શોર્ટકટ કી વડે ફાઈલને કરો મિનીમાઇઝ અને મેક્સિમાઇઝ
કમ્પ્યુટર નોલેજ
બાળદોસ્તો, જો તમે શોર્ટકટ કી યુઝ કરવાનું વધુ પસંદ કરતા હોય તો આપણે અહીં એવી થોડી શોર્ટકટ કી વિશે માહિતી મેળવીએ કે જેનાથી તમને રોજબરોજના કમ્પ્યુટરના ઉપયોગ વખતે ખૂબ જ કામ લાગશે. માઉસનો વારેવારે ઉપયોગ ટાળવો હોય તો તમે અમુક ખૂબ જ જરૂરિયાતવાળા અને વારેવારે કરવા પડતાં કામોમાં સિફ્તથી કી-બોર્ડ વાપરીને કામ વધુ ઝડપી બનાવી શકો છો. આ રહી એવી થોડી ટિપ્સ.
તમે જે ફાઈલ પર કામ કરી રહ્યાં હોય એ ફાઈલ તમારે માઉસના ઉપયોગ વગર જ મિનીમાઈઝ કરવી હોય તો તમે Alt અને Spacebar કીની સાથે N પ્રેસ કરશો એટલે જે તે ફાઈલ મિનીમાઈઝ થઈ જશે. એ જ રીતે તમારે કોઈ ફાઈલ અધૂરી ખૂલી છે અને કમ્પ્યુટરની તમારી સ્ક્રીન જેવડી મોટી કરી દેવી છે તો તમારે Alt અને Spacebarની સાથે X પ્રેસ કરવાનું રહેશે. આ પ્રમાણે જરૂર પડયે જે તે ફાઈલને ક્લોઝ કરવા માટે Alt અને Spacebarની સાથે C પ્રેસ કરવાથી ફાઈલ ક્લોઝ થઈ જશે. જો ફાઈલ અડધી જ ખુલ્લી હોય અને તમારે જમણીથી ડાબે કે ડાબેથી જમણી તરફ ખસેડવા માટે Alt અને Spacebar કીની સાથે M કરીએ એટલે પછી એરો કીની મદદ વડે મૂવ કરી શકાય છે. માઉસનો ઓછો ઉપયોગ કરીને કામ ઝડપી બનાવવું હોય તો આ ટેક્નિક અપનાવવા જેવી છે.

No comments:
Post a Comment