પંચાયત રાજ
પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો
પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. મહાત્મા ગાંધીએપંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.
૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત,હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સાઅને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિનાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.
દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે: (૧) ગ્રામ પંચાયત, (૨) તાલુકા પંચાયત, અને (૩) જિલ્લા પંચાયત.
No comments:
Post a Comment