11 March 2016

ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

માળખું

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત ૭ થી ૧૭ સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

કાર્યો

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે:[૧]
  • સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
  • ખાસ રોજગાર યોજના
  • ઇન્દિરા આવાસ યોજના
  • ગ્રામીણ સ્વચ્છતા યોજના
  • ગોકુળ ગ્રામ યોજના
  • સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભામાં ગ્રામજનો,મામલતદારપંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે