· અક્ષયતૃતિયા (અખાત્રીજ) :
વૈશાખ સુદ 3 વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે.
· બળેવ :
શ્રાવણ સુદ 15 નો આ દિવસ ‘શ્રાવણી‘, ‘નાળિયેરી પૂનમ‘, ‘બ્રહ્મસૂત્ર‘ જનોઈ બદલવાના દિવસ તરીકે ઊજવાય છે.
· નાગપંચમી :શ્રાવણ વદ 5 મીએ નાગદેવતાનું પૂજન થાય છે.
· શીતળા સાતમ :શ્રાવણ વદ 7 શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ઊજવાય છે.
· ગોકુલાષ્ટમી :શ્રાવણ વદ 8 ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે.
· ગણેશચતુર્થી :ભાદરવા સુદ 4 ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે.
· સ્વાતંત્ર્ય દિન :સને 1947ના ઓગસ્ટની 15 મીએ ભારતને આઝાદી મળી ત્યારથી આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે.
· નવરાત્રિ :આસો સુદ 1 થી 9 સુધીના નવ દિવસનો આ ઉત્સવ દેવીપૂજાનું માહાત્મ્ય સૂચવે છે. રાસ – ગરબાનો મહોત્સવ મનાય છે.
· રેંટિયાબારસ :ભાદરવા વદ 12 ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ સને 1869 માં થયેલો. તા. 2 ઓકટોબર, પણ ગાંધીનીના જન્મદિવસ તરીકે ઊજવાય છે.
· સરદાર જયંતિ :31 ઓકટોબર, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ તરીકે ઊજવાય છે.
· શરદપૂર્ણિમા :આસો સુદ પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્રના સાન્નિધ્યમાં રાસોત્સવ ઊજવાય છે. લોકો ચાંદનીમાં ઠારેલાં દૂધ – પૌંઆ જમે છે.
· ઉત્તરાયણ :તા. 14 જાન્યુઆરી. આ દિવસથી સૂર્ય ધીરેધીરે ઉત્તર દિશામાં ખસતો લાગે છે. મકરવૃત્તમાં ગતિ સંક્રાન્ત થાય છે, તેથી મકરસંક્રાન્તિ કહેવાય છે. લોકો પતંગની મઝા માણે છે.
· બકરી ઈદ :તા. 10 ઝીલહજ્જ. ખુદાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનના પ્રતિકરૂપે આ તહેવાર ઊજવાય છે.
· મહોરમ :તા. 10 મહોરમ મુલહરામ કરબલાના મેદાનમાં ઈમામહુસેન શહીદ થયેલા, તેની યાદમાં શોકનો આ દિવસ મનાવાય છે.
· ઈદેમિલાદ :તા. 12 રબી ઉલ અવ્વલ, હજરત મહંમદ પયગંબરના જન્મ અને મૃત્યુનો આ દિવસ ઊજવાય છે.
· મહાશિવરાત્રિ :મહાવદ 13, શંકર ભગવાનના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે.
· બાળદિન :‘ચાચા નેહરુ‘ નો જન્મદિવસ 14 નવેમ્બર ‘બાળદિન‘ તરીકે ઊજવાય છે.
· શિક્ષકદિન :ડો. રાધાકૃષ્ણન્ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર ‘શિક્ષકદિન‘ તરીકે ઊજવાય છે.
· પ્રજાસત્તાક દિન :જાન્યુઆરી 26, સ્વતંત્ર ભારતનું રાજ્યબંધારણ આ દિવસે 1950 ના વર્ષથી અમલમાં આવ્યું ત્યારથી ઊજવાય છે.
· નાતાલ :તા. 25 ડિસેમ્બરથી તા. 1 જાન્યુઆરી. ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશાલીમાં સપ્તાહનો આ તહેવાર ઊજવાય છે.
· ગુડ ફ્રાઇડે :તે દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવેલા તેની સ્મૃતિમાં ઊજવાય છે.
· પારસી નવું વર્ષ (પતેતી) :ખોરદાદ સાલ, પારસીઓ નવું વર્ષ ઊજવે છે.
· હોળી :ફાગણ સુદ પૂનમ, ભકત પ્રહલાદને ખોળામાં લઈ હોળીકા બળી મરેલી, તેની સ્મૃતિમાં છાણાની હોળી કરી ‘હુતાશની‘નો તહેવાર લોકો ઊજવે છે.
· ધૂળેટી :ફાગણ સુદ વદ 1 ના વસંતના રંગરાગના દિવસે લોકો રંગભરી પિચકારીઓ મારી ઊજવે છે.
· રામનવમી :ચૈત્ર સુદ 9 ભગવાન શ્રીરામનો જન્મદિવસ.
· મહાવીર જયંતી :ચૈત્ર સુદ 13, જૈન તાર્થંકર મહાવીરસ્વામીનો જન્મદિન.
· ઝંડા દિન :ડિસેમ્બરની 7મી તારીખનો આ દિવસ આઝાદી પછીથી ‘ઝંડા દિન‘ તરીકે ઊજવાય છે.
· શહિદ દિન :જાન્યુઆરી તા. 30 ના રોજ મહાત્મા ગાંધીનું ખૂન થયેલું. દેશના સ્વાતંત્ર્ય માટે અને દેશમાં કોમી એખલાસ માટે મહાત્માજીએ કુરબાની આપી તેથી આ દિવસ ‘શહીદ દિન‘ તરીકે ઊજવાય છે.
· માનવહકપત્ર દિન :24 ઓકટોબર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ દિન ‘માનવ અધિકાર દિન‘ તરીકે મનાવાય છે.
· વિજ્યાદશમી :આસો સુદી 10 દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવેલો તેની યાદમાં તે દિવસે શસ્ત્ર અને સમીપૂજન કરીએ છીએ.
· ધનતેરશ :આસો વદી 13 નો દિવસ, દિવાળીના તહેવારોનો પહેલો દિવસ, લોકો આ દિવસે ધનપૂજા કરે છે.
· કાળી ચૌદશ :આસો વદી 14, દિવાળીનો આગલો દિવસ, આ દિવસે ‘સાધકો‘ અંધારી રાત્રિમાં પ્રેતભૂત વગેરે અમાનુષી તત્વોને સાધે છે.
· દિવાળી :આસો વદી અમાસનો આ દિવસ દીવાઓના પર્વ તરીકે ઊજવાય છે. ‘શારદા પૂજન‘ દિવાળીની રાત્રિએ ઊજવાય છે. દીપમાળાઓ પ્રગટાવાય છે. હિંદુઓનો આ મહત્વનો તહેવાર છે.
· બેસતું વર્ષ :કારતક સુદ 1 (પડવો) વિક્રમ સંવતના પ્રથમ દિવસે લોકો અન્યોન્યને ‘નૂતન વર્ષાભિનંદન પાઠવે છે.
· ભાઈબીજ :કારતક સુદ બીજ ભાઈ બહેનના ઘરે જમવા જાય અને બહેનને આશીર્વાદ-શુભેચ્છાઓ આપે છે.
No comments:
Post a Comment