1
બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી
2
દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? Ans: દેવકરણ નાનજી
3
‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
4
ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી? Ans: રોલેટ એકટ
5
મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર
6
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ
7
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? Ans: વૌઠા
8
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
9
વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: ૨.૪૧ ચો કિ.મી.
10
રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ
11
અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ
12
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? Ans: કચ્છ
13
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
14
કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી
15
પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
16
ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? Ans: ગાંધીજી
17
આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી
18
ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ? Ans: કસ્તુરભાઇ લાલભાઇ
19
શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી? Ans: ફેબ્રુઆરી-૧૯૦૫
20
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર
21
‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે? Ans: કવિ રાજશેખર
22
ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ
23
અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ
24
શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
25
ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. Ans: નવલખા મહેલ
26
કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી
27
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
28
‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? Ans: કવિ નિરંજન ભગત
29
ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ? Ans: કવિ ભાલણ
30
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? Ans: ગિરનાર
31
હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? Ans: આશા પારેખ
32
રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
33
હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
34
ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર
35
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
36
કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર
37
ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
38
‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી
39
ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? Ans: દિવાળીબેન ભીલ
40
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
41
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
42
ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર
43
હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? Ans: વિનોદ કિનારીવાલા
44
હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
45
સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
46
‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા
47
કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: મોતીડો
48
વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ? Ans: અંજાર
49
કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
50
ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા? Ans: મેંહદી નવાઝ જંગ
51
નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
52
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
53
અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે? Ans: ખોલકું
54
કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? Ans: ફલેમિંગો
55
ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
56
ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે? Ans: સુધીર ભાસ્કર
57
ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ? Ans: ઉદવાડા
58
નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? Ans: વીરસિંહ
59
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર
60
ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ
61
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
62
માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી
63
પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
64
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા
65
ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? Ans: કચ્છ
66
નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો? Ans: પ્રભાતિયાં
67
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
68
ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
69
આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
70
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? Ans: પોરબંદર
71
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ. ૧૯૧૭
72
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ
73
ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે? Ans: અમદાવાદ
74
કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
75
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા
76
પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? Ans: મેડમ ભિખાઈજી કામા
77
ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ
78
ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
79
કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ
80
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
81
લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
82
‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે? Ans: કવિ ગણપતિ
83
ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ? Ans: કાંચળિયા
84
સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
85
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
86
કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ? Ans: પાન્ધ્રો
87
કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
88
ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે? Ans: ઇરફાન પઠાણ
89
હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર
90
મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા
91
ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે
92
ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
93
ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? Ans: જેસોર
94
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ
95
ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
96
ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ
97
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર
98
‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ
99
પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર
100
ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
No comments:
Post a Comment