17 February 2016

Revenue Talati Notice



- : ઉમેદવાર માટેની સૂચનાઓ :-  
1આ પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધિત સૂચનાઓને આધારે આપે ઓન-લાઇન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળની બાંહેધરીના ખરાપણાને આધીન રહીને આપવામાં આવે છે.
2જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત પરિપૂર્ણ કરતા ન હો તો, આપને આ પરીક્ષામાં નહીં બેસવા સલાહ આપવામાં આવે છે.
3નિર્ધારીત પરીક્ષા સમય કરતા એક કલાક પહેલાં, એટલે કે, ૧૧:૦૦ વાગે આપે આપની બેઠક પર હાજર થવાનું રહેશે.
4પ્રશ્ન પુસ્તિકામાં કુલ-૧૦૦ પ્રશ્નો અને સમય ૧ કલાકનો રહેશે. દરેક પ્રશ્ન ૧(એક) ગુણનો રહેશે. આ કસોટીમાં વિગતવાર જાહેરાતમાં જણાવેલ અભ્યાસક્રમ અને ગુણભાર મુજબના પ્રશ્નો પૂછવામાં આવશે..
5ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર અને ઓળખના પુરાવા સિવાય કોઇપણ ચીજ સાથે રાખી શકશે નહીં. ઉમેદવારે કોઇપણ પુસ્તક, કાગળ, સાહિત્ય તથા પેજર, મોબાઇલ,(સ્વીચ્ડ ઓફ કે સાયલેન્ટ મોડ કરેલો હશે તો પણ) કેલક્યુલેટર જેવા કોઇ પણ વિજાણું સાધનો રાખવા નહી. આવી વસ્તુ(ઓ) આપની પાસેથી મળી આવશે તો, આપ ગેરલાયક ઠરશો, ઉપરાંત, આવી વસ્તુ(ઓ) જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગના ફોજદારી પગલાંને પાત્ર પણ ઠરશો.
6ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમ જ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.
7પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, આ પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.
8પરીક્ષામાં હાજરી આપતી વખતે, આપે ઓળખ માટે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ કે સ્કૂલ કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર,અસલ કે પ્રમાણિત કરેલ નકલ પૈકીનો ઓછામાં ઓછો કોઇપણ એક પુરાવો સાથે રાખવાનો રહેશે અને ઇન્વીજીલેટર (વર્ગ નિરીક્ષક) માંગે ત્યારે તે બતાવવાનો રહેશે.
9OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતા પહેલા OMR ઉત્તરપત્ર અને પ્રશ્નપુસ્તિકા પરની તે અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચવી.પછી જ જવાબો લખવા.
10OMR ઉત્તરપત્રમાં લખવા માટે ભુરી (બ્લુ() અથવા કાળી (બ્લેક) બોલ પોઇન્ટ પેનનો ઉપયોગ કરવો. પેન્સિલનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. વ્હાઇટ ઇન્ક, ઇરેઝર કે બ્લેડનો પણ ઉપયોગ કરવાનો નથી.
11OMR ઉત્તરપત્રમાં ઉમેદવારે પોતાનો બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિતકા સિરીઝ અંગ્રેજી અક્ષરમાં અને OMR પધ્ધ.તિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવવાનો રહેશે. આ સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહ્ન કરવા નહિં. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહી જેની જવાબદારી ઉમેદવારની રહેશે.
12OMR ઉત્તરપત્ર ઉપર ઉમેદવારે નિયત જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે તેમજ OMR ઉત્તરપત્ર ઉપર ઇન્વીજીલેટર (વર્ગનિરીક્ષક)ની સહી કરવામાં આવે તે જોવાનું રહેશે. ઉમેદવારની સહીના અભાવે OMR ઉત્તરપત્રની ચકાસણી કરવામાં આવશે નહીં અને તેમને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેની અચૂક નોંધ લેવી.
13આ પરીક્ષાનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્ક રીડીંગ) પધ્ધતિનું રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામે O માં બ્લ્યુ અથવા બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ ઘૂંટીને દર્શાવવાનો રહેશે.
14OMR ઉત્તરપત્રમાં ખોટા, છેકછાકવાળા, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, કે એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ ૦.રપ માઇનસ ગુણ કાપવામાં આવશે. પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય અને OMR ઉત્તરપત્રમાં વિકલ્પ (E) ડાર્ક કરશે તો તેના માઇનસ ૦.રપ ગુણ કાપવામાં આવશે નહિં.
15ઉમેદવાર નકલ કરતા ગેરરીતી / ગેરશિસ્ત આચરતા જણાશે તો, ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલાં સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
16પરીક્ષા શરૂ થયા પછીથી પ્રવેશ મળી શકશે નહી તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પૂરો ન થાય, ત્યાં સુધી, પરીક્ષાખંડ છોડી શકાશે નહી.
17ઉમેદવારે (૧) હાજરીપત્રકનું અડધિયું, તેમજ (૨) પરીક્ષા પૂર્ણ થયેથી OMR ઉત્તરપત્ર પરીક્ષા ખંડના ઇન્વીજીલેટરશ્રીને (વર્ગ નિરીક્ષકશ્રીને) પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમાં ચૂક કરનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવવા ઉપરાંત ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત તેમની સામે ફોજદારી પગલાં સહીતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવાર પ્રવેશપત્રનો ઉપરનો અડધો ભાગ તેમજ પ્રશ્નપુસ્તિકા પોતાની પાસે રાખી શકશે.
18લેખિત પરીક્ષા પૂરી થયા બાદ, એક અઠવાડીયામાં પ્રોવીઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ http://gsssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે. પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા, આન્સર કી પ્રસિધ્ધ થયાના એક અઠવાડીયાની અંદર જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવશે તો, તે વિચારણામાં લેવામાં આવશે અને બાદમાં ફાઇનલ આન્સર કી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે અને તેના આધારે પરિણામ તૈયાર કરવામા આવશે.
19આ પરીક્ષા માં મંડળ દ્વારા ઠરાવાયેલ લાયકી ગુણ (લઘુત્તમ લાયકી ગુણ ૪૦ ટકા) તમામ કેટેગરીના ઉમેદવારો માટે રહેશે,પરંતુ દરેક કેટેગરીવાઇજ મેરીટનાં ધોરણે ભાગ-૨ ની પરીક્ષા માટે ઉત્તિર્ણ ગણવામાં આવશે.
20સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાના તબકકે ગુણ, પરિણામ કે રીચેકીંગની અરજી કે પરીક્ષા સંબંધિત અન્ય કોઇપણ બાબતની માહિતી મેળવવા માટેની કોઇ પણ અરજી/રજૂઆત વિચારણામાં લેવામાં આવશે નહીં.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે