જિદ, હૈબતખાનની મસ્જિદ, ત્રણ દરવાજાના નિર્માતા.

સવાયા રાજા – સયાજીરાવ ગાયકવાડ 
જન્‍મ : 11 –3 – 1863 
મૃત્‍યુ : 6 – 2 – 1939 
જન્‍મસ્‍થળ : કવલાણા (મહારાષ્‍ટ્ર) 
જીવનકાર્ય : વડોદરા રાજ્યના પ્રગતિશીલ રાજવી, મફત અને ફરજિયાત કેળવણી, ખેતીવાડી તથા ઉદ્યોગનું શિક્ષણ આપતી સંસ્‍થાઓની સ્‍થાપના, ગામેગામ પુસ્‍તકાલયો બંધાવ્‍યાં, અત્‍યંજો માટે શાળાઓ અને છાત્રાલયો, નારી વિકાસ, કાયદો અને વ્‍યવસ્‍થા સર્જી.

ભાવનગર ઉદ્ધારક – ગૌરીશંકર ઓઝા (ગગા ઓઝા) 
જન્‍મ : 21 – 8 – 1805 
મૃત્‍યુ : 1 – 12 – 1891 
જન્‍મસ્‍થળ : ઘોઘા પાટણ 
જીવનકાર્ય : ભાવનગર રાજ્યના કારભારી તરીકે સો જેટલી શાળાઓ શરૂ કરી, મહેસૂલ પદ્ધતિમાં સુધારણા કરી, ન્‍યાયપદ્ધતિની પુનરર્ચના કરી, પોલીસદળને શિસ્‍તબદ્ધ કર્યું, ગૌરીશંકર તળાવ બંધાવ્‍યું.

પ્રજાવત્સલ રાજવી – ગોંડલ નરેશ ભગવતસિંહજી 
જન્‍મ : 24 – 10 – 1865 
મૃત્‍યુ : 1945 
જન્‍મસ્‍થળ : ધોરાજી (સૌરાષ્‍ટ્ર) 
જીવનકાર્ય : ભગવદ્દગોમંડળ કોશનું સંપાદન, હોસ્પિ‍ટલ, હુન્‍નરશાળા, કેળવણીની અનેક સંસ્‍થાઓ સ્‍થાપી, દરબારી ગેઝેટ પ્રગટ કર્યું, જકાત માફી આપી વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપ્‍યું. 

10 May 2015

ઈતિહાસ ની અગત્યની સાલો

🎯
▷1772- રાજારામ મોહનરાય નો જન્મ
▷1828- બ્રહમોસમજ ની સ્થાપના
▷1829- લોર્ડ વિલિયમ બેંટીક દ્વારા સતી પ્રથા નાબૂદ
▷1875- સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા “ આર્ય સમાજ ની સ્થાપના
▷1863- સ્વામી વિવેકાનંદ જન્મ
▷1893- શિકાગો માં ધર્મ પરિષદ
▷1897- બેલુર માં “રામકૃષ્ણ મિશન ની સ્થાપના
▷1869- ઠક્કર બાપા નો જન્મ
▷1885- કોંગ્રેશ ની સ્થાપના
▷1916- હોમરૂલ લીગ ની સ્થાપના
▷1907- સુરત કોંગ્રેશ અધિવેશન
▷1916- લખનઉ કરાર
▷1897- સુભાષ ચંદ્ર બોજ નો જન્મ
▷1919-જલીયાવાળા બાગ હત્યાકાંડ
▷1919- ફોરવોર્ડ બ્લોક ની સ્થાપના
▷1915- મહાત્મા ગાંધીજી દ્વારા કોચરબ માં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના
▷1917-ખેડા સત્યાગ્રહ
▷1919- રોલેટ એક્ટ
▷1921- અસહકાર આંદોલન
▷1922- ચૌરી ચૌરી હત્યાકાંડ
▷1927- સાયમન કમિશન
▷1928-બારડોલી સત્યાગ્રહ
▷1928-નહેરુ અહેવાલ
▷સ1929- પૂર્ણ સ્વરાજ્ય નો ઠરાવ
▷1995- વિશ્વ વ્યાપાર સંગઠની સ્થાપના
▷1930- દાંડી કૂચ
▷1931- બીજી ગોળમેજી પરિષદ
▷1942- ક્રીપ્શ મિશન
▷1940- વ્યક્તિગત સત્યાગ્રહ
▷1942-હિન્દ છોડો આંદોલન
▷1946- કેબિનેટ મીશન
▷1945-રાષ્ટ્ર સંઘ ની સ્થાપના
▷1947- ભારત આઝાદ થયું

30 April 2015

રામ ભગવાન

૧.      રામાયણ એ ક્યાં ધર્મનો ગ્રંથ છે?
       -  હિંદુ ધર્મ

૨.      રામાયણ ગ્રંથની રચના કોણે કરી?
       -  ઋષિ વાલ્મિકીએ

૩.      રામાયણ ગ્રંથની રચના કઈ ભાષામાં કરવામાં આવી?
        -  સંસ્કૃત

૪.      રામાયણમાં કેટલા શ્લોકો છે?
        -  ૨૪૦૦૦

૫.      રામાયણ મૂળ કેટલા કાંડોમાં વહેંચાયેલું છે?
        -  સાત

૬.      રામાયણની રચના ક્યા યુગમાં કરવામાં આવી?
       -  ત્રેતાયુગમાં

૭.      રામાયણ ગ્રંથ કોના જીવન પર આધારિત છે?
       -  રાજા રામના

૮.      રાજા રામનો જન્મ ક્યાં યુગમાં થયો હોવાનું મનાય છે?
       -  ત્રેતાયુગમાં

૯.      રામ ભગવાનનો જન્મભૂમિ ક્યાં છે?
       -  અયોધ્યા

૧૦.    રામ ભગવાનના પિતાનું નામ શું છે?
       -  દશરથ

૧૧.    રામ ભગવાનના માતાનું નામ શું છે?
       -  કૌશલ્યા

૧૨.    રામ ભગવાનના પત્નીનું નામ શું છે?
      -  સીતા

૧૩.    રામ ભગવાનના પુત્રનું નામ શું છે?
       -  લવ અને કુશ

૧૪.    રામ ભગવાન કોનો અવતાર માનવામાં આવે છે?
      -  વિષ્ણુનો

૧૫.    રાજા રામ ભગવાનના પત્ની સીતાના માતા – પિતાના નામ શું છે?
       -  જનક-સુનયના

૧૬.    રામ ભગવાનના ગુરુનું નામ શું છે?
       -  વિશ્વામિત્ર

૧૭.    રાજા રામના ભાઈ કેટલા છે? તેના નામ જણાવો .
       -  ૩,  લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન

૧૮.    અયોધ્યાના રાજ્યગુરુ કોને માનવામાં આવે છે?
       -  વશિષ્ઠ

૧૯.    રામના શ્વેષ્ઠ ભક્ત કોને માનવામાં આવે છે?
      -  હનુમાનને

૨૦.    રાજા દશરથના કેટલા પુત્ર હતા?
     -  ૪

૨૧.    રામ ભગવાનના શસ્ત્રનું નામ શું છે?
     -  બાણ
રામ ભગવાન

૧.      રામાયણ એ ક્યાં ધર્મનો ગ્રંથ છે?
       -  હિંદુ ધર્મ

૨.      રામાયણ ગ્રંથની રચના કોણે કરી?
       -  ઋષિ વાલ્મિકીએ

૩.      રામાયણ ગ્રંથની રચના કઈ ભાષામાં કરવામાં આવી?
        -  સંસ્કૃત

૪.      રામાયણમાં કેટલા શ્લોકો છે?
        -  ૨૪૦૦૦

૫.      રામાયણ મૂળ કેટલા કાંડોમાં વહેંચાયેલું છે?
        -  સાત

૬.      રામાયણની રચના ક્યા યુગમાં કરવામાં આવી?
       -  ત્રેતાયુગમાં

૭.      રામાયણ ગ્રંથ કોના જીવન પર આધારિત છે?
       -  રાજા રામના

૮.      રાજા રામનો જન્મ ક્યાં યુગમાં થયો હોવાનું મનાય છે?
       -  ત્રેતાયુગમાં

૯.      રામ ભગવાનનો જન્મભૂમિ ક્યાં છે?
       -  અયોધ્યા

૧૦.    રામ ભગવાનના પિતાનું નામ શું છે?
       -  દશરથ

૧૧.    રામ ભગવાનના માતાનું નામ શું છે?
       -  કૌશલ્યા

૧૨.    રામ ભગવાનના પત્નીનું નામ શું છે?
      -  સીતા

૧૩.    રામ ભગવાનના પુત્રનું નામ શું છે?
       -  લવ અને કુશ

૧૪.    રામ ભગવાન કોનો અવતાર માનવામાં આવે છે?
      -  વિષ્ણુનો

૧૫.    રાજા રામ ભગવાનના પત્ની સીતાના માતા – પિતાના નામ શું છે?
       -  જનક-સુનયના

૧૬.    રામ ભગવાનના ગુરુનું નામ શું છે?
       -  વિશ્વામિત્ર

૧૭.    રાજા રામના ભાઈ કેટલા છે? તેના નામ જણાવો .
       -  ૩,  લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન

૧૮.    અયોધ્યાના રાજ્યગુરુ કોને માનવામાં આવે છે?
       -  વશિષ્ઠ

૧૯.    રામના શ્વેષ્ઠ ભક્ત કોને માનવામાં આવે છે?
      -  હનુમાનને

૨૦.    રાજા દશરથના કેટલા પુત્ર હતા?
     -  ૪

૨૧.    રામ ભગવાનના શસ્ત્રનું નામ શું છે?
     -  બાણ
ભારત
અધિકૃત નામ - રિપબ્લિક ઓંફ ઇન્ડિયા
સ્વાતંત્ર્ય દિન - ૧૫ ઑગસ્ટ ૧૯૪૭
પ્રજાસત્તાક દિન - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
બંધારણનો અમલ દિન - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
બંધારણીય વડા - રાષ્ટ્રપતિ
શાસન પદ્ધતિ - સંસદીય લોકશાહી
કુલ રાજ્ય - ૨૯
કેન્દ્રશાસિત પ્રદેશ - ૬
પાટનગર - નવી દિલ્હી
રાષ્ટ્રીયતા - ભારતીય એક નાગરિક
રાષ્ટ્રીય મુદ્રા - ચાર સિહવાળી આકૃતિ
રાષ્ટ્રીય સૂત્ર - સત્ય મેવ જયતે
રાષ્ટ્રીય ભાષા - હિન્દી
રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય રમત - હોકી
રાષ્ટ્રીય ફુલ - કમળ
રાષ્ટ્રીય ધર્મ - બિનસાંપ્રદાયિક
રાષ્ટ્રીય ગીત - જન ગણ મન.....
રાષ્ટ્રીય ગાન - વંદે માતરમ્.....
રાષ્ટ્રીય અભિવાદન - નમસ્કાર
રાષ્ટ્રીય ધ્વજ - ત્રિરંગો
રાષ્ટ્રીય વૃક્ષ - વડ
રાષ્ટ્રીય ફળ - કેરી

શિક્ષણ


1.   ભારત સંવિધાનના કયા ભાગ હેઠળ પ્રાથમીક શિક્ષણ મફત અને ફરજીયાત હોવાની જોગવાઈ કરવામાં આવી છે?

A.   વિભાગ ૨૨
B.   વિભાગ ૨૭
C.   વિભાગ ૩૩
D.    વિભાગ ૪૫

2.   સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી  કોણ હતા?

A.   જવાહરલાલ નહેરુ
B.   હુમાયુ કબીર
C.   મૌલાના અબુલ કલામ આઝાદ
D.    સરોજની નાયડુ

3.   નિર્વાણ પ્રાપ્ત કરવું એ કયા શિક્ષણનો મહત્વપૃર્ણ ઉદેશ છે?

A.   વૈદિક શિક્ષણ
B.   બૌદ્ધ શિક્ષણ
C.   ઈસ્લામીક શિક્ષણ
D.    બ્રામણકાલીન શિક્ષણ

4.  વિદ્યાર્થીને પ્રેરિત કરવા માટેની કી વિધિ છે?

A.   પ્રશંસા
B.   દંડ
C.   ગુસ્સો કરવાનું
D.    આમાંથી એક પણ નહી

૫.   બૌદ્ધ યુગમાં શિક્ષણ ગ્રહણ કરવા બાળક માટે એક સંસ્કાર હતો તેને કયો સંસ્કાર કહેવામાં આવે છે?

A.   પ્રવ્રજ્યા સંસ્કાર
B.   ઉપનયન સંસ્કાર
C.   પરિણય સંસ્કાર
D.    આમાંથી એક પણ નહી



જવાબ:  1. D  2. C   3. B    4. A   5. A

સામાન્ય જ્ઞાન


1.      હિંદુ વિધવા માટે વિધવાવિવાહની હિમાયત કોણે કરી હતી?
    -  ઈશ્વરચંદ્ર વિધાસાગરે

2.      ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં વંશના રાજા હતા?
    - યદુવંશ

3.      કયું બંદર હડપ્પીય સંસ્કૃતિનું હતું?
    - લોથલ

4.      લોથલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?    
    - અમદાવાદ

5.      ગુજરાતરાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી?
    - ઈ.સ.૧૯૬૦માં

6.      રૂદ્રમહાલય ક્યાં આવેલો છે?    
    -  સિદ્ધપુર

7.      સોલંકીવંશનો સૌથી પરાક્રમી રાજા કોણ હતો?
    -  સિદ્ધરાજ જયસિંહ

8.      ક્યાં  રાજાના સમયમાં  મહમદ  ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું?
    -  ભીમદેવ

9.      ક્યાં  રાજાના સમયમાં  મોઢેરાનું સૂર્યમંદિર નિર્માણ પામ્યું હતું?
    -    ભીમદેવ

10.   કર્ણાવતી નગરીની સ્થાપના ક્યાં સોલંકી રાજાએ કરી હતી?
    -  કર્ણદેવ પહેલો

મહાભારત


૧.     મહાભારત ગ્રંથની રચના કોણે કરી?
     -  વેદવ્યાસ

૨.     મહાભારત ક્યાં ધર્મનો ગ્રંથ છે?
     -  હિંદુ

૩.     મહાભારત ગ્રંથનો પ્રકાર કયો છે?
    -  કાવ્ય

૪.     મહાભારત ગ્રંથ ક્યાં ધર્મનો મુખ્ય ગ્રંથ છે?
    -  હિંદુ

૫.     મહાભારત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?
    -  એક લાખ

૬.     મહાભારતમાં દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં કોનો અંગુઠો માંગ્યો હતો?
    -  અકલવ્યનો

૭.     પાંચ પાંડવોમાંથી ધનજય કોને કહેવામાં આવે છે?
    -  અર્જુન

૮.     મહાભારતમાં જરાસંધનો વધ કોણે કર્યો?
    -  ભીમ

૯.     મહાભારતના યુદ્ધ પછી જો મહારથી જીવતા બચ્યા એમની સંખ્યા કેટલી હતી?
    -  ૧૮

૧૦.    ગીતામાં મૈ શબ્દનો ઉપયોગ કેટલી વાર થયો છે?
    -  ૧૦૮ વખત

દશેરા

1.        લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે?

    -  દશેરા

2.        દશેરાનું બીજું નામ શું છે?

    -  વિજયા દશમી

3.        દશેરાએ ક્યાં ધર્મનો તહેવાર છે?

    -  હિંદુ

4.        દશેરાનો આંરભ ક્યાં કાળમાં થયો હોવાનું મનાય છે?

    -  રામાયણ કાળમાં

5.        ગુજરાતી પંચાંગ મુજબ દશેરાનો તહેવાર ક્યાં દિવસે આવે છે?

     -  આસો માસની સુદ દસમને દિવસે

6.        કયો તહેવાર પછી દસેરાનો તહેવાર આવે છે?

    -  નવરાત્રી

7.        ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ દશેરાના દિવસે શું ખાય છે?

    -  ફાફડા અને જલેબી


રાજા રામ મોહન રાય


૧.      રાજા રામ મોહન રાયનો જન્મ ક્યારે થયો?
        -  ૨૨ મેં, ૧૭૭૨

૨.      રાજા રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે?
        -  બંગાળ, ભારત

૩.      રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે?
        -  વૈષ્ણવ

૪.      રાજા રામ મોહન રાયની માતાનું નામ શું છે?
        -  શક્તિ દેવી

૫.      રાજા રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું?
       -  ઉમા દેવી

૬.      રાજા રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી?
       -  બ્રહ્મો સમાજની

૭.      રાજા રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું?
        -  સમાજ સુધારક

૮.      રાજા રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?
        -  અરબી, ફારસી, અંગેજી, ગ્રીક વગેરે

૯.      રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું?
        -  સપ્ટેમ્બર 27, 1833

૧૦.    રાજા રામ મોહન રાયનું નિધન ક્યા થયું?
        -  ઈંગ્લેન્ડ

રાજા રામ મોહન રાય


પ્રમુખ વ્યક્તિ અને તેના ગુરુ

1.       ચંદ્રગુપ્ત મૌર્ય – ચાણક્ય 
2.       સિકંદર મહાન – અરસ્તુ
3.       અરસ્તુ – પ્લુટો
4.       પ્લુટો – સુકારાત
5.       મહાત્મા ગાંધી - ગોપાલ કૃષ્ણ ગોખલે
6.       ગોપાલ કૃષ્ણ ગોખલે - એમ જી રાનાડે
7.       સુભાષચંદ્ર બોસ – ચિત્તરંજન દાસ
8.       શિવાજી – દાદાજીકોન્ડ્દેવ
9.       સ્વામી વિવેકાનન્દ – રામકૃષ્ણ પરમહંસ
10.   બિરસા મુંડા – આનદ પાંડે
11.   સ્વામી દયાનંદ સરસ્વતી – સ્વામી બુજાનંદ

ઈતિહાસ


૧.      ટીપું સુલતાનને અગ્રેજોની સાથે યુદ્ધ કરતાં સમયે ક્યારે વીરગતિ પ્રાપ્ત કરી?

અ.     ૧૭૯૯
બ.     ૧૮૫૭
ક.      ૧૭૯૩
ડ.      ૧૭૬૯ 


૨.      બુદ્ધમાં વૈરાગ્યની ભાવના કયા ચાર દ્રશ્યો ના કારણે પ્રગટ થઇ?

અ.     વૃદ્ધ, દર્દી, મૃત, સંતો
બ.     અંધ, દર્દી, મૃત, સંતો
ક.      લંગડા, દર્દી, મૃત, સંતો
ડ.      યંગ, દર્દી, મૃત, સંતો


3.      સમ્રાટ અશોકની કઈ પત્નીએ તેમને સૌથી વધારે પ્રભાવિત કર્યા હતા?

અ.     ચંદાલિકા
બ.     ચારુલતા
ક.      ગૌતમી
ડ.      કારુવાકી


4.      નીચેનામાંથી સૌથી પ્રાચીન રાજવંશ કયો છે?

અ.     ગુપ્ત વંશ
બ.     મૌર્ય વંશ
ક.      કુષાણ વંશ
ડ.      કર્ણ વંશ


૫.      અશોકના શિલાલેખ વાચવા વાળો પ્રથમ અંગ્રેજ કોણ હતો?

અ.     જોન ટાવર
બ.     હૈરી સ્મિથ
ક.      જેમ્સ પ્રીન્સેપ
ડ.      ચાલ્સ મૈટર્કાફ


જવાબ:  ૧. અ  ૨. અ  3. ડ  4.બ   ૫. ક
રામાયણ


૧.      રામાયણ મુજબ નીચેનામાંથી કોણ શત્રુઘ્નની માતા હતી?

અ.     સુમિત્રા
બ.     કૌશલ્યા
ક.      કૈકૈયી
ડ.      સુભદ્રા


૨.      દેવરાજ ઇન્દ્રના પુત્રનું નામ શું હતું?

અ.     નહુષ
બ.     માંધાત
ક.      પુરૂરવા
ડ.      જયંત


3.      રાવણ અને કુબેર પરસ્પર કયા રીશ્તાતી સંબંધિત હતા?

અ.     ભાઈ – ભાઈ
બ.     સાલે – ભાઈ
ક.      મિત્ર
ડ.      કાકા – ભત્રીજા 


4.      રામના ચરણ સ્પર્શ કરવાથી જે પથ્થર સ્ત્રી બની ગયો એ સ્ત્રી નું નામ શું છે?
અ.     શબરી
બ.     મંથરા
ક.      અહલ્યા
ડ.      કુબ્જા

૫.      રામાયણ અનુસાર નીચેનામાંથી કોણ પરશુરામના પિતા હતા?
અ.     અગસ્ત્ય મુની
બ.     જમદગ્નિ
ક.      ઋષ્યશ્રુંગ
ડ.      કાત્યાયન

જવાબ:  ૧. અ  ૨. ડ  3. અ  4. ક  ૫.  બ
મેજર શૈતાન સિહ


૧.      મેજર શૈતાન સિહ એ કોણ હતા?   
  -  ભારતીય સૈનિક

૨.      મેજર શૈતાન સિહનો જન્મ ક્યારે થયો? 
   -  ૧ ડીસેમ્બર ૧૯૨૪

3.      મેજર શૈતાન સિહની જન્મ ભૂમિ કઈ છે?  
   -  જોધપુર, રાજસ્થાન

4.      મેજર શૈતાન સિહના પિતાનું નામ શું હતું?   
  -  હેમસિહ જી ભાટી

૫.      મેજર શૈતાન સિહને કયો પુરસ્કાર મળ્યો હતો? 
  -  પરમવીર ચક્ર

૬.      મેજર શૈતાન સિહનું મુત્યુ ક્યારે થયું?   
  -  ૧૮ નવેમ્બર ૨૦૧૪

૭.      મેજર શૈતાન સિહનું મુત્યુ કયા થયું? 
  -  જમ્મુ અને કશ્મીરમાં 

8.      મેજર શૈતાન સિહનું મુત્યુંનું કારણ શું છે? 
   -  ભારત ચીન યુદ્ધ

મહાભારત



1.       મહાભારતના યુદ્ધ પછી જે મહારથી જીવિત બચ્યા એની સંખ્યા કેટલી હતી?
(અ)   ૨૨
(બ)   ૧૮
(ક)   ૩૬
(ડ)   ૪૨

2.       ગીતામાં મૈ સબ્દનો પ્રયોગ કેટલી વાર થયો છે?
(અ)   ૧૦૯
(બ)   ૧૦૮
(ક)   ૧૦૭
(ડ)   ૧૧૨

૩.      અભિમન્યુના પુત્ર નું નામ શું હતું?
(અ)   દિલીપ
(બ)   પ્રદ્યુમ્ન
(ક)   પરીક્ષિત
(ડ)   શાંતનું

૪.      દુર્યોધનના પુત્રનું નામ શું હતું?
(અ)   સુયોધન
(બ)   યશવર્ધન
(ક)   ભરત
(ડ)   લક્ષ્મણ

૫.      કર્ણનું પાલન કરવાવાળી માતાનું નામ શું હતું?
(અ)   મીરાં
(બ)   રાધા
(ક)   કુંતી
(ડ)   તુલસી

જવાબ:   1. (બ) 2. (અ)   ૩. (ક)   ૪. (ડ)  ૫.   (બ)


ભારત



1.       ભારત સરકારને સૌથી વધુ  આવક ક્યાં વેરામાંથી થાય છે?    
    -    એકસાઈઝ ડયુટી

2.       પ્રથમ પંચવર્ષીય યોજનામાં કઈ બાબતને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું?
    -    કૃષિ અને સિંચાઈ

3.       રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઇ હતી?  
    -    ઈ.સ.૧૯૩૫માં

4.       સો રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય છે?    
    -    આર.બી.આઈ.ના ગવર્નર

5.       ભારત સૌથી વધુ શેની આયાત કરે છે?
    -    ખનીજ તેલની

6.       એલ.આઈ.સી.ની સ્થાપના ક્યારે થઇ હતી?
    -    ઈ.સ.૧૯૫૬માં

7.       ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કનું નામ શું હતું?
    -    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

8.       ભારતીય ચલણી નોટો બનાવવાનો પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં આવેલો છે?      
    -    નાસિક

9.       ભારતમાં સૌપ્રથમ ક્રેડિટ કાર્ડ લાવનાર કંપની કઈ છે?  
    -    ડીનર્સ

10.   અબ્ધિ સબ્દનો સમાનાર્થી અર્થ કયો છે?  
    -    સાગર

Next

1.       ફક્ત એક દિવસ માટે કોણ મુખ્યમંત્રી બન્યા હતા?
   -   જગદમ્પિકા પાલ

2.       ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી  કોણ હતા?
   -    સુચેતા કૃપલાણી

3.       ભારતના પ્રથમ મહિલા એલચી કોણ હતા?  
    -   વિજયાલક્ષ્મી પંડિત

4.       ભારતના પ્રથમ મહિલા રાજપાલ કોણ હતા?
    -   સરોજીની નાયડુ
 
5.       ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા?
    -   કિરણ બેદી

6.       ક્યાં દિવસને રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવાય છે?
   -    ૨૬નવેમ્બર

7.       કયો વેરો સીધો વેરો નથી?  
    -   સેલ્સટેકસ

8.       ઘી, મધ વગેરેની બનાવટોની ચકાસણી કરવા માટે કયો માર્કો હોવો જરૂરી છે?
     -   એગમાર્ક

9.       કઈ વસ્તુ દેશને સૌથી વધારે રૂપિયા કમાઈ આપે છે?
     -   ચા

10.   ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે?  
     -   ટેકસટાઇલ

સામાન્ય જ્ઞાન


1.       વડાપ્રધાન કોણે જવાબદાર હોય છે?
 -   લોકસભાને

2.       ભારતના રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલા ચક્રનો રંગ કેવો હોય છે?
 -    નેવી બ્લુ

3.       આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં કેટલા સિંહો હોય છે?
 -  ૩

4.       ભારતનું રાષ્ટ્રીય ગીત કેટલા વિભાગમાં વહેચાયેલું હોય છે?
 -    ૫

5.       મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા ન્યાયાધીશની નિયુક્તિ ભારતના ક્યાં રાજ્યમાં કરવામાં આવી?
-   હિમાચલ પ્રદેશ

6.       ભારતનું સૌથી જુનું અને હાલમાં પણ પ્રસિદ્ધ થતું વર્તમાન પત્ર કયું છે?
-   મુંબઈ સમાચાર

7.       ઇનટરનેટ પર પ્રસિદ્ધ થનાર પ્રથમ સામાયિક  કયું હતું?
-  મેગ્નેટ

8.       સૌથી મોટી ઉંમરે ભારતના વડા પ્રધાન કોણ બન્યા હતા?
-     મોરારજી દેસાઈ

9.       ક્યાં રાજ્યે ભારતને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે?
-    ઉત્તર પ્રદેશ

10.   ભારતના પ્રથમ વડાપ્રધાન નાયબ કોણ હતા?
-   વલ્લભભાઇ પટેલ

ટીપું સુલ્તાન


૧.      ટીપું સુલ્તાન એ કોણ હતા?
   -  ભારતીય ઇતિહાસના પ્રસિદ્ધ યોદ્ધા હૈદર અલી નો પુત્ર હતો.

૨.      ટીપું સુલ્તાનનો જન્મ ક્યારે થયો?
   -  ૨૦ નવેમ્બર ૧૭૫૦ ઈ.

3.      ટીપું સુલ્તાનની જન્મ ભૂમિ કઈ છે?
   -  દેવનહલ્લી, કોલાર, કર્નાટક

4.      ટીપું સુલ્તાનના પિતાનું નામ શું છે?
  -  હૈદર અલી
૫.      ટીપું સુલ્તાનની માતાનું નામ શું છે?
 -  ફાતિમા

૬.      ટીપું સુલ્તાનનો શાસન સમય કયો છે?
 -  ૨૯ ડીસેમ્બર ૧૭૮૨ – 4 મેં ૧૭૯૯

૭.      ટીપું સુલ્તાનનો ધર્મ કયો છે?
 -  ઇસ્લામ

8.      ટીપું સુલ્તાનની રાજધાની કઈ હતી?
 -  શ્રીરંગપટ્ટમ

૯.      ટીપું સુલ્તાનના પુર્વાધિકારી કોણ હતા?
 -  હૈદર અલી

૧૦.    ટીપું સુલ્તાનએ યુદ્ધની કઈ સેનાને સંભાળી હતી?
 -  મૈસુર યુદ્ધ

૧૧.    ટીપું સુલ્તાનની મૃત્યુ તિથિ કઈ છે?
  -  4 મેં ૧૭૯૯

12.     ટીપું સુલ્તાનનું મૃત્યુ સ્થાન કયા છે?
 -  શ્રીરંગપટ્ટમ, કર્નાટક
ચંદ્રગુપ્ત મૌર્ય


1.       ચંદ્રગુપ્ત મૌર્ય એ કોણ હતા?
 -  ભારતમાં સમ્રાટ હતા

2.       ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો?
 -  ૩૪૦ ઈ.પુ.

3.       ચંદ્રગુપ્ત મૌર્યની જન્મ ભૂમિ કઈ છે?
 -  મગધ, ભારત

4.       ચંદ્રગુપ્ત મૌર્યનું પૂરું નામ શું છે?
 -  ચક્રવર્તી સમ્રાટ ચંદ્ર ગુપ્ત મૌર્ય

5.       ચંદ્રગુપ્ત મૌર્યની માતાનું નામ શું હતું?
 -  મુરા

6.       ચંદ્રગુપ્ત મૌર્યના સંતાનનું નામ શું હતું?
 -  બિન્દુસાર

7.       ચંદ્રગુપ્ત મૌર્યને કોની ઉપાધી મળી છે?
-  સમ્રાટ

8.       ચંદ્રગુપ્ત મૌર્યનો શાસન કાળનો સમય કયો છે?
 -  ૩૨૨ થી ૨૯૮ ઈ.પુ

9.       ચંદ્રગુપ્ત મૌર્યનો ધર્મ કયો છે?
 -  જૈન

10.   ચંદ્રગુપ્ત મૌર્યની પ્રસિદ્ધિ કઈ છે?
 -  ભારત નો પ્રથમ એતિહાસિક સમ્રાટ

11.   ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની કઈ છે?
 -  પાટલીપુત્ર

12.   ચંદ્રગુપ્ત મૌર્યના પુર્વાધિકારી કોણ છે?
 -  ધનાનંદ

13.   ચંદ્રગુપ્ત નો વંશ કયો છે?
 -  મૌર્ય વંશ

29 April 2015

મુઘલ સામ્રાજ્ય


૧.    મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું?  -   બાબર

૨.    મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા?  -  ૧૪૯૫ ઈ.

૩.    ફરગના વર્તમાનમાં ક્યાં છે?  -  ઉજ્બેકિસ્તાનમાં

૪.    બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું?  -  પાંચ વાર

૫.    પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૬ ઈ.

૬.    પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?  -  બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે

૭.    બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?  -  બાબરનામા માં

૮.    બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ

૯.    ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે?  -  બાબર

૧૦.   મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા?  -  અકબર

૧૧.   ખાનવાનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૭ ઈ

૧૨.   ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  રાણા સાંગા અને બાબર વરચે

૧૩.   હુમાયુ ગાદી પર ક્યારે બેઠો?  -  ૧૫૩૦ ઈ.

૧૪.    ચૌસા નું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૩૯ ઈ.

૧૫.    ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  શેરશાહ સૂરી અને હુમાયુ વરચે

૧૬.    હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે?  -  ડેબ્રા (૧૫૩૧),  ચૌસા (૧૫૩૯),  બીલાગ્રામ (૧૫૪૦), અને  સરહિન્દ (૧૫૫૫)

૧૭.    હુમાયુનામાની રચના કોને કરી?  -  ગુલબદન બેગમ

૧૮.    સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?  -  શેરશાહ સૂરી

૧૯.    મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા?  -  શેરશાહ સુરીના

૨૦.    ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  શેરશાહ સૂરી

૨૧.    પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૫૬ ઈ.

૨૨.    પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  અકબર અને હેમુના વરચે

૨૩.    દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?  -  અકબરે

૨૪.    દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?  -  બીરબલ

૨૫.    અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?  -  મનસબદારી પ્રથા

૨૬.    ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા?  -  શેખ સલીમ ચિસ્તી

૨૭.    આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે?  -  અકબરનું

૨૮.    ‘અનુવાદ વિભાગ’ની સ્થાપના કોને કરી?  -  અકબરે

૨૯.    પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબુલ ફજલ

૩૦.    ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે?  -  અકબરના

૩૧.    મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?  -  ફારસી

૩૨.    બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો?  -  ગુજરાતના વિજયની

૩૩.    જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે?  -  ન્યાય માટે

૩૪.    જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી?  -  રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

૩૫.    ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે?  -  જહાંગીર

૩૬.    શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે?  -  જહાંગીર દ્વારા

૩૭.    આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું?  -  શાહજહાએ

૩૮.    તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા?  -  ઉસ્તાદ ઈર્શા ખાન

૩૯.    ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  દારા શિકોહ એ

૪૦.    ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?  -  ઔરંગઝેબને

૪૧.    ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી?  -  ઔરંગઝેબએ

૪૨.    જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?  -  અકબરે

૪૩.    જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો?  -  હિંદુ ધર્મ

૪૪.    ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો?  -  શેરશાહ સુરીને

૪૫.    ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?  -  અબુલ ફજલ

૪૬.    અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા?  -  તાનસેન

૪૭.    અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -  બહાદૂરશાહ

૪૮.    ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?  -  અકબરના

૪૯.    મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી?  -  શાહજહાને

૫૦.    અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા?  -  બૈરમ ખા

૫૧.    ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો?  -  ઔરંગઝેબનો

૫૨.    ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે?  -  કોલકત્તાથી અમૃતસર

૫૩.    નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું?  -  ૧૭૩૯ ઈ.

૫૪.    શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે?  -  ઔરંગાબાદ

૫૫.    અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો?  -  કાલાનૌરમાં

૫૬.    બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો?  -  પંજાબથી

૫૭.    હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૭૬ ઈ.

૫૮.    ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  -  ઔરંગઝેબને

સામાન્ય જ્ઞાન


 ૧.      મૌર્ય કાળના શાસક ચંદ્રગુપ્તનો પુત્ર અને બિંદુસારનો દીકરો રાજા ............... હતા.

૨.      મૌર્ય કાલનો શાસક સમ્રાટ ચંદ્રગુપ્ત ને ................ની સહાયતાથી ................ રાજ્ય પ્રાપ્ત કર્યું.
૩.      મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞાને ................એ તોડ્યું હતું.
૪.      મૈથિલીશરણ ગુપ્તને સર્વપ્રથમ રાષ્ટ્રકવિ..................કહ્યું હતું.
૫.      સ્વેજ નહર જે બે સાગરોને જોડે છે, એમાંથી એક લાલ સાગર અને બીજો................સાગર છે.
૬.      જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ સેનાધિકારી.................ને ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના પંજાબના.................નગરમાં કરાવ્યો હતો.
૭.      ....................એ સમ્રાટ અશોકને બૌદ્ધ માં દીક્ષિત કરાવ્યો.
૮.      ગુપ્ત રાજવંસ ની સ્થાપના.................એ કરી હતી.
૯.      પખ્તુનીસ્તાન નું ક્ષેત્ર .................દેશ માં છે.
૧૦.    મૌર્યકાલીન વિશ્વ પ્રસિદ્ધ કુટનીતિજ્ઞ ચાણક્યનું વાસ્તવિક નામ...............છે.


જવાબ:
૧. અશોક        ૨. ચાણક્ય, મગધ       ૩. ભીષ્મ         ૪.  ગાંધી           ૫.  ભૂમધ્ય    
૬. ડાયર, અમૃતસર    ૭.  ઉપગુપ્ત      ૮. શ્રીગુપ્ત       ૯. અફગાનિસ્તાન     ૧૦.    વિષ્ણુગુપ્ત

રામાયણ


૧.      નીચેનામાંથી કોને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું?

A.        લક્ષ્મણ
B.         રામ
C.          હનુમાન
D.          સુગ્રીવ

૨.      શ્રી રામને લક્ષ્મણના પ્રાણ બચાવવા માટે સંજીવની બુટીનું રહસ્ય ક્યાં વૈદ્યએ બતાવ્યું?

A.        અંકુર
B.         વિભીષણ
C.          ચરક
D.          સુષેણ

૩.      અહલ્યાના પતિનું નામ શું હતું?

A.        ગૌતમ
B.         વિશ્વામિત્ર
C.          બૃહસ્પતિ
D.          વસિષ્ઠ

૪.      રામ ભક્ત હનુમાનના પુત્રનું નામ શું હતું?

A.        અંગદ
B.         મકરધ્વજ
C.          ઘતોત્ચક
D.          સુગ્રીવ

૫.      લક્ષ્મણને નાગ્પાસ માંથી મુક્ત કોને કર્યું હતું?

A.        જટાયુ
B.         સમ્પાતી
C.          જામવંત
D.          ગરુડ

જવાબ:   ૧.  B    ૨. D     ૩. A     ૪.  B    ૫.  D  

શીખ ધર્મ


૧.      શીખ ધર્મનો પાયો કોણે નાખ્યો?
 -   ગુરુ નાનક દેવ

૨.      ગુરુ નાનક પછી કોણે શીખ ધર્મને આગળ વધાર્યો?
 -  ગુરુ અગંદ અને ગુરુ અમરદાસ

3.      મુગલ શાસક અકબરને શીખના કયા ગુરુને ભેટમાં લીધા હતા?
 -  ગુરુ અમરદાસ

4.      કોણે અમૃતસર શહેર વસાવ્યું?
 -  ગુરુ રામદાસ

૫.      આદિગ્રંથની રચના કોણે કરી હતી?
  -  ગુરુ અર્જુન દેવ

૬.      ઔરંગઝેબએ શીખના કયા ગુરુની હત્યા કરાવી હતી?
 -  ગુરુ ગુરુતેગબહાદુર

૭.      ખાલસા પંથની સ્થાપના કોણે કરી?
 -  દસમાં ગુરુ ગુરુગોવિંદ સિંહ

8.      ખાલસા પંથની સ્થાપના કઈ જગ્યાએ કરી?
 -  આનદપુર

૯.      અકાલ તખ્તની સ્થાપના કોણે કરી?
 -  ગુરુ ગોવિંદ સિહ

૧૦.    સુવર્ણ મંદિરની સ્થાપનાનો યસ કોના ઉપર જાય છે?
 -  ગુરુ અર્જુન દેવ

૧૧.    ગુરુમુખી લિપિના જનકના રૂપમાં કોણ ઓળખાય છે?
 -  ગુરુ અંગદ

ભારતમાં પ્રથમ


૧.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
 -  મોહમ્મદ બિન કાસીમ

૨.      ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?
-  ફાહ્યાન

3.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
 -  સિકંદર

4.      ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું?
  -  કિરણ બેદી

૫.      ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
 -  સરોજની નાયડુ

૬.      ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું?
 -  કમલજીત સંધુ

૭.      ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી?
-  એની બેસન્ટ

8.      રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી?
 -  મૈડમ ભીકાજી કામ

૯.      સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું?
 -  દિલ્લી

૧૦.    ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું?
 -  ૧૯૩૭

૧૧.    ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?
 -  ઇન્દિરા ગાંધી

12.     ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા?
 -  જ્ઞાની જેલ સિહ

૧૩.    ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું?
 -  ૨૭ ડીસેમ્બર ૧૯૧૧

૧૪.    ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા?
 -  હૈરોલ્ડ મૈકમિલન

૧૫.    ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?
-  ડી. આયાજન્હાવાર

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે