💥💥💥💥💥💥💥💥
Current Affairs 16 સામાન્ય જ્ઞાન 7-3-15
1 ) બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ભારતમાં જાસુસી કરનાર એલિજાબેથેએ પોતાની એકસોમી વર્ષગાંઠ ઊજવી.
2 ) ઇ.સ.1988 માં બહુચર્ચીત પુસ્તક "ધ વુમન ઓફ ઓ. એસ. એસ."તેમણે લખ્યું છે.
3 ) પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે અંતર છે, તેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે.
4 ) ફેબ્રુઆરીમાં રજૂ થયેલી "ફિફટી શેડસ ઓફ ગ્રે" નામની હોલીવૂડ ફિલ્મને ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, કેન્યાએ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો ચીનમાં તેનો વિરોધ થાય છે.
5 ) ઇથોપિયામાં 28 લાખ વર્ષ જુનુ માનવજીવનું અશ્મી મળ્યું. આ અશ્મી માનવજાતિની સૌથી પહેલા થયેલી શરૂઆતના સમયનું છે, તેવો દાવો કરાયો છે.
6 ) માર્ચ 2015 મુજબ દક્ષિણ કોરિયાના વડાપ્રધાન લી-વૈન ફુ છે.
7 ) 7 માર્ચ 1955 માં શિમલામાં જન્મેલા હિન્દી ફિલ્મ અભિનેતા અનુપમખેરનો આજે જન્મ દિવસ.
8 ) સૌપ્રથમ હોળીને લગતું ગીત હિન્દી ફિલ્મોમાં 1944 માં આવેલી "જવારભાટા"માં ફિલ્માવાયુ હતું.
9 ) ફોબ્સ ની યાદી મુજબ ભારતના સૌથી અમીર વ્યકિત દિલીપસંઘવી અમરેલી જિલ્લા સાથે નાતો ધરાવે છે.
10 ) બજેટ 2015-16 અનુસંધાને અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ અને નિર્માણ એનિમેશન સંસ્થા સ્થપાશે.
💥💥💥💥💥💥💥💥
Current Affairs 15 સામાન્ય જ્ઞાન 6-3-2015
1 ) લોકસભામાં ઇન્સ્યોરન્સ બીલને પસાર કરવામાં આવ્યું. તેના કારણે વિમાક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા 26 % થી વધીને 49 % કરવાનું શક્ય બનશે.
2 ) આ ઇન્સ્યોરન્સ બીલ વર્ષ 2008 થી પેન્ડિગ રહ્યું હતું.
3 ) એક સમાચાર મુજબ 12 માર્ચ 2015 ના રોજ વડાપ્રધાન દ્વારા "બારાકુડ્ડા" નામના નાના યુધ્ધ જહાજને મોરેશિયસને નિકાસ કરવામાં આવશે.
4 ) નિર્ભયા પર વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટ્રી બનાવનાર સંસ્થા બી.બી.સી. કે જેણે 8 માર્ચ ના રોજ આ ડોક્યુમેન્ટ્રી પબ્લિશ કરવી હતી, જે વહેલા આવી ગઇ.
5 ) 18 માર્ચ 1956ના રોજ આંબેડકરનાં આગ્રા આગમનની સ્મૃતિમાં આગ્રા ખાતે 18 માર્ચ 2015 ના રોજ આંબેડકર રચિત પુસ્તક "બુધ્ધ ઓર ઉનકા ધર્મ"પુસ્તકને સ્ટેનલેસ સ્ટિલના પાના માંથી બનાવ્યુ છે તેનું લોકાર્પણ થશે.
6 ) આ પુસ્તક 9 ફૂટની લંબાઇ અને 5 ફૂટની પહોળાઇ ધરાવે છે.
7 ) આ પુસ્તકનાં એક પાનાનું વજન 100 કિલોગ્રામ છે, તેમા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
8 ) ઝિમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબેનાએ પોતાનો 91 મો જન્મદિવસ ઉજવ્યો.
9 ) ટોપ ટેન 40 વર્ષથી નીચેના બિલિયોનેરમાં માર્ક ઝુકર બર્ગ પ્રથમ સ્થાને ઉંમર 30 વર્ષ કમાણી 35.1 બિલિયન ડોલર.
10 ) આ યાદીમાં એક અરૂણ પુદુરનો પણ સમાવેશ.