ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વર્ષ ૧૯૩પમાં સૌ પ્રથમ વખત બંધારણ બનાવવાની માગણી કરવામાં આવી હતી. ભારત આઝાદથયા બાદ ર૭ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. બંધારણની રચના ખરડા સમિતિના અધ્યક્ષ ડો. બી.આર. આંબેડકર હતા. જ્યારે જવાહરલાલ નહેરુ , સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી,કનૈયાલાલ મુન્શી, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સમિતિના સભ્યો હતા. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.
*********
ભારતીય બંધારણનો એક પરિચય
બંધારણ ઘડનારી સમિતિ દ્વારા ર વર્ષ , ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ તા. ર૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણનું ઘડતર પૂરું થયુંઅને ર૬ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ તે અમલમાં આવ્યું. બંધારણ ઘડાયું ત્યારે તેમાં ૮ અનુસૂચિ અને રર ખંડમાં ૩૯પ કલમો હતી. અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયેલા બંધારણના કુલ શબ્દો ૮૦ , ૦૦૦ હતા અને એ સમયે બંધારણના ઘડતરનો કુલ ખર્ચ રૂ. ૬૪ લાખ જેટલો આવ્યો હતો.બંધારણ ઘડવાના સમય દરમિયાનતેમાં ર હજારથી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. ભારતને ખરા અર્થમાં પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તાવાળારાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરતા બંધારણમાં હાલમાં ર૪ ખંડ અને ૧ર અનુસુચિ છે તથા બંધારણના શબ્દો વધીને ૧ ,૧૭, ૩૬૯ જેટલા થઈ ગયા છે.
*********
ભારતીય બંધારણની વિશેષતા
વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ પરિવર્તનશીલ છે , તેમાં ફેરફારો શક્ય છે.
ભારતને સંપૂર્ણ સાર્વભૌમઅને પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત કરે છે.
સ્વતંત્ર ન્યાય પાલિકાનીવ્યવસ્થા છે.
શાસનમાં પ્રમુખગત અને સંસદીય પ્રકારની પદ્ધતિનો અમલ છે.
બંધારણમાં કયા દેશમાંથી કઈકઈ બાબતો લેવાઈ
*********
ભારતના બંધારણના પાયામાં ઘણા બધા દેશોનાં બંધારણ અને કાયદાઓ છે. ભારતનું બંધારણ બનતું હતું ત્યારે અમેરિકા અને બ્રિટન સહિતનાદેશોની જુદી જુદી બાબતોનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે , જે કંઈક આ પ્રમાણે છે..
૧
સંસદીય પ્રણાલી
બ્રિટન
ર
સંસદીય વિશેષાધિકાર
બ્રિટન
૩
સંસદ તથા વિધાનસભા અને વિધાનસભા પરિષદની પ્રક્રિયા
બ્રિટન
૪
મૂળભૂત અધિકારો
અમેરિકા
પ
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ
અમેરિકા
૬
ઉપરાષ્ટ્રપતિનું પદ
અમેરિકા
૭
રાજ્યવ્યવસ્થા
કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
૮
કટોકટી સંબંધી જોગવાઈઓ
જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
૯
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આયર્લેન્ડ
૧૦
નાગરિકોની મૂળભૂત ફરજો
સોવિયેત સંઘ
૧૧
પ્રજાસત્તાક
ફ્રાન્સ
૧ર
સંયુક્ત યાદી
ઓસ્ટ્રેલિયા
No comments:
Post a Comment