જેમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દ્રષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાય નો જન્મ જામનગર નજીક ગંગાજળા ગામમાં તા. ૨૧-૯-૧૯૦૫ના રોજ થયો હતો. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ તેમણે જીવનની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે કરી હતી. દરમિયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો અને પછી ધીરે ધીરે તો એમના સત્ય અને અહિંસાના સિદ્ધાતોના રંગથી રંગાવા લાગ્યા. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને ઉછરંગરાય ઢેબર ઈ.સ. ૧૯૪૮ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયાં. ગાંધી વિચારના પ્રચારાર્થે ભારતના પ્રતિનિધિ તરિકે રશિયા તેમજ યુરોપના દેશોમાં ગયા. ગુજરાતમાં ‘સરદાર સ્મારકો’ ઊભા કરવા માટે પુરુષાર્થ કર્યો. જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તેમની કૂનેહ જોઈ જવાહરલાલ નહેરુએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રસના પ્રમુખપદે નીમ્યા હતા. દેશસેવા માટે પોતાની કે કુટુંબની પરવા કર્યા વિના સ્વેચ્છાએ ગરીબાઈ વહોરી લીધી હતી. સૌરાષ્ટ્રનું ઘડતર એ એમનું સૌથી મહાન અને ચિરંજીવ કાર્ય છે. મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈએ ફર્નિચર વગરના બે ઓરડાવાળા સાદા મકાનમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેવી જ રીતે દીલ્હીમાં પણ હરિજન કોલોનીમાં રહેવા ગયા હતા. આવી સાદગી આજે અંતર્ધાન થઈ છે. ઈ.સ. ૧૯૭૭માં રાજકોટમાં એમનું અવસાન થયું.
Home page
- Home
- Usefull Website
- Game
- ઉપયોગી વેબસાઈટૉ (usefull website)
- RTO DRIVING TEST
- Gujarati prathna
- Usefull Gujarati Grammer
- English Mp3 Tense
- EDUCATION APPS
- Gujarat all univercity
- ALL COMPITATIVE EXAM MATRIALS
- Textbooks
- CONTACT ME
- Voter list search Name
- LEARN ENGLISH
- Banks IFSC Code
- FIND PIN CODE
- Navigation Menu
- Magazines
- Read News Papers Online
- Online Services
- Syllabus for all competitive exam
- CCC REGISTRATION INFORMATION
- PhotoGallery
- Daily current affairs Read! ! !
- ફોજદારી ધારાની અગત્યની કલમો
27 May 2015
સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર
જેમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દ્રષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાય નો જન્મ જામનગર નજીક ગંગાજળા ગામમાં તા. ૨૧-૯-૧૯૦૫ના રોજ થયો હતો. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ તેમણે જીવનની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે કરી હતી. દરમિયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો અને પછી ધીરે ધીરે તો એમના સત્ય અને અહિંસાના સિદ્ધાતોના રંગથી રંગાવા લાગ્યા. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને ઉછરંગરાય ઢેબર ઈ.સ. ૧૯૪૮ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયાં. ગાંધી વિચારના પ્રચારાર્થે ભારતના પ્રતિનિધિ તરિકે રશિયા તેમજ યુરોપના દેશોમાં ગયા. ગુજરાતમાં ‘સરદાર સ્મારકો’ ઊભા કરવા માટે પુરુષાર્થ કર્યો. જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તેમની કૂનેહ જોઈ જવાહરલાલ નહેરુએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રસના પ્રમુખપદે નીમ્યા હતા. દેશસેવા માટે પોતાની કે કુટુંબની પરવા કર્યા વિના સ્વેચ્છાએ ગરીબાઈ વહોરી લીધી હતી. સૌરાષ્ટ્રનું ઘડતર એ એમનું સૌથી મહાન અને ચિરંજીવ કાર્ય છે. મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈએ ફર્નિચર વગરના બે ઓરડાવાળા સાદા મકાનમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેવી જ રીતે દીલ્હીમાં પણ હરિજન કોલોનીમાં રહેવા ગયા હતા. આવી સાદગી આજે અંતર્ધાન થઈ છે. ઈ.સ. ૧૯૭૭માં રાજકોટમાં એમનું અવસાન થયું.
No comments:
Post a Comment