12/4/2015
💥💥Daily Current Affairs 💥💥
➡ચીનની બાળકી કિયાન હોગયાને કૃત્રિમ પગ હોવા છતા તે બાસ્કેટબોલની રમત સારી રમી શકે છે, ચીનમાં તેને બાસ્કેટબોલ ગર્લનાં નામથી ઓળખવામાં આવે છે.
➡ પ.બંગાળનાં કુચ બિહાર જિલ્લામાં સુબલ બર્મન નામના વ્યકિતને કપડાની એલર્જીને કારણે 43 વર્ષથી તે નગ્ન અવસ્થામાં જીવે છે.
➡ગુજરાત કૉ ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જી.સી.એમ.એમ.એફ) નાં મેનેજિંગ ડિરેકટર આર.એસ. સોઢી છે.
➡ભારતનાં હાલના મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપત છે.
➡GETCO નું પુરૂનામ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કૉર્પોરેશન છે.
➡હાલ ભારતનાં માહિતી કમિશનર એમ.શ્રીધર અચારયુલુ છે.
➡માહિતી કમિશનર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં માહિતી અધિકાર લાગુ કરવા કેન્દ્ર અને રાજ્યોને આદેશ અપાયા.
➡હરભજનની આજ સુધીમાં ચાર ક્રિકેટ એકેડેમી ચાલતી હતી, ત્યારે તેણે એક નવી એકેડેમી કોલકાતા ખાતે શરૂ કરેલ છે.
➡ ઓસ્ટ્રેલિયાનાં કલાસિકલ કોમેન્ટેટર, કેપ્ટન રિચી બેનોનું કેન્સરના કારણે અવસાન થયું છે.
➡કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ સાઉથર્નનાં સંશોધકોએ માથામાં પડેલી ટાલ પર વાળ ઉગાડી શકાય તેવી ટેકનિક શોધ્યાનો દાવો.
➡ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં અભિનયની શરૂઆત કયનાર અભિનેત્રી સ્વસ્તિકા મુખરજી બંગાળી છે.
➡આકાશગંગામાં પૃથ્વી જેવા 200 અબજ ગ્રહ આવેલા છે, એવો નાસા સંસ્થાનો દાવો.
➡પૃથ્વી સિવાયનાં ગ્રહ પર જીવન હોવાની સંભાવના વ્યકત કરતા નાસાનાં ડૉં એલન.
➡ઇ.સ.1912 માં ડુબેલા ટાઇટેનિકનાં દરિયામાં તરતા ભંગાર માંથી ડેકચેર મળી આવી, તેની 18 એપ્રિલે હરરાજી કરવામાં આવશે.
13/04/2015
💥 Daily Current affairs 💥
➡ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડનાં ચેરમેન એલ.ચૂંગા, , છે.
➡ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 મેગાવોટનો નર્મદા કેનાલ હેડ સોલર પાવર પ્રોજેક્ટ અમલી બન્યો છે, જે સારી રીતે કાર્ય કરે છે.
➡ગુજરાતમાં 10 વર્ષ પહેલા જ્યોતિગ્રામ પ્રોજેક્ટ સફળ થયો. તે પ્રોજેક્ટ હવે દેશમાં દિન દયાળ જ્યોતિગ્રામ યોજનાનાં નામે રજૂ કરાશે. જેમા 20 હજાર ગામને આવરી લેવાશે.
➡વડોદરામાં ₹ 100 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 મેગાવોટનો ટોપ કેનાલ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન યુનોનાં મહામંત્રી બાનકી મુને જાન્યુઆરી 15 માં કરેલુ.
➡ હાલમાં વડાપ્રધાને જૈતાપુર અણુકરાર ફ્રાન્સ સાથે કરેલ છે, તે પ્લાન્ટ મહારાષ્ટ્રમાં આકાર લેશે.
➡વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની "એરબસ" નાં સી.ઇ.ઓ. ટોમ એન્ડર્સ છે.
➡ ₹ 700 કરોડનાં ખર્ચે 36 ફાઇટર જેટ ફ્રાન્સ પાસેથી ખરીદવાનાં આગળ થયેલ કરારમાં ગુંચ પડી હતી તે ઉકેલવામાં વડાપ્રધાન સફળ.
➡ભારતનાં સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કહ્યુ કે આગામી 2 વર્ષમાં રફાલ ફાઇટર જેટ આપણી વાયુસેનામાં સામેલ થશે.
➡ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે છે.
➡ફ્રાન્સનાં વિદેશમંત્રી લૌરેન્ટ ફાબિયાસ છે.
➡ભારતીય મહિલા ખેલાડી અપૂર્વી ચંદેલાએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્જ મેડલ મેળવ્યો.
➡આગામી વર્ષે રિયો ઓલિમ્પિક માટે ક્વાલિફાય જીતુરાય બાદ બીજા અપૂર્વી ચંદેલા થયા.
➡અમેરિકાનાં માર્ટિના હિન્ગીસ સાથે મળીને ફેમીલી કપ જીતતા સાનિયા મિર્ઝા, તેઓ મહિલાઓની ડબલ્સમાં વિશ્વમાં નંબર વનનાં સ્થાને પહોંચ્યા છે.
➡ વિમેન ટેનિસ એસોસિયેશન સંચાલિત વિશ્વ રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર ભારતનાં એકમાત્ર પ્લેયર સાનિયા મિર્ઝા.
➡અમેરિકાની સાંસદમાં ચૂંટાઇ આવનાર પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબોર્ડે છે.
CURRENT AFFAIRS DATE :- 14/4/2015.
૧) MAT (મેટ) કરવેરાનો એક પ્રકાર છે. તેનું પુરુનામ મીનીમમ ઓલ્ટરનેટિવ ટેક્ષ એવું થાય છે.
૨) ગુજરાતમાં નોકરી મેળવતા પહેલા PRET (પ્રીત) નામની પરીક્ષા આપવી પડશે. તેનું પૂરું નામ પ્રિ રિક્રુટમેન્ટ એલીજીબીલીટી ટેસ્ટ એવું થાય છે.
૩) ચાલુ વર્ષ ડીસેમ્બર ૨૦૧૫ સુધીમાં ગુજરાત સરકાર દ્વ્રારા નવી નોકરીની ૨૦,૪૦૦ જગ્યા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જો કે વર્ષ ૨૦૧૪ ની ૧૧,૬૦૦ નવી નોકરી આપવાની કાર્યવાહી હજુ ચાલુ છે.
૪) આગામી વર્ષ ૨૦૧૬ માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓ યોજાશે, તેમાં પ્રબળ દાવેદાર હિલેરી ક્લીન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશના પુત્ર જેબ બુશને ગણવામાં આવે છે.
૫) ભારતમાં મલેરિયા, ઓસ્ટીઓપોરોસીસ, અને ડાયાબીટીસની નવી દવાઓ બનાવવામાં આવી છે, હાલ તેનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.તેવું ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું.
૬) કોરિયા ખાતે ચાલી રહેલા શુટીંગ વર્લ્ડકપમાં ભારતીય શુટર જીતુ રોયે મેન્સ ૧૦ મીટર રાઈફલ શુટીંગમાં બ્રોન્જ મેડલ જીત્યો છે.
૭) નેશનલ રાઈફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા સંસ્થાના જણાવ્યા પ્રમાણે જીતુ રાયને સતત સાતમો મેડલ મળેલ છે.
૮) એક ન્યુઝ ચેનલ આયોજિત કાર્યક્રમમાં શાહરુખ ખાનને ‘ગ્લોબલ આઇકોન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
૯) આજે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવાય રહી છે.
૧૦) ઈરાકના આંતકવાદી સંગઠને ૩૦૦૦ વર્ષ જુનું નીમરુદ શહેર તોડી પાડ્યું. તેની ઐતિહાસિક વિરાસત તોડી પાડી.
૧૧) જે ઉદ્યોગ કે સંસ્થા આવક વેરાના વિભાગમાં ટેક્સ સમયાંતરે ભરતી નથી તેને ટેક્સ ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવે છે.
૧૨) ભારતના સૌથી મોટા ટેક્સ ડીફોલ્ટરમાં જયપુરના ગોલ્ડ સુખ ટ્રેડ ઇન્ડિયા પ્રથમ ક્રમે આવે છે,
તેની પાસેથી આવક વેરાને ૭૫.૪૭ કરોડ વેરો બાકી છે.
૧૩) ગુજરાતના સૌથી મોટા ડીફોલ્ટરમાં બ્લુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામની સંસ્થા આવે છે.
૧૪) કેન્દ્ર સરકાર (ટફ) સ્કીમ ફરીથી શરુ કરવાની વિચારણા કરે છે. તેની સમય મર્યાદા ૧૦ થી ૧૫ વર્ષ રાખશે.
૧૫) TUF નું પૂરું નામ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ થાય છે, તેના અંર્તગત ટેક્સટાઈલ નીતિની જાહેરાત થશે.
Current Affairs: (15/4/2015)
1) ટાઇમ મેગેઝિને કરેલ ઓન લાઇન સર્વેમાં વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યકિતની યાદી જાહેર કરાઇ, તેમા બે ભારતીય સ્થાન પામ્યા, ભારતનાં વડાપ્રધાન અને અરવિંદ કેઝરીવાલ આ યાદીમાં છે.
2) ટાઇમ મેગેઝિન દ્વારા ઓન લાઇન કરાયેલા સર્વેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રથમ સ્થાને છે.
3) ગઇ કાલે ડૉ.આંબેડકરની 125 મી જન્મ જયંતી ઉજવાઇ તેનું જન્મ સ્થળ મધ્યપ્રદેશનું મહુમા નામનું ક્ષેત્ર છે.
4) દેશની જાણીતી સંસ્થા આર.એસ.એસ.ના મુખપત્રો "ઑર્ગેનાઇઝર" અને "પંચજન્ય" છે.
5) હાલ બ્રિટનનાં વડાપ્રધાન ડેવીડ કેમરુન છે.
6) જર્મનીનાં ગુટર ગ્રાસનું અવસાન થયું તે નોબલ પુરસ્કાર વિજેતા હતા.
7) આંતરરાષ્ટ્રીય શૂટીંગ ખેલ સંઘ વિશ્વકપનું આયોજન ચેગવાન દ.કોરિયામાં કરવામાં આવ્યુ છે.
8) ન્યુઝીલેન્ડે સુલતાન અલજન શાહ હોકી ટુર્નામેન્ટ 2015 નો ખિતાબ જીતેલ છે.
9) ભારતની જે.કે.સંગઠન નામની કંપનીના નવા અધ્યક્ષ હરિ સિંઘાનિયાને નિયુકત કરવામાં આવ્યા છે.
10) 11 એપ્રિલે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે.
11) હાલમાં ખાદી ગ્રામઉધોગ આયોગના સી.ઇ.ઓ.તરીકે અરૂણકુમાર ઝા.ની પસંદગી થઇ છે.
12) ગુજરાતનાં રાજકોટ શહેરને W.W.F. દ્વારા અક્ષય ઉર્જાના ક્ષેત્રે સારા પ્રદાન માટે સંન્માનિત કરવામાં આવ્યુ છે.
13) ભારતનાં થાણે નામના શહેરને National Earth Hour Capital 2015 નાં રૂપમાં નામાંકિત કરવામાં આવેલ છે.
14) સયુંકત રાજ્ય અમેરિકાનાં ઓકલાહોમા નામના રાજ્યમાં નાઈટ્રોજન પ્રેરિત ફાંસીને મંજુરી આપી દેવામાં આવી છે.
15) તમિળ ભાષામાં સારૂ પ્રદાન કરનારા તમિળ લેખક જયકાંતનનું થોડા સમય પહેલા અવસાન થયેલ છે.
Current Affairs: Date - 16/4/15
1) તિસ્તા સેતલવાડ "સબરંગ" નામની એન.જી.ઓ.(સ્વૈચ્છિક સંસ્થા) સાથે સંકળાયેલા છે.
2) નાસા સંસ્થાનાં ક્યુરિયોસિટી રોવરને મંગળની જમીનમાં પર્કલોરેટ નામનું કેમિકલ મળ્યુ હોવાનું જાહેર કરેલ છે.
3) વૈજ્ઞાનિકોનાં કહેવા મુજબ પર્કલોરેટ નામનું કેમિકલ વાતાવરણ માંથી પાણીનાં ભેજને શોષે છે.
4) બીજા વિશ્વયુધ્ધમાં પાયલટ રહી ચુકેલા ડોગ ગ્રેગોરીની કાર અન્ય કાર સાથે અથડાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.
5) આપણા દેશની સૌથી મોટી ઓન લાઇન કંપની ફ્લિપકાર્ટ છે.
6) ગઇકાલે પાકિસ્તાન દ્વારા "ગૌરી" મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું, આ મિસાઈલની ક્ષમતા 1300 કિ.મી. પરમાણુ હથિયાર લઇ જવાની છે.
7) પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ મમનુન હુસૈન છે. અને વડાપ્રધાન નવાઝ શરિફ છે.
8) કેનેડા સૌથી વધુ યુરેનિયમનું ઉત્પાદન કરે છે.
9) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં ભિષ્મ પિતામહ ગોવિંદભાઇ પટેલનું કેન્સરનાં કારણે અવસાન.
10) ભારતનું પહેલુ સ્માર્ટ સિટી ગાંધીનગર પાસે આકાર લઇ રહેલ (GIFT) સિટી છે તે.
11) દૈનિક ભાસ્કર પાવર લિમીટેડ (D.B.P.L.) માટે એક 600 મેગાવોટની ક્ષમતા વાળુ તાપ વિદ્યુત પરિયોજના (BHEL) અંતર્ગત છતિસગઢમાં સ્થાપવામાં આવશે.
12) (BHEL) નું પુરૂનામ ભારત હેવી ઇલેકટ્રિક લિમીટેડ થાય છે.
13) હાલમાંપ્રસિધ્ધ ગાયક હેએમ હનિફાનું અવસાન થયું.
14) ભારતનાં નવા ચૂંટણી કમિશનર તરીકે નજીમ જૈસી નિયુક્તિ પામ્યા છે.
15) સુર્યકુમાર બોઝ સુભાષચંદ્ર બોઝનાં પ્રપૌત્ર છે, જે ઇન્ડો-જર્મન એસોસિયેશનનાં પ્રમુખ છે.
Current Affairs : તા. 17/4/15
1) ભારત આગામી પાંચવર્ષમાં કેનેડા પાસેથી 3000 ટન યુરેનિયમ ખરીદશે.
2) કેનેડાનું પ્રખ્યાત અખબાર " ધ ગ્લોબ એન્ડ મેઇલ" છે.
3) વિજય માલ્યાનું પર્સનલ જેટ વિમાન 22 લાખમાં વેંચાયું, તેની હરરાજી ડિસેમ્બર 14 માં થયેલ, સાયલન્ટ એન્ટરપ્રાઇઝે તે ખરીદ્યુ હતું.
4) આગામી ખેલ મહાકુંભ 2015 માટે ગુજરાતનાં મુખ્યમંત્રીનાં હસ્તે "ખેલ ગુજરાત" મોબાઇલ એપ્સની શરૂઆત કરવામાં આવી.
5) બી.બી.સી.દ્વારા વિવાદિત ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવેલી તેનું નામ "ઇન્ડિયાઝ ડોટર" છે. હાલ તેનું પ્રસારણ રોકવાનો આદેશ દિલ્હી હાઇકોર્ટે આપેલ છે.
6) આગામી 21 મી મેં થી રાજ્યભરમાં "કૃષિ મહોત્સવ"નો પ્રારંભ થયો
7) એક અહેવાલ પ્રમાણે 25 મેં 1969 માં ચાર મજમુદાર સિપાઇ માર્કસવાદીથી અલગ થઇ બંગાળનાં નકસલબારી ગામમાંથી નકસલવાદની શરૂઆત કરેલ.
8) આઇ.સી.સી. દ્વારા વન-ડે રેન્કિંગ જાહેર થતા તેમા ભારત બીજા નંબરનાં સ્થાને યથાવત રહ્યું, 122 પોઇન્ટે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.
9) ભારતમાં 16 એપ્રિલ 1853 નાં રોજ પ્રથમ રેલ્વે શરૂ થયેલ ગઇકાલે ભારતની રેલ્વેનાં 162 વર્ષ થયા.
10) ભારતીય રેલ્વે વિશ્વમાં આજે સાતમાં ક્રમે રહેલ છે.
11) રાજકોટને પ્લાસ્ટિક મૂક્ત સિટી જુંબેશનાં પગલે ગ્લોબ ડિસ્ટ્રિક્ટ એનર્જી સિટીઝનો દરજ્જો મળશે.
12) ભારતમાં રેલ્વેમાં પ્રથમવાર રિઝર્વેશન નવી દિલ્હીથી ઇ.સ. 1986 થી શરૂ કરવામાં આવેલુ.
13) ભારતીય ડૉકટર રમેશ નિમ્માગડ્ડાએ ઓન્કોકલેક્ટ નામનું સોફ્ટવેર બનાવ્યું છે, જે કેન્સરની સારવારમાં મદદ કરશે.
14) ભારતે ઓરિસ્સાથી અગ્નિ-3 બેલિસ્ટિક મિસાઇલનું ગઇકાલે સફળ પરિક્ષણ કર્યું.
15) અગ્નિ-3 મિસાઇલની રેન્જ 3000 કિ.મી.ની છે.
Current Affair તા . 18/4/15
1) ઉતર કોરિયાનાં વિદેશમંત્રી રિ-સુ યોંગલ 12 થી 14 એપ્રિલ 2015 સુધી ત્રણ દિવસ ભારતની મુલાકાતે આવેલ.
2 ) કેન્દ્ર સરકારે અક્ષય ઉર્જાનાં લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ગ્રીન બોન્ડસની નવી યોજના અપનાવી.
3) કેન્દ્ર સરકારનાં વસ્ત્ર મંત્રાલય દ્વારા હોમ એકસ્પો ઇન્ડિયા-2015 નો શુભારંભ 16 એપ્રિલના રોજ નોયડા ખાતે કરવામાં આવ્યો.
4) ભારતીય મુળનાં માઇક્રોસોફ્ટનાં મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલાને 16 એપ્રિલ 2015 નો ચેમ્પિયન ઓફ ચેન્જ પુરસ્કાર મળ્યો.
5) કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે તા. 16 એપ્રિલ 2015 ના રોજ ભારતનાં વડાપ્રધાનને પ્રાચીન ભારતીય મૂર્તિ પૈરેટ લેડી ભેટમાં આપી.
6) યમનમાં સયુંકત રાષ્ટ્રનાં શાંતિદુત તરીકે કાર્ય કરતા જમાલ બેનોમારેએ પોતાના પદથી રાજીનામુ આપ્યુ.
7) ગત 8 એપ્રિલના રોજ સાર્ક સંગઠન અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રીઓની પાંચમી બેઠક દિલ્હીમાં આયોજીત થયેલી.
8) ગત 13 એપ્રિલ 2015 નાં રોજ વિશ્વબેંકે પ્રવાસ અને વિકાસ સંબંધી ટુંકો પત્ર જાહેર કર્યો, તેમા ઉલ્લેખ કરેલ છે કે વર્ષ 2014 માં ભારત માંથી વિશ્વમાં સૌથી વધુ લોકોએ પ્રવાસ કરેલો.
9) 8 એપ્રિલ 2015 નાં રોજ સયુંક્ત રાષ્ટ્રની ચાર મહત્વપૂર્ણ સહાયક સંસ્થા માટે ભારતની પસંદગી કરવામાં આવી છે.
10) 6 એપ્રિલ 2015 નાં અહેવાલમાં જાણવા મળ્યું કે સ્ટેનફોર્ડનાં સંશોધકોએ એવી બનાવી છે કે તે માત્ર એક મિનિટમાં ચાર્જ થઇ શકશે.
11) દુનિયામાં અલ્પસંખ્યક લોકોને અધિકાર મળે તે હેતુથી,18 ડિસેમ્બરના આ દિવસને અલ્પસંખ્યક દિન તરીકે ઉજવવામાં આવે છે.
12) પરમાણુ અને રેડિયો સાયન્સ ક્ષેત્રમાં "હેવેસી મેડલ" આપવામાં આવે છે.
13) Alcatel-lucent નામની કંપનીને નોકિયા કંપનીએ પોતાના હસ્તક લઇ લીધી છે.
14) ફ્રાન્સના રાજદુતના રૂપમાં મોહન કુમારની પસંદગી કરવામાં આવી છે.
15) વિશ્વબેંકે દક્ષિણ એશિયાઈ આર્થિક ફોકસ રિપોર્ટ રજુ કર્યો છે.
Current Affairs તા .19/4/15
1) તા.20/4/15 ના રોજ લડાકુ જહાજ આઇ.એન.એસ. વિશાખાપટ્ટનમને ખૂલ્લુ મૂંકવામાં આવશે, જે બરાક મિસાઇલથી સજજ હશે.
2) આઇ.એન.એસ. વિશાખા પટ્ટનમ જહાજનું વજન 7300 ટન છે, વળી ભારતીય નૌકાદળમાં આ જહાજ સૌથી મોટુ અને આધુનિક માનવામાં આવે છે.
3) વિશાખાપટ્ટનમ જહાજમાં 127 મિલીમીટર ગન હશે, તેમજ એ કે -630 એન્ટિમિસાઇલ ગન સિસ્ટમ પણ હશે, ખરાબ હવામાનમાં જહાજ પર હેલીકોપ્ટર લેન્ડિંગ કરી શકશે, તેવી સુવિધા પણ હશે.
4) સંજયગાંધી નેશનલ પાર્ક મુંબઇમાં આવેલ છે, તેમા રહેલી એકમાત્ર સફેદ વાઘણ "રેબેકા" કેન્સરની બીમારીથી પીડાય છે. તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી.
5) ભારતે કેનેડાનાં લોકોને દસવર્ષ સુધીનાં વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
6) રશિયા સૌપ્રથમ વાર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સૈન્યનાં અભ્યાસનું આયોજન કરશે.
7) ભારતીય મુળના અમેરિકી મહિલા રાજ રાજેશ્વરીને 16 એપ્રિલ 2015 નાં રોજ ન્યુયોર્કમાં ન્યાયધિશનાં પદ માટે પસંદ કરાયા.
8) તુર્કીએ 14 એપ્રિલ 2015 નાં રોજ ભૂમધ્ય સાગરનાં કિનારે મર્સિન પ્રાંતનાં આકકુયુમાં દેશનો પ્રથમ પરમાણુ વિજળીક યંત્રનું નિર્માણ કાર્ય શરૂ કર્યું.
9) બી. એસ. એફ નાં જવાનો માટે 14 એપ્રિલ 2015 થી રાષ્ટ્ર વ્યાપી ઉપગ્રહ આધારિત ટેલિ- મેડિસિન નેટવર્કની શરૂઆત કરવામાં આવી.
10) ભારતીય સર્વોચ્ચ અદાલતે 10 એપ્રિલ 2015 નાં રોજ એસિડ હુમલમાં ઇજા પામેલ લોકોની મફત સારવાર કરવાનો આદેશ તમામ હોસ્પિટલોને અપાયો છે.
11) ગઇ કાલે 18 એપ્રિલે વિશ્વવરસા દિન ઉજવાયો, વર્ષ 1972 મા સ્વીડનના પાટનગર સ્ટોક હોમમાં યુ.એન.ઓ.ની પરિષદમાં દુનિયાના વારસાને જાળવવાનો પ્રસ્તાવ રખાયો હતો.
12) ટેલિકોમનું નિયમન કરતી "ટ્રાઇ" એ કહ્યુ છે કે હવેથી મોબાઇલમાં નવુ સીમકાર્ડ કઢાવવા ચૂંટણી કાર્ડ ફરજીયાત આપવું પડશે.
13) આગામી સમયમાં જૂનાગઢ અને ગોધરામાં નવી યુનિવર્સિટીઓ કાર્યરત થશે.
14) મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમે અમદાવાદ અને રાજકોટ ની મેડિકલ કોલેજમાં 150-150 સીટો વધારવાની મંજુરી આપી છે.
15) બ્રિટનમાં વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી કૃઝ બનાવવામાં આવી છે. જેમા એક સમયે 4905 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે, 150 કૃ મેમ્બરો સેવામાં આપે છે .
Current Affairs તા.20/4/15
1) જમીન સંપાદન ખરડાના વિરોધ માટે કોંગ્રેસ પક્ષે zaminvapasi.com નામની વેબ સાઇટ લોન્ચ કરી.
2) આગામી 21 જુને આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવવામાં આવશે.
3) 21 જુનના યોગા-ડે નિમિતે 100 રૂ. અને 10 રૂ. ના સિક્કા પણ ઇશ્યુ કરાશે, અને પોસ્ટલ સ્ટેમ્પ પણ રિલીઝ કરાશે.
4) મહારાષ્ટ્ર રાજ્યમાં મંત્રીઓને અપાતા "ગાર્ડ ઓફ ઓનર" ને હવેથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
5) ભારત અને કેનેડા દ્વારા દ્વિપક્ષીય સંબંધો બનાવવા માટે એક કાર્યક્રમ આપ્યો "નયા ઉત્સાહ, નયે કદમ"
6) પાકિસ્તાનની સુપ્રિમકોર્ટે સૈન્ય અદાલત દ્વારા અપાતી ફાંસીની સજાઓ પર રોક લગાવી.
7) ગત 17 એપ્રિલનાં રોજ વિશ્વ હિમોફોલિયા દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.
8) બેલગુરુનું ચિન્ના સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ દેશનું પ્રથમ સ્ટેડિયમ એવું બન્યુ કે જે સોલાર પ્લેટથી પાવર સંચાર કરતું હોય.
9) વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના નવા વિપક્ષના નેતા તરીકે નિયુક્તિ પામ્યા.
10) 17/4/15ના રોજ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનશ (ડી.ટી.સી.) ના પહેલા મહિલા બસ ડ્રાઇવર વન્કેદ્વારથ સરિતા બન્યા.
11) પત્રકાર ઓમ થાનવીને 24 મો બિહાર પુરસ્કાર 2014 એનાયત થશે.
12) હરિયાણા સરકારે અરવલ્લી પર્વતમાળા રેંજને વનક્ષેત્રની યાદી માંથી બહાર કરી.
13) દેશની બીજા નંબરની તેલ ઉત્ખનન કરનારી સરકારી કંપની ઓઈલ ઇન્ડિયાએ 17 એપ્રિલ 2015 નાં રોજ ગુજરાત અને મધ્યપ્રદેશમાં 54 મેગાવોટની પવન પરિયોજનાની શરૂઆત કરી.
14) ઓઇલ ઇન્ડિયાએ શરૂ કરેલ પવન પરિયોજના ગુજરાતનાં પાટણમાં અને મધ્યપ્રદેશનાં ચંદગઢમાં સ્થપિત થશે.
15) બિહારી પુરસ્કારની શરૂઆત વર્ષ 1991 થી આપવામાં આવે છે, કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનનાં હિંદી અથવા રાજસ્થાની લખકોને અપાય છે.
Current Affairs
તા. 21/4/15
1) આગામી 3 જી મેં થી દેશભરમા મોબાઇલ પોર્ટિબિલિટી શરૂ કરવામાં આવશે.
2) ટ્રેનમા પ્રવાસીઓને અપાશે બેગેજ ઇન્સ્યોરન્સ ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇ.આર.ટી.સી.) આપશે સવલત.
3) હાલ દેશમાં કેળાનું ઉત્પાદન કરવામાં પ્રથમ નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ અને બીજા નંબરે ગુજરાત.
4) ભારતમાં જમીન સંપાદનનો સૌપ્રથમ કાયદો અંગ્રેજ શાસન દરમિયાન 1894 માં બન્યો હતો.
5) સુપ્રિમ કોર્ટે આઇ.પી.એલ.ની તપાસ માટે વિવેક પ્રિયદર્શીની નિયુક્તિ કરી છે.
6) માર્કસવાદી કોમ્યુનિષ્ટ પાર્ટી નાં મહાસચિવ તરીકે સીતારામ યેચુરીની પસંદગી કરવામાં આવી છે.
7) ભારતનાં હાલનાં કેન્દ્રિય ગૃહ સચિવ એલ.સી. ગોયલ છે.
8) ભારતનાં પ્રવાસન મંત્રાલય દ્વારા ઇ-ટૂરિસ્ટ વીઝા પાંચ દેશોને આપવાનું વિચારાઇ રહ્યુ છે, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને ચીનનો સમાવેશ થાય છે
9) ગત વર્ષે ભારતે - અમેરિકા સહિત ચાલીસથી વધારે દેશો માટે ઇ-ટૂરિઝમ વિઝા ની સુવિધાની શરૂઆત કરી હતી. પરંતુ તેમા ચીન સામેલ ન હતું.
10) ચીનમાં ભારતનાં રાજદુત તરીકે હાલ અશોક કે કંઠે છે.
11) જુની પરંપરા પ્રમાણે કોઇપણ નૌસેનાનું યુધ્ધ જહાજ પ્રથમવાર જલાવરણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.
12) આઇ.એન.એસ. વિશાખાપટ્ટનમ નૌસેનાનાં પ્રમુખ એડમિરલ આર.કે ધવનનાં પત્નિ મિનુ ધવનનાં હાથે ખૂલ્લુ મુકાશે.
13) આગામી 2018 સુધીમાં અન્ય ચાર યુધ્ધ જહાજો બનાવી તેને સૈન્યમાં સામેલ કરાશે.
14) છેલ્લા નવ વર્ષમાં પહેલા ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ આજ તા.20/4/15 ના રોજ પાકિસ્તાનની મૂલાકાત લેશે.
15) ચીનનાં રાષ્ટ્રપતિ જિનપીંગને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન "નિશાન એ પાકિસ્તાન" થી નવાજવામાં આવશે.
Current Affairs તા.22/4/15
1) ભારતનાં મહિલા ખેલાડી વાઇ.પ્રાંજલા ટેનિસ રમત સાથે સંકળાયેલા છે.
2) વાઇ.પ્રાંજલાએ 18 એપ્રિલ 2015 ના રોજ એશિયાઇ જૂનિયર ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી લીધો છે.
3) પટના ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના 1 ડિસેમ્બર 1913 માં થયેલી.
4) ગત તા. 18/4/15 ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પટના ઉચ્ચ ન્યાયાલયનાં શતાબ્દી મહોત્સવ સમારોહનું ઉદ્દઘાટન કરેલ.
5) યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશન (યુ.જી.સી.) એ 21 જુન 2015 ના દિવસને તમામ યુનિ. "યોગા દિન" સ્વરૂપે ઉજવે તેવી જાહેરાત કરી છે.
6) વર્ષ 2014 માં સયુંક્ત રાષ્ટ્રસંઘની 69 મી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યુ હતું કે હવે થી 21 મી જુન આંતરરાષ્ટ્રીય યોગા દિન સ્વરૂપે ઉજવાશે.
7) ગઇકાલે 21 એપ્રિલનાં રોજ નવમો "સીવીલ સર્વિસ દિન" મનાવવામાં આવેલ.
8) ભારતમાં પ્રથમવાર "સીવીલ સર્વીસ દિન" 21 એપ્રિલ 2006 માં મનાવવામાં આવેલ.
9) દિલ્હી પોલીસનાં વડા રહી ચુકેલા નીરજ કુમારને 20 એપ્રિલ 2015 નાં રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ
( બી.સી.સી.આઇ.) માં થતા ભ્રષ્ટાચાર અને સુરક્ષાનાં એકમ સંદર્ભે મુખ્ય સલાહકાર તરીકે નિમાયા.
10) આગામી ઓલિમ્પિક રમત 2016 માં રિયો- ડી જેનેરિયોમાં રમાશે.
11) કેરળ રાજ્યમાં દારુ અને નશાકારક દવાનો દુર ઉપયોગ ટાળવા માટે "સુબોધમ પરિયોજના" શરૂ કરેલ છે.
12) હાલમાં લુઇસ હેમિલ્ટને બહેરિન ગ્રાન્ડ પિક્સ જીતી લીધેલ છે.
13) ઓરિસ્સાનાં પૂર્વ મુખ્યમંત્રી જાનકી વલ્લભ પટનાયકનું તા.21/4/15 નાં રોજ 89 વર્ષની વયે અવસાન થયેલ છે.તેઓ તિરૂપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયનાં કુલપતિ હતા.
14) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ "ઇન્દિરા ગાંધી રાજ ભાષા પુરસ્કાર" ને હવેથી નવા નામે "રાજ ભાષા કિર્તિ પુરસ્કાર" નાં નામથી ઓળખવામાં આવશે.
15) બીજો પુરસ્કાર "રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન વિજ્ઞાન મૌલિક પુરસ્કાર" હવેથી "રાજભાષા ગૌરવ પુરસ્કાર"ના નવા નામથી ઓળખાશે.
16) ઉપરોક્ત બન્ને પુરસ્કાર 14 સપ્ટેમ્બર નાં રોજ હિંદી દિવસે આપવામાં આવે છે.
Current Affairs તા.23/4/15
1) દ.કોરિયાનાં સંરક્ષણ મંત્રી હાન મિન-કુ છે.
2) વર્ષ 2010 થી એશિયન પુરસ્કાર ઉદ્યમી અને લેમન સમુહનાં સંસ્થાપક પોલ સાગુ દ્વારા દર વર્ષે અપાય છે.
3) હિન્દી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને 19 એપ્રિલ 2015 ના રોજ એશિયન એવોર્ડ અપાયો છે.
4) આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિન વર્ષ 1970 થી વિશ્વમાં ઉજવવામાં આવે છે.
5) આ વર્ષનો આં. રા. પૃથ્વી દિનનો વિષય "Its our turn to lid" રખાયો છે.
6) ગઇ કાલે 22 એપ્રિલ 2015 ના રોજ આં. રા. પૃથ્વી દિનની ઉજવણીનાં 45 વર્ષ પૂર્ણ થયા.
7) ચીને પાકિસ્તાનને 46 બિલિયન ડૉલર સહાય આપી; 51 એમ. ઓ. યુ. પર હસ્તાક્ષર કર્યા.
8) એમ. ઓ. યુ. નું પુરૂનામ મેમોરેન્ડમ ઓફ અંન્ડરસ્ટેન્ડિગ થાય છે.
9) પાકિસ્તાન સરકાર દ્વારા "નિશાને પાકિસ્તાન" પૂરસ્કાર 19 માર્ચ 1957 થી આપવામાં આવે છે.
10) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ શહરયાન ખાન છે.
11) હાલ ભારતની લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન છે.
12) વર્ષ 2015 મુજબ આશરે 192 જેટલા દેશોમાં પૃથ્વી દિન ઉજવાયો.
13) મહારાષ્ટ્ર સરકારે દરેક ગામમાં "સ્વચ્છતા દુત" નિયુક્ત કરવાનો નિર્ણય કરેલ છે.
14) જાપાનની બુલેટ ટ્રેને 11 સેકન્ડમાં 600 કિ. મી. ની સ્પીડે ચાલી શકવાનો રેકોર્ડ સ્થાપ્યો.
15) ભારતીય ટીમનાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી 90 કરોડનાં ખર્ચે દેશમાં 75 જેટલા જીમ અને ફિટનેસ સેન્ટર ખોલશે.
Current Affairs તા.24/4/15
1) હરિયાણા વિધાન સભાનાં અધ્યક્ષ કંવર પાલ છે, તેના દ્વારા સરસ્વતી નદી પૂનરુધ્ધાર યોજના અમલમાં આવી.
2) ઓન લાઇન પ્રવાસી સેવા આપનાર મેક માઇ ટ્રીપ કંપની નાં સી. ઇ. ઓ. દિપ કાલરા છે.
3) રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ 21 એપ્રિલ 2015 નાં રોજ કેરળના આર્થોડોકસ થિયોલોજીકલ કોટ્ટાયમનાં 200 વર્ષ પૂર્ણ થતા તેના માનમાં ટપાલ ટિકિટ રિલીઝ કરાઇ.
4) ભારત અને જોર્ડન વચ્ચે સામૂદ્રી પરિવહન હેતુ સંદર્ભે ગઇ કાલે 22/4/15 ના રોજ વાતચીત થઇ.
5) કેન્દ્ર સરકારે 22/4/15 ના રોજ દેશના ઉચ્ચ ન્યાયાલયોમાં વ્યાવસાયિક બેંચ બનાવવાની મંજુરી આપી છે.
6) વ્યાવસાયિક બેંચ મોટે ભાગે દિલ્હી, મુંબઇ, કોલકાતા, મદ્રાસ અને હિમાચલપ્રદેશમાં સ્થાપિત કરાશે.
7) વિશ્વબેંકે 18/4/15 નાં રોજ પ્રદુષણ પ્રબંધન પર્યાવરણ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કર્યો.
8) હાલમાં પ્રસિધ્ધ ક્રિસ્ટોફર બલ્યેનું અવસાન થયું તેણે ઇતિહાસ ક્ષેત્રે ખેડાણ કરેલ છે.
9) Tap - n - pay નામની નાણા આપવાની સેવા ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે.
10) મીગોલા એક સ્ટાર્ટ અપ ટ્રાવેલ ગાઇડ કંપનીને મેક માઇ ટ્રીપ દ્વારા ખરીદી લેવામાં આવી.
11) વર્ષ 2015 ને ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ વર્ષ તરીકે ઉજવવામાં આવશે.
12) પંજાબના ખેડુત રાજપાલ સિંહનાં પેટ માંથી 140 સિક્કાઓ અને 150 ખીલીઓ હોવાની એન્ડોસ્કોપી થઇ. જો કે આ વ્યકિત મેટલની ચીજો ગળી જતો હતો.
13) દેશની બી. એસ. એન.એલ. સેવા ગ્રાહકો માટે આગામી 1 લી મેં થી ફ્રી નાઇટ કોલીંગ સુવિધા આપશે.
14) આમ આદમી પાર્ટીની જંતર-મંતર મેદાનમાં થયેલ રેલીમાં આત્મહત્યા કરનાર રાજસ્થાનના ખેડુત ગજેન્દ્ર સિંહ હતા.
15) ગઇ કાલે 23/4/15 ના રોજ વિશ્વ પુસ્તક દિન સંદર્ભે ઘણી જગ્યાએ વાંચનના કાર્યક્રમ યોજાયા.
Current Affairs
તા. ૨૫/૪/૧૫
૧) સમગ્ર વિશ્વમાં વિશ્વ ખુશહાલી રીપોર્ટમાં સ્વીત્ઝર્લેન્ડ સૌથી પ્રથમ સ્થાને.
૨) વિશ્વ ખુશહાલી રીપોર્ટમાં ભારત ૧૧૭ માં ક્રમે.
૩) વિશ્વ ખુશહાલી રીપોર્ટ આનુસાર ૧૫૮ દેશોની યાદી મુજબ ચાડ ઇન દેશ સૌથી છેલ્લા ક્રમે.
૪) શહેરી વિકાસ મંત્રાયલ દ્વારા ૨૨ અપ્રિલ ૨૦૧૫ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ચન્દ્રશેખરની સમાધી સ્થળનું નામ એકતા સ્થળ થી બદલીને જન નાયક સ્થળ રાખેલ છે.
૫) શ્રી ચંદ્રશેખર ભારતના નાવમાં પ્રધાન મંત્રી હતા, તેઓ ૧૦ નવેમ્બર ૧૯૯૦ થી ૨૧ જુન ૧૯૯૧ સુધી પ્રધાન પદ પર રહેલા.
૬) દર વર્ષે ફિલ્મ ક્ષેત્રે આઈફા એવોર્ડ અપાય છે, તેની સુચી ૨૨ એપ્રિલ ૨૦૧૫ ના રોજ બહાર પાડી તેમાં હૈદર ફિલ્મને અલગ અલગ ક્ષેત્રમાં ૬ પુરુસ્કાર મળશે.
૭) I.I.F.A નું પૂરું નામ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફિલ્મ એકાદમી એવું થાઈ છે.
૮) આઈફા રોક્સ એન્ડ ટેકનીકલ એવોર્ડ ૫ જુન ૨૦૧૫ ના રોજ મલેશિયાની રાજધાની કઆલાલમ્પુરમાં આપશે.
૯) મૈસુરના છેલ્લા શાસક ટીપું સુલતાનના હથિયારોના સંગ્રહની લંડનમાં હરરાજી કરવામાં આવી, ૨૧ એપ્રિલ ૨૦૧૫ ના રોજ યોજાયેલી નીલામીમાં ૩૦ વસ્તુઓ ટીપું સુલતાનના ઇતિહાસ સાથે જોડાયેલી હતી.
૧૦) ગઈકાલે ૨૪/૪/૧૫ ના રોજ ત્રીજો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો.
૧૧) ૧૯૯૨ ના ૭૩ માં બંધારણીય સુધારા અનુસંધાને ૨૪ એપ્રિલ ૧૯૯૩ માં ગ્રામ મધ્યવર્તી અને જીલ્લા સ્તર પંચયાત અસ્તિત્વમાં આવેલ.
૧૨) નાસાએ પહેલું થ્રી.ડી. મુદ્રિત રોકેટ એન્જીનનો હિસ્સો બનાવ્યો.
૧૩) સુચના અને પ્રસારણ મંત્રયાલને ISO 9001 : 2008 પ્રમાણ પત્ર પ્રાપ્ત થયું છે.
૧૪) હવે થી ગંભીર આપરધમાં સંડોવાયેલા કિશોરોને ૧૬ વર્ષે ગુનાહિત ગણી શકાશે, ૧૮ વર્ષની મર્યાદા ઓછી કરાઈ.
૧૫) હાલમાં સચિનનો ૪૩ મો જન્મ દિવસ ઉજવાયો, સચિન પર બનનારી ફિલ્મ ૨૦૦ નોટ આઉટ આગામી વર્ષે રીલીઝ થશે.
Currrnt affairs તા.26/4-15
1) કોસ્ટારિકાનો તુરિઆલ્બા જ્વાળામુખી તા.24/4/15 ના રોજ ફાટ્યો, ગેસ અને ધુમાડાઓ એટલા ઉડ્યા કે તેની રાજધાની સેન જોસનાં વિમાની મથક પર વિમાનની આવન જાવન રોકવી પડી.
2) ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન 5 કરોડ ગ્રાહકો (વપરાશ કરનારા) અને 6 લાખ કરોડ રૂ.નું ફંડ ધરાવે છે.
3) ગોરખા રાઇફલ્સની પહેલી બટાલિયન (1/1 જી. આર.) નાં 24 એપ્રિલ 2015 નાં રોજ 200 વર્ષ પૂર્ણ થતા, સ્થાપના દિન ઉજવાયો.
4) દ.ચીલીમાં આવેલ કલબુકો જ્વાળામુખી પણ તા. 23 એપ્રિલ 2015 નાં રોજ ફાટ્યો.
5) કલબુકો જ્વાળામુખી ચીલીનાં એન્ડિઝ પર્વતમાળા વિસ્તારમાં 90 સક્રિય જ્વાળામુખી માનો એક છે.
6) ક્લબુકો જ્વાળામુખી છેલ્લે 1972 માં ફાટ્યો હતો.
7) રશિયા અને આર્જેન્ટિના વચ્ચે તા. 23/4/15 ના રોજ આર્થિક અને ઉર્જા સહયોગ પર વાર્તાલાપ થયો.
8) આર્જેન્ટિનાનાં હાલના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાડિઝ ડી કિર્ચનેટ છે.
9) કેન્દ્ર સરકારે દેશને ટી.બી.મૂક્ત બનાવવા 23 એપ્રિલ 2015 નાં રોજ ટી.બી.મૂકત ભારત અભિયાનની શરૂઆત કરી છે.
10) જાપાન દેશનો સૂચકઆંક નિક્કેઇ નામથી ઓળખાય છે.
11) અમેરિકી સર્જન જનરલના રૂપમાં વિવેક મૂર્તિને પસંદ કરવામાં આવ્યા છે.
12) દ.ભારતમાં "વરૂણ" નૌસૈનિક અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજીત થયેલ.
13) આગામી સમયમાં સોશ્યલ સાઇટ ટ્વિટર પોતાનું નવુ ફિચર હાઇલાઇટ્સ લોન્ચ કરશે.
14) ગૂગલ પણ પોતાનો "પ્રોજેક્ટ ફાઇ" માર્કેટમાં લાવશે, તેનાથી ઇન્ટરનેટ અને કોલદરમાં સ્પર્ધા થશે.
15) ગુજ.રાજ્યનાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર એમ.કે.રે દ્વારા 232 ઇન્કમટેકસ ઇન્સ્પેકટરની સામુહિક બદલી કરવામાં આવી.
Current Affairs તા. 27/4/15
1) તા. 25/4/15 શનિવાર નાં રોજ નેપાળની રાજધાની કાઠમંડુથી 80 કિ.મી. દુર પોખરાનાં લામજુંગમાં રાત્રીના 7.9 ની તિવ્રતા નો ભૂકંપ થયો, મોટેભાગે નેપાળની ઐતિહાસિક ધરોહરને નુકશાન થયું. આશરે 2400 થી વધુનાં મોત થયાં.
2) અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશો પાસે "શેક એલર્ટ" નામની એલર્ટ ટેકનોલોજી છે, જેની મદદથી ભૂકંપ આવે તે પહેલાં જ જાણકારી મળી જાય છે.
3) નાસા દ્વારા એવી ટેકનોલોજી વિકસવવામાં આવી રહી છે, કે તેનાથી ભૂકંપ ની સેટેલાઇટ તસ્વીર પણ લઇ શકાશે, હાલ આ ટેકનિકથી વાવાઝોડાની તસ્વીર લઇ શકાય છે,
4) સૌપ્રથમવાર વાવાઝોડાની સેટેલાઇટ તસ્વીર 1960 માં લેવામાં આવી હતી. આજથી 55 વર્ષ પહેલા.
5) આગામી 1 મેં ના રોજ ભાજપ સરકાર નવી દિલ્હી ખાતે મહાસંપર્ક કાર્યક્રમ નું લોન્ચીંગ કરશે. ભાજપે મીસ્ડ કોલથી દેશભરમાં 10 કરોડથી વધુ સભ્યો નોંધ્યા છે.
6) કુંતીના છઠ્ઠા પુત્ર કર્ણને દુર્યોધને અંગદેશનું રાજ્ય આપેલ.
7) ગઇકાલે 26/4/15ના રોજ વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ડે ની ઉજવણી કરવામાં આવેલી.
8) ચીન પાકિસ્તાનને વધુ 50 જે.એફ.17 થન્ડર વિમાન આપશે, આ અગાઉ 2007 પછી ચીન પાસેથી પાકિસ્તાન 60 વિમાન મેળવી ચૂક્યુ છે.
9) જે. એફ. 17 વિમાન નુ નિર્માણ ચીનની એંગ્દુ એરક્રાફટ ઇન્ડસ્ટ્રીઝ અને પાકિસ્તાન એરીનોટિક્સ કોમ્પલેક્સ દ્વારા સયુંક્ત રીતે કરવામાં આવશે.
10) ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો નેપાળમાં આવેલા ભૂકંપમાં સૌથી પહેલાં મદદ માટે જનાર ભારત દેશ હતો.
11) ભારતે નેપાળને મદદ કરવા માટે "ઓપરેશન મૈત્રી" અભિયાન હાથ ધરેલ છે.
12) નેપાળમાં થયેલ ભૂકંપ વખતે માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પમાં આવેલા ગુગલ કંપની ના ઓફિસર ડેનિયલ ફ્રેડિન બર્ગ નું મોત થયું હતુ.
13) 24 એપ્રિલ 2015 ના રોજ ભારતના વડા પ્રધાને દેશના હેલ્થકેર પોર્ટલનું ઉદ્ધાટન કર્યુ
14) જ્યાં સૌથી વધુ મુસાફરોની હેરફેર થતી હોય તેવા 50 રેલ્વે સ્ટેશનના વેઇટિંગ રૂમ આધુનિક કરાશે, તેમાં ટી.વી., વાઇ-ફાઇ સુવિધાઓ હશે.1200 સ્ટેશન પર પાણીનું વેંચાણ કરતા વેન્ડીંગ મશીન લગાવવાનો પ્રોજેક્ટ રેલ્વે દ્વારા હાથ ધરાશે.
15) ઓસ્ટ્રેલિયાના વાણિજ્ય મંત્રી એન્ડ્રયુ રોબ છે, જ્યારે બાંગ્લાદેશ ના વાણિજ્ય મંત્રી ટોફિલ અહેમદ છે.
Current affairs તા.28/4/15
1) તા.26/4/15 ના રોજ ભારત ના વડાપ્રધાને દેશના લોકો સાથે "સાતમી વાર મન કી બાત" નામનો વાર્તાલાપ કર્યો.
2) આગામી 13 મી મેં થી ફ્રાન્સ માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ શરૂ થશે, તેમાં બોલીવુડ અભિનેત્રી કૈટરિના કૈફ લારિઅલની એમ્બેસેડર તરીકે હાજરી આપશે.
3) લોહતત્વની ઉણપને કારણે પાઇકા નામનો રોગ થઇ શકે છે.
4) એક જગ્યાએથી અદ્રશ્ય થઇ અન્ય જગ્યાએ દેખાવાની ક્રિયાને વૈજ્ઞાનિકો ટેલિપાર્ટિશન એવું નામ આપે છે.
5) માણસના શરીર જેવા આકારની મશરૂમની નવી પ્રજાતિ મળી આવી, તેનું નામ જેસ્ટ્રમ બ્રિટાનિકમ રખાયું.
6) માઇકોલોજી એટલે ફૂગનું વિજ્ઞાન તે વિવિધ ફૂગનો અભ્યાસ કરે છે. જોનાથન તેના સાથે સંકળાયેલા છે, જેણે નવી પ્રજાતિનાં મશરૂમની હાલમાં જ શોધ કરી.
7) જી.એસ.ટી.સંબંધિત વિધેયક એ ભારતનાં બંધારણ માં 122 માં સુધારા અંતર્ગત મુકવામાં આવ્યું છે.
8) નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન નામની સંસ્થા દર વર્ષે દેશના લોકો દ્વારા તૈયાર કરાયેલા અનોખા શોધ સંશોધન ને બિરદાવે છે.
9) માર્ચ 2015 માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના અર્જુન ભાઇ પાઘડાળના મોડેલને બીજા નંબરે પાસ કર્યું, તેણે કચરા માંથી ઇંટ, કુંડા બનાવતું અદભૂત મશીન બનાવ્યુ છે.
10) અનોખા સંશોધન બદલ અર્જુન ભાઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાં હસ્તે એવોર્ડ અને ત્રણ લાખ રૂ. ની ધનરાશિ પૂરસ્કાર રૂપે મળ્યા.
Current affairs તા: 29/4/15
1) એશિયન લાયન "સિંહ"નુ એક માત્ર ઘર ગણાતું ગીર નેશનલ પાર્ક આશરે 258 ચો.કિ.મી.માં ફેલાયેલ છે.
2) ગુજરાત રાજ્ય ને 16 ટી.વી. ચેનલો શરૂ કરવા માટે કેન્દ્રીય પ્રસારણ મંત્રાલયે આપી મંજૂરી.
3) બાયસેગ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની લીમીટેડ ની શરૂઆત 5 ફેબ્રુઆરી 2013 માં થયેલી.
4) ભારત સરકારે ગુજરાતને દુરદર્શન સેટેલાઇટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, આગામી ચૂંટણીઓ પહેલા ડી. ટુ. એચ. પર 16 સરકારી ચેનલ શરૂ થશે.
5) સી. આઇ. એસ. એફ. નું પુરૂ નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ થાય છે.
6) ગૂગલ દ્વારા નવું ફિચર્સ લોન્ચ કરવામાં આવ્યું બ્રાઉઝરની મદદથી માહિતી, નોટ્સ અને રિમાઇન્ડર મોબાઇલ પર મોકલી શકાશે.
7) નેપાળમાં થયેલ ભૂકંપમાં "એતાકરમ" તેલુગુ ફિલ્મનાં શુટીંગ સંદર્ભે ગયેલા "કે. વિજય" તેલગુ એકટરનું મોત થયુ છે.
8) એચ. આઇ. વી. ટેસ્ટ ઘેરે થઇ શકે તેવી કીટ વિકસાવનાર કંપની બાયો સ્યુર છે.
9) વિશ્વની પ્રથમ સેલ્ફ ટેસ્ટ એચ. આઇ. વી. કિટનું યુ. કે. માં વેંચાણ શરૂ.
10) ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના 2010 ના સર્વે મુજબ વિશ્વમાં 22 કરોડ જ્યારે ભારતમાં 10 કરોડ જેટલા બાળમજૂરો છે.
11) આગામી સમયમાં આવી રહેલ "વજીર" ફિલ્મમાં અમિતાભ બચ્ચન ચેસના લકવા ગ્રસ્ત ગ્રાન્ડ માસ્ટરની ભૂમિકા પર કામ કરી રહ્યાં છે.
12) ગત રવિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનાં પ્રમુખ થોમસ બાકે ભારતની મુલાકાત લીધેલી.
13) ટ્રિટન ઇન્વેન્શનલ સ્પર્ધામાં વિકાસ ગૌડાએ ડિસ્ક થ્રો માં 65.75 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
14) દ. આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે પોતાની દીકરીનું નામ ઇન્ડિયા જેની રોડ્સ રાખ્યું છે.
15) વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી સદી ફટકાર્યા પછી પોતાની દીકરી નું નામ સીડની રાખ્યું હતું.
No comments:
Post a Comment