04 May 2015

જાણો જરાક અમથું જનરલ નોલેજ
• ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
• વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
• સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
• જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
• માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
• ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
• શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
• હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
• જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
• ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
• વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
• ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
• ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
• સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
• આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
• નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
• પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
• દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે