બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર
ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના આમ્બડવા ગામમાં થયો હતો. પિતાનું નામ રામજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પિતા સૂબેદાર તરીકે નોકરી કરતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. નાનપણથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આંબેડકરની યાદશક્તિ એવી ગજબની કે જે વાંચે તે બધું જ તેમને યાદ રહી જતું. તે વર્ણભેદના અપમાનને પીને સતત પોતાનો વિકાસ કરતા રહ્યા. સતારા ગામના બ્રાહ્મણ શિક્ષક આંબેડકરને હિંમત અને માર્ગદર્શન આપતા રહ્યા. આંબેડકરને નાનપણથી વર્ણવ્યવસ્થામાંથી પેદા થતા ભેદભાવો સામે ખૂબ જ તિરસ્કાર હતો. ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને ૧૯૧૩માં પરદેશ મોકલ્યા.
અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન,સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આંબેડકરે પરદેશમાં સ્વતંત્રતા અને સમાનતાનો અનુભવ કર્યો. અહીં ઊંચ-નીચના ભેદભાવ તથા જન્મ આધારિત અસ્પૃશ્યતાના સ્થાને એક નવી જ દુનિયાનો પરિચય થયો. આથી તેમના વિચારો ખીલી ઊઠયા. તેમણે ભારતની વર્ણવ્યવસ્થા પર મહાનિબંધ લખીને દુનિયા સમક્ષ રજૂ કર્યો જેની ખૂબ જ પ્રશંસા થઈ. ભારત પાછા ફર્યા પછી વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. એ જમાનામાં ભારતમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું. આંબેડકરે ઐતિહાસિક ગોળમેજી પરિષદમાં ભાગ લઈને તેમણે તેમના વિચારો પ્રગટ કર્યા. આંબેડકરે વર્ણભેદ જડમૂળથી ખતમ થાય તે માટે વિવિધ પુસ્તકો પણ લખ્યાં છે. ભારતને આઝાદી મળતાં દેશનું બંધારણ ઘડવાનું નક્કી થયું. બંધારણ ઘડવાની સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરને નિયુક્ત કરવામાં આવ્યા. જેના આધારે ભારત દેશની લોકશાહી ચાલી રહી છે. આંબેડકરને એક વિદ્વાન, દાર્શનિક અને સમાજસુધારક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.

No comments:
Post a Comment