🇮🇳
વંદે માતરમ એ ભારત દેશ નું રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે.ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રીય સૂત્ર હતું.
વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા
આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.
ઇતિહાસ
બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનન્દ મઠનામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાંદુર્ગાની સ્તુતિ છે.
કોંગ્રેસનાં કલકત્તા અધિવેશન (૧૮૯૬)માં,રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. શ્રી અરવિન્દે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂ માં ભાષાંતર કર્યું છે.
૧૯૩૭ માં આ ગીત ના ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નેહરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદો ને માન્યાતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ ના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં રજૂ કરેલાં વક્તવ્યનો એક ભાગ નીચે આપ્યો છે,(સંદર્ભ આપો)
શબ્દો અને સંગીતની એ રચના જેને જન ગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે, બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર આધિકૃત કરે, અને વન્દે માતરમ્ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જન ગણ મનની સમકક્ષ સન્માનિય પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરું છું કે આ સદસ્યોને સંતુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ, ખંડ દ્વાદશ:૨૪-૧-૧૯૫૦)
આ ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું. આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજકોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં ૧ વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયો. આ સમાપનનુ અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલયએ આ ગીત ને ૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી. પરંતુ પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે(સંદર્ભ આપો)
વિવાદ
આનંદ મઠ ઉપન્યાસ પર અમુક વિવાદ છે અમુક લોકો તેને મુસલમાન વિરોધી માને છે. તેમનું કહેવું છે કે આમાં મુસલમાનોને વિદેશી અને દેશદ્રોહી બતાવવામાં આવ્યાં છે. વંદે માતરમ્ ગાવા પર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતની પહેલી બે કડી, જે પ્રસાંગિક છે, તેમાં કોઈ પણ મુસલમાન વિરોધી વાત નથી અને ન કોઈ દેવી કે દુર્ગાની અરાધના કરી છે પણ આવા વિરોધ કરતાં લોકોનું કહેવું છે કે,
મુસ્લિમ ધર્મમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે અને આ ગીતમાં માઁ ની વંદના કરવામાં આવી છે;આ એવા ઉપન્યાસમાંથી લેવામાં આવ્યું છે જે મુસ્લિમ વિરોધી છે;બે કડી પછીનું ગીત જેને કોઈ મહત્વ આપવામાં નથી આવ્યું, જે પ્રસાંગિક પણ નથી તેમાં મા દુર્ગાની આરાધના છે.
જોકે એવું નથી કે ભારતનાં બધાં મુસલમાનોનેઆ ગીત સામે વિરોધ છે કે બધાં હિંદુઓ એને ઉત્સાહથી ગાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં સંગીતકાર એ.આર.રહમાને કે જે પોતે એક મુસલમાન છે, 'વંદેમાતરમ્'ગીતને લઈ એક એલ્બમ તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું છે. બહુમતિ લોકોનું માનવું છે કે આ વિવાદ રાજનૈતિક વિવાદ છે. ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ખ્રિસ્તી લોકો પણ મૂર્તિ પૂજન નથી કરતા પણ તેઓ દ્વારા આ વિષે કોઈ વિવાદ નથી.
જે લોકો વન્દે માતરમ ના વિવાદ મા છે. તે મુર્ખ છે.
કાયદો
શું કોઈને કોઈ ગીત ગાવા માટે મજબૂર કરી શકાય કે નહીં ? આ પ્રશ્ન સર્વોચ્ચ અદાલત સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 [૨] વાદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ વાદમાં અમુક વિદ્યાર્થિઓ ને સ્કૂલમાંથી એટલા માટે કાઢી મુકવામાં આવ્યાં હતા કેમ કે તેમણે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાની ના પાડી દિધી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં રાષ્ટ્રગીતનાં સમયે તેના સમ્માનમાં ઊભા તો થતાં હતાં તેનું સન્માન કરતાં હતાં પણ ગાતાં ન હતા. તેમને ગાવાનું કહેવામાં આવતાં માટે તેમણે ના પાડી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા સ્વીકાર કરી અને તેમને સ્કૂલમાં પછા લેવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતનું સન્માન કરે છે પણ તેને ગાતો નથી તો એનો મતલબ એમ નથી કે તે એનું અપમાન કરી રહ્યાં છે. તેને ન ગાવા પર ન તો દંડિત યા ન તો પ્રતાડ઼િત કરી શકાય. વંદેમાતરમ રાષ્ટ્રગાન છે તેને જબરજસ્તી ગાવડાવવા માટે મજબૂર કરવામાં પણ આ જ કાયદો/નિયમ લાગશે.

No comments:
Post a Comment