19 March 2015

current news

💥15 MARCH 2015💥

⚡પ્રખ્યાત ગાંધીવાદી નારાયણ દેસાઈનું નિધન
ગાંધી કથાના ગાન માટે પ્રખ્યાત ગાંધીવાદી નારાયણ દેસાઈનું અવસાન. તેઓ ગાંધીજીની ડાયરીના લેખક મહાદેવ દેસાઈના પુત્ર હતા. તેમનો વલસાડમાં થયો હતો. દેસાઈ ભૂદાન આંદોલન અને જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિ સાથે સંકળાયેલા રહ્યા.

⚡ફેસબુકે શૉપિંગ સર્ચ એન્જીન ધ ફાઇન્ડને હસ્તગત કર્યું
સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રની કંપની ફેસબુકે શૉપિંગ સર્ચ એન્જીન ધ ફાઇન્ડને હસ્તગત કર્યું. આ હસ્તાંતરણની સાથે ફેસબુકે ઈ-કૉમર્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. હસ્તાંતરણનો હેતુ ફેસબુકના જાહેરાત ક્ષેત્રમાં સુધારો કરવાનો છે.

⚡15 માર્ચે વર્લ્ડ કન્ઝયુમર રાઇટ્સ ડે ઉજવવામાં આવ્યો
15 માર્ચ 2015ના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવ્યો. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ દર વર્ષે 24 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત 24 ડિસેમ્બર 2000ના દિવસે ઉજવવામાં આવ્યો હતો.
14
MARCH
રાજ્યસભામાં વીમા કાયદા (સંશોધન) વિધેયક 2015 પસાર
રાજ્યસભાએ વીમા કાયદા (સંશોધન) વિધેયક 2015 ધ્વનિ મતથી પસાર કર્યું. વીમા કાયદા (સંશોધન) વિધેયકમાં વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની સીમાને 26% થી વધારીને 49% કરવાની જોગવાઈ છે.

💥14 MARCH 2015💥


⚡સાઇના નેહવાલ BWFની મહિલા રેંન્કિંગમાં બીજા સ્થાને
ભારતની બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ વિશ્વ બેડમિન્ટન મહાસંઘ (Badminton World Federation-BWF)ની મહિલા રેંન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ. પ્રથમ સ્થાને ચીનની લી ઝુએરૂઇ છે. બે વખત વિશ્વ કાંસ્ય ચંદ્રક વિજેતા સિંધુ નવમા સ્થાને છે.


⚡ગણસેન રેડ્ડી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ક્વાઝુલુ નટાલથી સન્માનિત
શિક્ષણને એક ઉચ્ચ સ્તરે જાળવી રાખવાની સિદ્ધિને કારણે ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન શિક્ષક ગણસેન રેડ્ડી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર ક્વાઝુલુ નટાલ 2015થી સન્માનિત. આ પુરસ્કાર દક્ષિણ આફ્રિકામાં શિક્ષણ ક્ષેત્રે લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર છે.


💥13 MARCH 2015💥
⚡ટાઇમ્સ હાયર એજ્યુકેશને વર્ષ 2015ની વર્લ્ડ રેપ્યુટેશન રેંન્કિંગ જારી કરી
ટાઇમ્સ હાયર એજયુકેશને વર્ષ 2015ની વર્લ્ડ રેપ્યુટેશન રેંન્કિંગ જારી કરી. તેમાં પ્રથમ સ્થાને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી, બીજા સ્થાને બ્રિટેનની યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ અને ત્રીજા સ્થાને યુનિવર્સિટી ઑફ ઑક્સફોર્ડ છે.


⚡ભારત અને સેશેલ્સની વચ્ચે સુરક્ષા સહકાર વધારવા માટે હસ્તાક્ષર
ભારત અને સેશેલ્સની વચ્ચે સુરક્ષા સહકાર વધારવા માટે ચાર કરાર પર હસ્તાક્ષર. (1) હાઇડ્રોગ્રાફીમાં સહકાર (2) નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં સહકાર (3) માળખાગત વિકાસમાં સહકાર (4) નેવિગેશન ચાર્ટ અને ઇલેક્ટ્રોનિક નૌકાવહન ચાર્ટના વેચાણમાં સહકાર.



⚡કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રાલયે ફાર્મા જન સમાધાન યોજના લોન્ચ કરી
કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રાલયે ફાર્મા જન સમાધાન યોજનાની શરૂઆત કરી. તે દવાઓની કિંમતો અને ઉપલબ્ધતાને લગતી ગ્રાહકોની ફરિયાદોના નિવારણની વેબ આધારિત સિસ્ટમ છે.




💥12 MARCH 2015💥


⚡ભારત-મૉરેશિયસ વચ્ચે પાંચ સમજૂતી
દરિયાઈ અર્થતંત્રના ક્ષેત્રમાં સહમતિ, મૉરેશિયસના એગાલેગા ટાપુ પર દરિયાઈ અને હવાઈ પરિવહન સુવિધા, પરંપરાગત ઔષધિ વિજ્ઞાન અને હોમિયોપેથીના ક્ષેત્રમાં સહકાર, 2015-18ની વચ્ચે સાંસ્કૃતિક સહકાર પર કાર્યક્રમ અને ભારતથી તાજી કેરીની આયાત.
12
MARCH
ભારતીય રેલવેએ LIC સાથે MOU કર્યાં
ભારતીય રેલવેએ LIC સાથે MOU પર હસ્તાક્ષર કર્યાં. આ કરાર હેઠળ LIC આગામી પાંચ વર્ષોમાં ભારતીય રેલવેની વિવિધ વ્યવસાયિક યોજનાઓને લાગુ કરવા માટે 150000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપશે.



⚡અનુભવી ખેલ પત્રકાર કે ભાસ્કરનનું નિધન
અનુભવી ખેલ પત્રકાર કે ભાસ્કરનનું અવસાન થયું. ભાસ્કરને ફ્રી પ્રેસ જર્નલ, ઇન્ડિયન એક્સપ્રેસ, ન્યૂઝડે (હાલ બંધ) અને પછી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 25 વર્ષો સુધી કામ કર્યું. ભાસ્કરને ફૂટબૉલ પર એક પુસ્તક વિલ્સ બુક ઑફ ફૂટબૉલ પણ લખ્યું છે.


💥11 MARCH 2015💥


⚡આઇવરી કોસ્ટની ભૂતપૂર્વ પ્રથમ મહિલા સિમોન ગ્બાગ્બોને જેલની સજા
આઇવરી કોસ્ટની ભૂતપૂર્વ પ્રથમ મહિલા સિમોન ગ્બાગ્બોને એક અદાલતે 20 વર્ષની જેલની સજા સંભળાવી. તેમને આ સજા 2010માં રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે હિંસામાં તેમની ભૂમિકા અને રાજ્ય સુરક્ષાની અવગણના કરવા બદલ અપાઈ.



⚡મિલકતોની બાબતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સૌથી મોટી કંપની
મિલકતોની બાબતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 3.68 લાખ કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ સાથે સૌથી મોટી કંપની. RIL પછી ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન અને તેના પછી HDFC નું સ્થાન.



⚡સૈફ અલી ખાનને બૉલીવુડ બ્રિટન અભિયાનના પ્રચારની જવાબદારી
બ્રિટનની રાષ્ટ્રીય પ્રવાસન એજન્સી વિઝિટ બ્રિટને સૈફ અલી ખાનને ભારત કેન્દ્રિત અભિયાન બૉલીવુડ બ્રિટન અભિયાનના પ્રચારની જવાબદારી સોંપી. ઉદ્દેશ - ભારતીય પ્રે
💥 10 માર્ચ 2015💥

⚡સૌર વિમાન સોલાર ઇમ્પલ્સ 2એ વિશ્વ ભ્રમણ માટે ઉડાન ભરી
સૌર ઊર્જા સંચાલિત વિમાન સોલાર ઇમ્પલ્સ 2એ વિશ્વ પ્રવાસ માટે અબુ ધાબીથી ઉડાન ભરી. સૌર ઊર્જા સંચાલિત વિમાનની આ પ્રથમ વિશ્વ ભ્રમણની ઉડાન છે. સોલાર ઇમ્પલ્સ 2 તેના પ્રવાસ દરમિયાન 35000 કિલોમીટરનું અંતર કાપશે.

⚡વીરપ્પા મોઇલીની વર્ષ 2014ના સરસ્વતી સન્માન માટે પસંદગી
ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઇલીની કન્નડ કવિતા શ્રી રામાયણ મહાન્વેષણ માટે વર્ષ 2014ના 24મા સરસ્વતી સન્માન માટે પસંદગી. સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં કે કે બિરલા ફાઉન્ડેશને કરી હત
⚡ભારતની પ્રથમ સ્વદેશી રોટાવાઇરસ વેક્સીન રોટાવેક લૉન્ચ
વડાપ્રધાન મોદીએ રોટાવાઇરસની પ્રથમ સ્વદેશી વેક્સીન રોટાવેક લૉન્ચ કરી. આ વેક્સીન ભારતમાં ડાયેરિયાથી થતાં બાળમૃત્યુ દરને ઓછો કરવાના પ્રયત્નોમાં મદદ કરશે. રોટાવાઇરસથી થયેલ ડાયેરિયાથી થતાં વિશ્વભરનાં મૃત્યુમાંથી 22% મૃત્યુ ભારતમાં થાય છે.
💥09 MARCH 2015💥
⚡પ્રથમ ભારત-નેપાળ મૈત્રી મોટર રેલી ઇન્ડિયા ગેટ પર પૂરી થઈ
પ્રથમ ભારત-નેપાળ મૈત્રી મોટર રેલી નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થઈ. રેલીનો હેતુ ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને માર્ગ સલામતીનો સંદેશ આપવાનો હતો. આ રેલીને પુરી, ઓરિસ્સાથી શરૂ કરવામાં આવી હતી.
⚡કેરોલિના મેરિને ઑલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો
સ્પેનની કેરોલિના મેરિને સાઇના નેહવાલને હરાવી ઑલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2015નો ખિતાબ જીત્યો. સાઇના ઑલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાવાળી ત્રીજી ભારતીય ખેલાડી અને પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.

⚡અશ્વિન મિત્તલ વૉલમાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CFO નિયુક્ત
વિશ્વની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઇનનું સંચાલન કરતી કંપની વૉલમાર્ટના ભારતીય એકમ વૉલમાર્ટ ઇન્ડિયાએ અશ્વિન મિત્તલને ચીફ ફાઈનાન્સ ઓફિસર (CFO) નિયુક્ત કર્યાં. તેઓ જિલ એન્ડરસનનું સ્થાન લેશે.
💥08 MARCH 2015💥
⚡આઉટલુક મેગઝિનના સંસ્થાપક તંત્રી વિનોદ મહેતાનું નિધન
વરિષ્ઠ પત્રકાર અને આઉટલુક મેગેઝિનના સ્થાપક તંત્રી વિનોદ મહેતાનું અવસાન થયું. મહેતા પ્રતિષ્ઠિત સંપાદક હતા જેમણે સફળતાપૂર્વક સન્ડે ઑબ્ઝર્વર, ઇન્ડિયન પોસ્ટ, ધ ઇન્ડિપેન્ડેન્ટ, ધ પાયોનિયર (દિલ્હી આવૃત્તિ) અને પછી આઉટલુકની શરૂઆત કરી.

⚡સબવેએ મુંબઈમાં સંપૂર્ણ મહિલા સંચાલિત આઉટલેટની શરૂઆત કરી
ઝડપી સેવા આપતી રેસ્ટોરન્ટની શ્રેણી સબવેએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા માટે મુંબઈના અંધેરીમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા આધારિત એક આઉટલેટ શરૂ કર્યું. ભારતના 70 શહેરોમાં તેના આઉટલેટ છે.

⚡વિશ્વભરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો
8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. ભારતના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે 2015ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. આ દિવસ સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી 1909માં ઉજવવામાં આવ્યો હતો.
💥07 MARCH 2015💥
⚡ઇન્ટરનેટ પર સૌથી પ્રભાવશાળી 30 લોકોમાં નરેન્દ્ર મોદી: ટાઇમ
પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ટાઇમે તેના અંકમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ટરનેટ પર 30 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કર્યાં. આ યાદીમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ સામેલ છે.

⚡કાઠમંડુ અને વારાણસી વચ્ચે સીધી બસ સેવા શરૂ
નેપાળની રાજધાની કાઠમંડુ અને વારાણસી વચ્ચે સીધી બસ સેવા શરૂ કરવામાં આવી. તેને ભારત નેપાળ મૈત્રી બસ સેવા નામ આપવામાં આવ્યું. બંને લોકપ્રિય પ્રવાસન સ્થળ હોવાના કારણે બસ સેવાની પ્રવાસન ઉદ્યોગ પર હકારાત્મક અસર પડશે.

⚡BBCએ કર્યુ ભારત કી બેટી ડૉક્યૂમેન્ટ્રીનું પ્રસારણ
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)એ ડૉક્યૂમેન્ટ્રી ભારત કી બેટીનું પ્રસારણ કર્યું. આનું નિર્દેશન લેસ્લી ઉડવિને કર્યું છે. ફિલ્મ 16 ડિસેમ્બર 2012ના દિલ્હીમાં નિર્ભયા નામની 23 વર્ષની મહિલા પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યા પર આધારિત છે.
💥06 MARCH 2015💥

ઑસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
ઑસ્ટ્રેલિયાએ અફ્ઘાનિસ્તાન સામે ક્રિકેટ વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે 417 રન બનાવ્યા. ઑસ્ટ્રેલિયાએ 275 રનના તફાવતે અફ્ઘાનિસ્તાનને હરાવ્યું જે વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી મોટી જીત છે.

⚡ચૂંટણી પંચે NERPAP અભિયાન સમગ્ર ભારતમાં શરૂ કર્યું
ભારતના ચૂંટણી પંચે નેશનલ ઇલેક્ટોરલ રોલ પ્યોરિફિકેશન એન્ડ ઑથેન્ટિકેશન પ્રોગ્રામ (NERPAP) અભિયાનને સમગ્ર ભારતમાં શરૂ કર્યું. આ કાર્યક્રમ હેઠળ દરેક વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ પોતાના મતદાર ઓળખ પત્ર સાથે લ

િંક કરવું જરૂરી બનશે.

⚡ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 0.25% ઘટાડાની જાહેર
💥05 MARCH 2015💥


⚡એલ સુબ્રમણ્યમ અને રોશન કુમારીને હાઝિફ અલી ખાન પુરસ્કાર
ભારતીય વાયોલિન વાદક એલ સુબ્રમણ્યમ અને કથક નૃત્યાંગના રોશન કુમારી હાફિઝ અલી ખાન પુરસ્કાર 2014થી સન્માનિત. આ પુરસ્કારની સ્થાપના સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાને 1985માં કરી હતી.
⚡વિશ્વનો સૌથી મોટો અને ઊંચો રાષ્ટ્રીય ધ્વજ ફરીદાબાદમાં ફરકાવાયો
વિશ્વનો સૌથી મોટો અને ઊંચો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ટાઉન પાર્ક, ફરીદાબાદ (હરિયાણા)માં ફરકાવવામાં આવ્યો. આની પહોળાઈ 64 ફૂટ અને લંબાઈ 96 ફૂટ છે અને તેનું વજન 48 કિગ્રા છે. આ ધ્વજ 250 ફૂટ (75 મીટર)ની ઊંચાઈ પર ફરકાવવામાં આવ્યો
⚡હાશિમ અમલા વન ડેમાં સૌથી ઝડપી 20 સદી બનાવવાળા ક્રિકેટર બન્યા
દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદી બનાવનાર ખેલાડી બન્યા. અમલાએ 108મા દાવમાં 20મી સદી પૂરી કરી. અમલાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો જેમણે 133મા દાવમાં આ ઉપલબ્ધિ મેળવી હતી.
💥04 MARCH 2015💥
રાની મુખરજીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેન્ડર જસ્ટિસ દ્વારા પુરસ્કાર
મહિલાઓ અને કન્યાઓના રક્ષણ અને સુરક્ષાના મુદ્દાને શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરવા બદલ રાની મુખરજી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેન્ડર જસ્ટિસ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત. રાની મુખરજી આ પુરસ્કારથી સન્માનિત થનારી પ્રથમ અભિનેત્રી છે
⚡પ્રખ્યાત પક્ષી નિષ્ણાત લવકુમાર ખચરનું નિધન
પ્રખ્યાત પક્ષી વૈજ્ઞાનિક કે એસ લવકુમાર ખચરનું અવસાન થયું. ખચર ભારતના જાણીતા પ્રકૃતિ સંરક્ષક હતા. તેમણે પક્ષી વિજ્ઞાન, પ્રકૃતિ અને વન્ય જીવન સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. તેઓ ગુજરાતના જસદણના તત્કાલિન રાજવી પરિવારના હતા
⚡રાહુલ જિંદાલની પ્રતિષ્ઠિત ફુલબ્રાઇટ-નેહરુ વિશિષ્ટ સન્માન માટે પસંદગી
ભારતીય મૂળના અમેરિકન ચિકિત્સક રાહુલ જિંદાલ પ્રતિષ્ઠિત ફુલબ્રાઇટ-નેહરુ વિશેષ સન્માન માટે પસંદગી કરાઈ. રાહુલ જિંદાલ મેરીલેન્ડના બેથેસ્ડામાં યુનિફૉર્મ્ડ સર્વિસ યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિઝમાં સર્જરીના પ્રોફેસર છે.
💥03 MARCH 2015💥
ઓલા કેબ્સે ટેક્સી ફૉર શ્યોરને હસ્તગત કરી
ઑનલાઇન ટેક્સી સર્વિસ ગ્રુપ ઓલા કેબ્સે બેંગલુરુ આધારિત તેની પ્રતિસ્પર્ધી ટેક્સી ફૉર શ્યોરનું 200 મિલિયન યુએસ ડૉલરમાં અધિગ્રહણ કર્યું. આ ભારતમાં ટેક્સી-ગ્રુપ ક્ષેત્રમાં પ્રથમ મોટું સંપાદન છે
⚡ફૉર્બ્સની વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં બિલ ગેટ્સ પ્રથમ સ્થાને
ફૉર્બ્સ મેગેઝિનની વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ પ્રથમ સ્થાને. આ યાદીમાં ભારતના 90 વ્યક્તિ સામેલ છે. જેમાં મુકેશ અંબાણી 39મા, દિલીપ સંઘવી 44મા અને અઝીમ પ્રેમજી 48મા સ્થાને છ
⚡બલદેવ શર્મા બન્યા નેશનલ બુક ટ્રસ્ટ (NBT)ના અધ્યક્ષ
બલદેવ શર્મા (પંચજન્યના ભૂતપૂર્વ સંપાદક) ને કેન્દ્ર સરકારે નેશનલ બુક ટ્રસ્ટ (NBT)ના અધ્યક્ષ નિયુક્ત કર્યાં. તેમણે એ સેતુમાધવનનું સ્થાન લીધું. નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના 1957માં થઈ હતી.
💥02 MARCH 2015💥
⚡રેલવેએ ગો-ઇન્ડિયા સ્માર્ટ કાર્ડની સ્કીમ શરૂ કરી
રેલવેએ ટ્રેન ટિકિટો માટે ગો-ઇન્ડિયા સ્માર્ટ કાર્ડ સ્કીમ શરૂ કરી. આ સ્કીમ રેલવેના બે વિભાગો (નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવરા)માં પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવી. આ કાર્ડથી પ્રવાસી અનામત અને બિનઅનામત ટિકિટો માટે પેમેન્ટ કરી શકે છે.
⚡જગમોહન દાલમિયા બીજી વખત BCCIના અધ્યક્ષ બન્યા
જગમોહન દાલમિયાને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ના અધ્યક્ષ તરીકે ચુંટવામાં આવ્યા. તેઓ બીજી વાર BCCIના અધ્યક્ષ બન્યા. હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના પ્રમુખ અનુરાગ ઠાકુર BCCI સચિવ બન્યા.

⚡રોજર ફેડરરને દુબઈ ડ્યૂટી ફ્રી ચેમ્પિયનશિપનો પુરુષ એકલ ખિતાબ
સ્વિટ્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે દુબઈ ડ્યૂટી ફ્રી ચેમ્પિયનશિપનો પુરુષ એકલ ખિતાબ જીત્યો. ફેડરરે ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવી સાતમી વખત આ ખિતાબ જીત્યો.
💥01 MARCH 2015💥
⚡ભરત પુરી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત
ભરત પુરીને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ વર્ષ 2008 પછીથી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર હતા. તેઓ એમ બી પારેખનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 10 એપ્રિલ 2015 ના દિવસે પૂરો થશે.

⚡મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના 12મા મુખ્યમંત્રી બન્યા
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મુફ્તી મોહમ્મદ સઈદે જમ્મુ-કાશ્મીરના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ એનએન વોહરાએ તેમને શપથ લેવડાવ્યા. ભાજપના નિર્મલ સિંઘને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

⚡રાફેલ નડાલે આર્જેન્ટિના ઓપન 2015નો ખિતાબ જીત્યો
રાફેલ નડાલે જુઆન મોનાકોને હરાવી આર્જેન્ટિના ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2015નો ખિતાબ જીત્યો. આ સાથે જ રાફેલ નડાલ ઓપન ટેનિસના ઇતિહાસમાં સૌથી વધુ ખિતાબ જીતનાર

 

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે